Sunday, May 5, 2024
More
    હોમપેજક્રાઈમ‘તું જુહાપુરા ચલ, પરિવાર કો તેરી બોટી ભી નસીબ નહીં હોગી’: અમદાવાદના...

    ‘તું જુહાપુરા ચલ, પરિવાર કો તેરી બોટી ભી નસીબ નહીં હોગી’: અમદાવાદના હિંદુ વેપારીને નજીવી બાબતમાં માર માર્યો, મારી નાખવાની ધમકી આપી; બાપ-દીકરા સિદ્દીક અને વસીમ સામે ગુનો

    સિદ્દીકે 'કલ તું હમારા પીછા કયું કર રહા થા' કહીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી તો બીજી તરફ ત્યાં ઉભેલા વસીમે સંજય જોશીને ઉપરાછાપરી તમાચા મારી દીધા હતા.

    - Advertisement -

    અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં મેડિકલની દુકાન ચલાવતા એક વેપારીએ બે વ્યક્તિઓ વિરુદ્ધ પાર્કિંગ બાબતે થયેલી તકરારની અદાવત રાખી માર મારવા બદલ ફરિયાદ દાખલ કરાવી છે. આરોપીઓની ઓળખ સિદ્દીક અને વસીમ તરીકે થઇ છે. બંને બાપ-દીકરા છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, તેમણે દુકાનની આગળ વાહન પાર્ક કરવાની ના પાડતાં બંનેએ અદાવત રાખી માર માર્યો હતો અને ગંદી ગાળો આપીને જાનથી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    ફરિયાદી સંજયભાઈ જોશી એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ મહારાણા કોમ્પ્લેક્સમાં મેડિકલ ચલાવે છે. ફરિયાદમાં તેમણે આરોપ લગાવતાં કહ્યું કે, તેમના કોમ્પ્લેક્સના ઉપરના માળે દુકાન ચલાવતા સિદ્દીક અને તેના પુત્ર વસીમ સાથે દુકાનની આગળ વાહન પાર્ક કરવાને લઈને તેમની માથાકૂટ થઇ હતી. ત્યારબાદ બંને આરોપીઓએ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. શુક્રવારે (19 ઓગસ્ટ, 2023) સિદ્દીક અને વસીમે દુકાને ફરી ધમાલ કરીને માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેમણે એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    ફરિયાદ અનુસાર, શુક્રવારે (18 ઓગસ્ટ, 2023) તેઓ દુકાને હાજર હતા ત્યારે તે સમયે કોમ્પ્લેક્સના ઉપરના માળે દુકાન ચલાવતો સિદ્દીક અને તેનો દીકરો વસીમ બંને સ્કૂટર લઈને આવ્યા હતા. સંજયભાઈએ કોમન પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કર્યું હતું ત્યાંથી વસીમે સ્કૂટર હટાવી પોતાનું સ્કૂટર પાર્ક કરતાં સંજયભાઈએ તેને અટકાવ્યો હતો. જેથી ઉશ્કેરાઈ જઈને તેણે ‘આજ રાત તક તેરા ચેપ્ટર ક્લોઝ કર દેતા હું’ જેવી ધમકી આપી હતી અને ત્યારબાદ બંને બાપ-દીકરો પોતાની દુકાને જતા રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી સિદ્દીક અને વસીમે ઉપરના માળેથી ફરિયાદીના મેડિકલની બહાર કચરો નાખવાનું શરૂ કરતાં તેમણે તેમ ન કરવા વિનંતી કરી હતી.

    - Advertisement -

    પીછો કેમ કરે છે કહીને અપશબ્દો કહ્યા, મારી નાખવાની ધમકી આપી

    ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યું કે, રાત્રે લગભગ સાડા આઠના અરસામાં તેઓ પોતાના અંગત કામ માટે બહાર ગયા અને તે પતાવીને પરત ફરતા હતા તે દરમિયાન સિદ્દીક અને તેનો દીકરો વસીમ રોંગ સાઈડમાંથી બાઇક લઈને આવીને “અમારો પીછો કેમ કરે છે?, તું મેરે સાથ જુહાપુરા ચલ, તો તેરે પરિવાર કો તેરી બોટી ભી નસીબ નહીં હોગી” કહીને બંનેએ બીભત્સ ગાળો આપી હતી.

    અમદાવાદના એલિસબ્રિજ પાસે પાર્કિંગ બાબતે થયેલી તકરારના બીજા દિવસે 19 ઓગસ્ટના રોજ જ્યારે વેપારી પોતાની દુકાન પર બેઠા હતા તે સમયે સિદ્દીક અને તેના બે દીકરા વસીમ તથા તેનો ભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા. અહીં સિદ્દીકે ‘કલ તું હમારા પીછા કયું કર રહા થા’ કહીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી તો બીજી તરફ ત્યાં ઉભેલા વસીમે સંજય જોશીને ઉપરાછાપરી તમાચા મારી દીધા હતા. જ્યારે સિદ્દીકના બીજા દીકરાએ તેમને ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ વસીમે ફાવે તેમ ગાળો આપીને ‘આજ તેરે કો જિંદા છોડતા હું, અગર દોબારા મિલા તો જાન સે માર ડાલુંગા’ કહીને ધમકી આપી હતી.

    આ દરમિયાન ધમાલ જોઈને આસપાસના લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને વેપારીને બચાવી લેવાયા હતા. ત્યારબાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર મેળવી હતી. પછીથી એલિસબ્રિજ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સિદ્દીક અને વસીમ વિરુદ્ધ IPCની કલમ 323, 294(b), 506(2) અને 114 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં