Saturday, September 14, 2024
More
    હોમપેજક્રાઈમઅમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ કરવા મામલે કાર્યવાહી, દિલ્હી પોલીસે નોંધી FIR:...

    અમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ કરવા મામલે કાર્યવાહી, દિલ્હી પોલીસે નોંધી FIR: આરક્ષણ સમાપ્ત કરવાની વાત કરતાં જોવા મળ્યા હતા ગૃહમંત્રી, ભાજપે કર્યો વિરોધ

    ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. દિલ્હી પોલીસે IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીની સાથે અનેક ભ્રામક સમાચારો અને દાવાઓ પણ સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવે છે. છેલ્લા બે દિવસથી અમિત શાહનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં અમિત શાહ એવું કહેતા સાંભળવા મળે છે કે, જો ભાજપની સરકાર આવશે તો SC, ST, OBCનું આરક્ષણ સમાપ્ત કરવામાં આવશે. આ વિડીયો એડિટેડ હોવાથી ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને દિલ્હી પોલીસે FIR દાખલ કરી લીધી છે. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    અમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસને બે ફરિયાદો મળી હતી. તેમાં એક ફરિયાદ ભાજપ તરફથી કરવામાં આવી હતી અને બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ સાયબર વિંગ IFSO યુનિટે FIR નોંધી છે. અમિત શાહના વિડીયો સાથે છેડછાડ કરીને તે એડિટેડ વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. એડિટેડ વિડીયોમાં અમિત શાહ SC, ST અને OBCના આરક્ષણને સમાપ્ત કરવાની વાત કરતાં જોવા મળ્યા હતા. આ એડિટેડ વિડીયો વાયરલ કરવાને લઈને ભાજપે દેશભરમાં FIR નોંધાવવાનો નિર્ણય લીધો છે. સાથે આ મામલે ભાજપે વિરોધ પણ નોંધાવ્યો છે.

    ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. દિલ્હી પોલીસે IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    - Advertisement -

    એડિટેડ વિડીયો થયો વાયરલ

    અમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમણે આરક્ષણ સમાપ્ત કરવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપ નેતા અમિત માલવિયાએ પોસ્ટ કરીને આ વિશેની જાણકારી પણ આપી હતી. આ સાથે તેમણે મૂળ વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં અમિત શાહ SC, ST કે OBC વિશે કઈ બોલ્યા જ નહોતા. તેમણે આરક્ષણ વિશે કહ્યું હતું કે, ભાજપની સરકાર આવશે તો ધાર્મિક આધાર પર મુસ્લિમોને આપવામાં આવેલું ‘અસંવૈધાનિક (ગેરબંધારણીય) અનામત’ સમાપ્ત કરશે.

    આ સાથે જ ભાજપે પણ તેવું જ કહ્યું છે કે, અમિત શાહે આરક્ષણને સમાપ્ત કરવાને લઈને કોઈપણ નિવેદન આપ્યું નથી. વાયરલ થઈ રહેલો વિડીયો એડિટેડ છે. મૂળ વિડીયોમાં અમિત શાહે મુસ્લિમોને આપવામાં આવેલું ગેરબંધારણીય અનામત સમાપ્ત કરવાની વાત કરી હતી. દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વિડીયોને લઈને X અને ફેસબુકને લેટર લખ્યો છે. સાથે જ બંને સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મસ પાસેથી માહિતી માંગી છે કે, આ એડિટેડ વિડીયો કયા સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં