Friday, May 3, 2024
More
    હોમપેજક્રાઈમમુસ્લિમ યુવતી સાથે પ્રેમસંબંધના કારણે હિંદુ યુવાનનું ગળું કાપ્યું હતું, 6 વર્ષ...

    મુસ્લિમ યુવતી સાથે પ્રેમસંબંધના કારણે હિંદુ યુવાનનું ગળું કાપ્યું હતું, 6 વર્ષ બાદ અકબર, સલીમ અને શહનાઝને આજીવન કેદ: અંકિત સક્સેના હત્યાકાંડમાં કોર્ટનો ચુકાદો

    આ મામલે સ્વયં યુવતીએ કોર્ટમાં બયાન આપ્યું હતું કે તેના પરિવારજનોએ અંકિતની હત્યા કરી નાખી હતી, જેઓ તેમના પ્રેમસંબંધોની વિરુદ્ધ હતા. આ હત્યાકાંડને ધોળા દહાડે સરજાહેર અંજામ આપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    દિલ્હીના બહુચર્ચિત અંકિત સક્સેના હત્યાકાંડમાં દોષી ઠેરવવામાં આવેલા ત્રણેય ગુનેગારોને દિલ્હીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ડિસેમ્બર, 2023માં કોર્ટે અકબર અલી, શહેનાઝ બેગમ અને મોહમ્મદ સલીમને દોષી ઠેરવ્યાં હતાં. નોંધવું જોઈએ કે 23 વર્ષીય યુવાન અંકિતની તેની મુસ્લિમ પ્રેમિકાના પરિવારજનોએ હત્યા કરી નાખી હતી. 

    ગુનેગારો પૈકી અકબર અલી યુવતીનો પિતા છે, જ્યારે શહેનાઝ તેની માતા અને સલીમ મામા છે. કોર્ટે ત્રણેયને IPCની કલમ 302 (હત્યા) અને 34 (સમાન ઇરાદાથી આચરવામાં આવેલ ગુનો) હેઠળ દોષી ઠેરવ્યાં હતાં. જ્યારે શહનાઝ બેગમને અંકિતની માતાને ઈજા પહોંચાડવા બદલ IPC 323 (જાણીજોઈને ઈજા પહોંચાડવી) હેઠળ પણ ગુનેગાર ઠેરવવામાં આવી હતી. 

    સજાનું એલાન કરતાં એડિશનલ સેશન્સ જજે કહ્યું કે, “તમારી ઉંમર, બૅકગ્રાઉન્ડ અને ઘટના પહેલાં કરેલાં કામોને ધ્યાનમાં લેતાં હું આજીવન કદની સજા ફટકારું છું.” કોર્ટે આ સાથે ત્રણેયને ₹50,000નો દંડ પણ ફટકાર્યો છે, જે અંકિત સક્સેનાના પરિવારને વળતર તરીકે ચૂકવવામાં આવશે. નોંધનીય છે કે આ કેસમાં અન્ય એક સગીર આરોપી પણ પકડાયો હતો, જેનો કેસ બાળ સુધાર ગૃહમાં ચાલે છે. 

    - Advertisement -

    આ મામલે સ્વયં યુવતીએ કોર્ટમાં બયાન આપ્યું હતું કે તેના પરિવારજનોએ અંકિતની હત્યા કરી નાખી હતી, જેઓ તેમના પ્રેમસંબંધોની વિરુદ્ધ હતા. આ હત્યાકાંડને ધોળા દહાડે સરજાહેર અંજામ આપવામાં આવ્યો હતો. પછીથી દિલ્હી પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું કે હત્યા પૂર્વઆયોજિત હતી. 

    શું બની હતી ઘટના?

    આ ઘટના ફેબ્રુઆરી, 2018માં બની હતી. અંકિત મુસ્લિમ યુવતી શેહજાદી સાથે પ્રેમમાં હતો અને જે સંબંધ યુવતીના પરિજનોને મંજૂર ન હતો. તેઓ તેને સંબંધો તોડવા માટે દબાણ કરી રહ્યા હતા, અને જ્યારે ન માન્યો તો હત્યા કરી નાખવામાં આવી. 

    ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે, શેહજાદીની માતા હેલમેટ પહેરીને સ્કૂટર લઈને નીકળી હતી અને રસ્તા પર જ્યાં અંકિત ઊભો હતો ત્યાં પહોંચીને અંકિતના વાહન સાથે સ્કૂટર અથડાવી દીધું હતું, જેથી તેણે તેની મદદ કરવા માટે આવવું પડે. મહિલાએ હેલમેટ પહેર્યું હોવાના કારણે તે ઓળખી શક્યો ન હતો અને મદદ માટે આવ્યો. પરંતુ ત્યારબાદ મહિલા તેની સાથે બોલાચાલી કરવા માંડી અને અન્ય પરિવારજનો પણ દોડી આવ્યા અને અંકિત સાથે માથાકૂટ કરવા માંડયા. 

    દરમ્યાન તેમણે અંકિતને તેમની પુત્રી સાથેના સંબંધો વિશે પણ પુછ્યું, પરંતુ તેણે કોઇ પણ સંબંધ હોવાની ના પાડી દીધી હતી. તેણે પોલીસને જાણ કરવા માટે પણ કહ્યું હતું પરંતુ યુવતીના પરિજનો તેને માર મારતાં રહ્યાં. ત્યારબાદ અંકિતના પરિજનોને જાણ કરવામાં આવતાં તેઓ પણ પહોંચ્યાં પરંતુ શેહજાદીની માતાએ તેમની સાથે પણ મારામારી કરી હતી. જ્યારે અંકિત તેની માતાને બચાવવા ગયો તો યુવતીના મામા અને ભાઇએ તેને પકડી લીધો અને પાછળથી યુવતીના બાપે છરા વડે ગળું કાપી નાખ્યું હતું. 

    આખરે 6 વર્ષ બાદ આ અંકિત સક્સેના હત્યાકાંડ કેસમાં ચુકાદો આવ્યો છે અને હત્યારાઓને સજા ફટકારવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં