Monday, May 20, 2024
More
  હોમપેજગુજરાત'કેબીનેટમાં અત્યારે કોઈ પ્યોર રાજપૂત નથી, જે છે તે 67:33 છે': આંદોલન...

  ‘કેબીનેટમાં અત્યારે કોઈ પ્યોર રાજપૂત નથી, જે છે તે 67:33 છે’: આંદોલન વચ્ચે સંકલન સમિતિના નેતાનો વિડીયો વાયરલ

  હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ધ્રોલ ક્ષત્રિય સમાજના અગ્રણી અને સંકલન સમિતિના નેતા એવા પ્રદ્યુમનસિંહ જાડેજા વિવાદિત નિવેદન આપતા નજરે પડી રહ્યા છે.

  - Advertisement -

  પરષોત્તમ રૂપાલાનો દિશાહીન વિરોધ કરી રહેલી ક્ષત્રિય સંકલન સમિતિએ હવે એક અલગ જ દિશા પકડી છે. રૂપાલાના વિરોધથી શરૂ થયેલા આંદોલને બાદમાં ભાજપનો વિરોધ કર્યો અને હવે આ વિરોધની તલવારની અણી ક્ષત્રિય સમાજ તરફ ફરી ગઈ છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરતો થયો છે, જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના એક નેતાનું વિવાદિત નિવેદન સાંભળવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે હાલ સરકારની કેબીનેટમાં જે રાજપૂત છે તે શુદ્ધ રાજપૂત નથી અને તે બધા 67:33 છે.

  હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ધ્રોલ ક્ષત્રિય સમાજના અગ્રણી અને સંકલન સમિતિના નેતા એવા પ્રદ્યુમનસિંહ જાડેજા વિવાદિત નિવેદન આપતા નજરે પડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, “રિઝલ્ટની ચિંતા ન કરતા, આમ પણ ક્યાં આપણા કોઈ ચૂંટાયેલા એમપી છે? એકેય ધારાસભ્યને મીનીસ્ટર નથી બનાવ્યા. 67-33 છે એવા મીનીસ્ટર છે. સમજ્યાને? પ્યોર રાજપૂત અત્યારે કેબિનેટમાં કયા છે જ એમ કહેવા માંગું છું.”

  વિડીયોમાં તેઓ આગળ કહી રહ્યા છે કે, “એટલે 67:33 કૉટનમાં કાપડ આવે ને, 67% કૉટન અને 33% ટેરી કૉટન. એટલે આ 67:33 જ છે અત્યારે કોઈ નથી. આપણે કશું ગુમાવવાનું પણ નથી. આપણે એક જ વસ્તુ છે, ફાઈટ ટુ ફીનીશ. આ રાજકોટનો પ્રશ્ન નથી, આ આખા ગુજરાતનો અને સમગ્ર ભારતનો આ પ્રશ્ન છે. જે રીતે ભગવાન કૃષ્ણએ દુર્યોધન પાસે પાંચ ગામ માંગ્યા અને ન આપ્યા એમ જ આપણે એક રૂપાલાને દૂર કરવાની માંગ કરી હતી, જો તેઓ નહીં માને તો યુદ્ધ એ જ કલ્યાણની તૈયારી સાથે આપણે આગળ વધીશું. જય માતાજી…”

  - Advertisement -

  આ વિડીયો 15 દિવસ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં નોંધનીય છે કે હાલ કેબિનેટમાં માત્ર એક જ ક્ષત્રિય મીનીસ્ટર છે અને તે છે બળવંતસિંહ રાજપૂત. તેઓ ઉત્તર ગુજરાતના છે. તેવામાં સંકલન સમિતિના નેતાનું આ પ્રકારનું નિવેદન ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજમાં અસંતોષ ઉભો ચોક્કસ કરી શકે છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ જયારે આ નિવેદન આપ્યું, ત્યારે તેમની સાથે સંકલન સમિતિના તમામ આગેવાનો હાજર નજરે પડ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં