Tuesday, July 23, 2024
More
  હોમપેજદુનિયા'તેમણે કઈ ખોટું નથી કર્યું, માત્ર સત્ય કહ્યું': નેધરલેન્ડના નેતા ગીર્ટ વાઈલ્ડર્સે...

  ‘તેમણે કઈ ખોટું નથી કર્યું, માત્ર સત્ય કહ્યું’: નેધરલેન્ડના નેતા ગીર્ટ વાઈલ્ડર્સે પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા સાથે કરી ટેલિફોનિક વાત, ગણાવ્યા ‘બહાદુર મહિલા’

  ગીર્ટ વાઈલ્ડર્સે પોસ્ટ કરીને લખ્યું કે, "નૂપુર શર્મા સાથે ફોન પર ખૂબ સરસ વાતચીત થઈ. આજે તેઓ માત્ર ભારતના જ નહીં પરંતુ સંપૂર્ણ મુક્ત વિશ્વના સ્વતંત્રતાના પ્રતિક છે. છેલ્લા બે વર્ષમાં તેમની વ્યક્તિગત હાનિ અને કાયદાકીય સમસ્યાઓ ખૂબ જ અયોગ્ય છે."

  - Advertisement -

  નેધરલેન્ડના જમણેરી નેતા ગીર્ટ વાઈલ્ડર્સે ભારતીય રાજકરણી અને ભાજપના પૂર્વ નેતા તથા વકીલ નૂપુર શર્મા સાથે ટેલિફોનિક વાત કરી છે. 2022માં નેધરલેન્ડમાં જ્યારે ગીર્ટ વાઈલ્ડર્સ વડાપ્રધાન પદ માટેના પ્રબળ દાવેદાર હતા ત્યારે પણ તેમણે નૂપુર શર્માની પ્રશંસા કરી હતી અને તેમને એક નિર્ભય નેતા ગણાવ્યા હતા. આ સાથે તેમણે મુલાકાતની ઈચ્છા પણ દર્શાવી હતી. જ્યારે હવે તેમણે નૂપુર શર્મા સાથે ટેલિફોનિક વાત કરી છે, આ વાતની જાણકારી તેમણે પોતે આપી છે.

  નેધરલેન્ડના નેતા ગીર્ટ વાઈલ્ડર્સે પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્મા સાથે ટેલિફોનિક વાત કરી છે. આ વિશેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “નૂપુર શર્મા સાથે ફોન પર ખૂબ સરસ વાતચીત થઈ. આજે તેઓ માત્ર ભારતના જ નહીં પરંતુ સંપૂર્ણ મુક્ત વિશ્વના સ્વતંત્રતાના પ્રતિક છે. છેલ્લા બે વર્ષમાં તેમની વ્યક્તિગત હાનિ અને કાયદાકીય સમસ્યાઓ ખૂબ જ અયોગ્ય છે. કારણ કે, તેમણે કઈ ખોટું નથી કર્યું, પરંતુ સત્ય કહ્યું છે. તેઓ કેટલા બહાદુર મહિલા છે.”

  નોંધનીય છે કે, 2022માં પયગંબર વિવાદ શરૂ થયા બાદથી ગીર્ટ વાઈલ્ડર્સે સતત નૂપુર શર્માને સમર્થન આપ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ તેમણે નૂપુર શર્માને સમર્થન દર્શાવતો સંદેશ આપ્યો હતો. આ સાથે તેમણે પોતાની ભારત યાત્રા દરમિયાન તેમને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે 17 ફેબ્રુઆરીએ X પર પોસ્ટ પણ કરી હતી.

  - Advertisement -

  તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “મે બહાદુર નૂપુર શર્માને સમર્થનનો એક વ્યક્તિગત સંદેશ મોકલ્યો છે. જેમને માત્ર સત્ય બોલવા પર વર્ષોથી ઈસ્લામવાદીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. દુનિયાભરના સ્વતંત્રતાપ્રેમી લોકોએ તેમનું સમર્થન કરવું જોઈએ. મને આશા છે કે, એક દિવસ ભારત યાત્રા દરમિયાન હું તેમને મળી શકીશ.”

  ઓક્ટોબર 2022માં, ઈસ્લામ પર અત્યાધિક ટીકાત્મક વલણ માટે જાણીતા વાઈલ્ડર્સે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. તે સમયે નૂપુર શર્માને ટાઈમ્સ નાઉની ચર્ચા દરમિયાન એક ટિપ્પણીને લઈને ઈસ્લામવાદીઓએ ઘેરી લીધા હતા અને ધમકીઓ આપવાની શરૂ કરી હતી.

  શું હતો વિવાદ?

  નોંધનીય છે કે, નૂપુર શર્માએ મે, 2022માં કાશીના જ્ઞાનવાપી વિવાદિત ઢાંચા પર ચર્ચા દરમિયાન સનાતન ધર્મની વિરુદ્ધ વારંવાર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર અને શિવલિંગને ફૂવારો કહેનાર ઈસ્લામવાદી તસ્લીમ અહમદ રહમાનીની આલોચના કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, જો તેમણે (નૂપુર શર્માએ) ઈસ્લામિક ગ્રંથોને ટાંકીને નિવેદન આપ્યું તો તેઓ (અહમદ રહમાની) કેવું અનુભવશે?

  ALT ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે ચાલાકીપૂર્વક તસ્લીમ રહેમાનીની ભડકાઉ ટિપ્પણીઓને હટાવી દીધી અને સોશિયલ મીડિયા પર આગળ-પાછળના સંદર્ભ વગર જ નૂપુર શર્માનો વિડીયો અપલોડ કરીને દાવો કર્યો કે, તેમણે ઈસ્લામિક પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. વિડીયો વાયરલ થયા બાદ દેશમાં અનેક દંગા થયા અને સાથે જ નૂપુર શર્મા વિરુદ્ધ ઘણીબધી FIR પણ નોંધાઈ હતી. ભારત સરકાર ઈસ્લામિક દેશોના નિશાન પર આવી ગઈ, જે બાદ ઈસ્લામિક દેશોએ નૂપુર શર્માની નિંદા કરતાં અનેક નિવેદનો જારી કર્યા હતા. જે બાદ તેમને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા હતા.

  આ ઘટના બાદ હિંસક ઈસ્લામિક જેહાદીઓએ નૂપુર શર્માનું સમર્થન કરનાર રાજસ્થાનના કન્હૈયાલાલ અને મહારાષ્ટ્રના ઉમેશ કોલ્હેની સહિત અનેક લોકોની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. કટ્ટરવાદી મુસ્લિમો સડક પર ઉતરી આવ્યા હતા અને નૂપુર શર્મા વિરુદ્ધ “ગુસ્તાખ-એ-રસુલ કી એક હી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા’ જેવા જેહાદી અને ઉગ્ર નારા પણ લગાવ્યા હતા.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં