અમેરિકામાં (America) પ્રમુખ પદ પર ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એક વાર હમાસને (Hamas) ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે 20 જાન્યુઆરીએ આયોજિત તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલાં જો ઇઝરાયેલના બંધકોને (Israel Hostages) મુક્ત નહીં કરાવવામાં આવે તો મધ્ય પૂર્વએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ટ્રમ્પ પહેલાં પણ હમાસને ધમકી આપી ચુક્યા છે.
નોંધનીય છે કે ટ્રમ્પએ 7 જાન્યુઆરીએ ફ્લોરિડા ખાતે આવેલા માર-એ-લાગો એસ્ટેટમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ હમાસ માટે સારું સાબિત નહીં થાય, બધું બરબાદ થઇ જશે, આ અંગે મારે કઈ કહેવાની જરૂર નથી.” તેમણે આગળ કહ્યું હતું કે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયેલ પણ જે હુમલો કર્યો તે નહોતો થવો જોઈતો.
Trump warns "all hell will break out" if hostages not released by Hamas before his inauguration
— ANI Digital (@ani_digital) January 8, 2025
Read @ANI Story | https://t.co/iN0JHThX8y#US #DonaldTrump #IsraelHamaswar pic.twitter.com/l9pIv92o5P
મધ્ય-પૂર્વની પરિસ્થિતિ માટે ટ્રમ્પે નક્કી કરેલ વિશેષ દૂત સ્ટીવ વીટકૉફએ આ મામલે કહ્યું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ પર પહોંચવા માટે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે આ અંગે આશાવાદી ટિપ્પણી કરતા કહ્યું હતું કે વાટાઘાટો પ્રગતિ પર છે તથા આગામી સમયમાં બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરાવવામાં આવશે.
પહેલાં પણ આપી ચુક્યા છે ચેતવણી
નોંધનીય છે કે આ પહેલાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને હમાસને ચેતવણી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરીને કહ્યું હતું કે હમાસ ઇઝરાયેલના બંધકોને તેમના શપથ ગ્રહણ પહેલાં છોડી દેવામાં આવે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “દરેક લોકો બંધકો વિશે વાત કરી રહ્યા છે જેમને મધ્ય પૂર્વમાં હિંસક, અમાનવીય અને વિશ્વની ઈચ્છા વિરુદ્ધ બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. પણ માત્ર વાતો જ થઈ રહી છે, કાર્યવાહી નહીં.” તેમણે કહ્યું હતું કે, “હું 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ ગ્રહણ કરું એ પહેલાં જ બંધકોને મુક્ત કરવામાં આવે. જો એમ ન થયું મધ્ય પૂર્વએ તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.”
તેમણે કહ્યું હતું કે, “જે લોકોએ માનવતા વિરુદ્ધ આ પ્રકારના અત્યાચારોને અંજામ આપ્યો છે, તે લોકોને પણ તેનું મૂલ્ય ચૂકવવું પડશે. જવાબદાર લોકોએ એટલી કઠોર સજા આપવામાં આવશે, જે અમેરિકાના ગૌરવશાળી ઇતિહાસમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિને ન આપવામાં આવી હોય. તરત જ બંધકોને મુક્ત કરવામાં આવે.” આ મામલે ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ પણ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો.