Saturday, October 12, 2024
More
    હોમપેજગુજરાત'રાજા-મહારાજાઓ અફીણ લઇને પડ્યા રહેતા એટલે અંગ્રેજોનું શાસન આવ્યું': ભાવનગર લોકસભાના AAP...

    ‘રાજા-મહારાજાઓ અફીણ લઇને પડ્યા રહેતા એટલે અંગ્રેજોનું શાસન આવ્યું’: ભાવનગર લોકસભાના AAP ઉમેદવારનું વિવાદિત નિવેદન, કહ્યું- હું મારા નિવેદન પર કાયમ, નહીં ખેંચું પાછું

    ઉમેશ મકવાણાએ રાજા-મહારાજા વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન કરી હતી. મકવાણા ગુજરાતની ન્યુઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે રાજા-મહારાજાઓને લઈને વિવાદિત ટીપ્પણી કરી દીધી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી છે ને નવા-નવા વિવાદો ઉભા થઈ રહ્યા છે. પરશોત્તમ રૂપાલા વિવાદ માંડ શાંત પડ્યો છે ત્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું. તેના થોડા જ સમય બાદ રાજકોટ લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદારોને ‘હરખ પદુડા’ ખી દીધા. એટલામાં બાકી રહી જતું હતું તો ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધનમાંથી AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા-મહારાજા વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરી છે.

    AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા-મહારાજા વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન કરી હતી. મકવાણા ગુજરાતની ન્યુઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે રાજા-મહારાજાઓને લઈને વિવાદિત ટીપ્પણી કરી દીધી હતી. આટલું જ નહીં, આ દરમિયાન સવાલ પૂછી રહેલા પત્રકારે તેમને પૂછ્યું પણ ખરું કે તમે તમારું નિવેદન પાછું લો છો કે કેમ.

    રાજા-મહારાજા અફીણના નશામાં પડ્યા રહેતા- ઉમેશ મકવાણા

    AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા-મહારાજા વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરતા કહ્યું હતું કે, “ચીનની અંદરથી અફીણ લઇ આવ્યા, અહીના રાજા-મહારાજાઓ તાકતવર હતા એમને અફીણના વ્યસની બનાવ્યા. તેમણે અહીની પ્રજાને અફીણનું બાંધાણ કરાવ્યું. ધીમે ધીમે અફીણ નસમાં ચઢી ગયું. રાજા મહારાજાઓ અફીણના નશામાં પડ્યા રહ્યા એટલે એક-એક રજવાડા પર અંગ્રેજોનું શાસન આવ્યું.”

    - Advertisement -

    હું રૂપાલા નથી કે નિવેદન પાછું ખેંચું- ઉમેશ મકવાણા

    તેમનું આ નિવેદન સાંભળીને પત્રકારે તરત માઈક પાછું લઈને પૂછ્યું કે, “તમે એમ કહો છો કે રાજા-મહારાજા અફીણના નશામાં પડ્યા રહેતા કે નિવેદન પાછું લો છો?” પત્રકારના મોઢે આ વાત સાંભળીને ભાવનગર લોકસભાના AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ કહ્યું કે, “હું મારા નિવેદન પર કાયમ જ હોઉં છું, ક્યારેય આપેલું નિવેદન પાછું લેતો નથી. હું ઉમેશ મકવાણા છું, પરશોત્તમ રૂપાલા નથી. ઉમેશ મકવાણાએ આજની તારીખમાં આપેલું નિવેદન પાછું લીધું નથી.”

    ઉલ્લેખનીય છે કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના નેતા છે. AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન બાદ મકવાણાને ભાવનગર બેઠક પર ચૂંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી અને તેઓ વિજેતા બન્યા હતા. બોટાદના ધારાસભ્ય તરીકે ઉમેશ મકવાણાને હવે લોકસભામાં ભાવનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં