Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હું ઇસ્લામ કરતા હિંદુત્વનું અનેકગણું વધારે સન્માન કરું છું’: બોલ્યા ડચ સાંસદ-...

  ‘હું ઇસ્લામ કરતા હિંદુત્વનું અનેકગણું વધારે સન્માન કરું છું’: બોલ્યા ડચ સાંસદ- ધર્મનિરપેક્ષતાના નામે હિંદુ દેવતાઓનું અપમાન યોગ્ય ઠેરવી શકાય નહીં

  ડચ સાંસદ વિલ્ડર્સે નુપુર શર્મા મામલામાં ફરીથી કહ્યું છે કે તેઓ ઇસ્લામ કરતાં હિન્દુત્વનું વધારે સન્માન કરે છે. આ સાંસદને આ બાબતે ધમકીઓ મળવાની પણ શરુ થઇ ચૂકી છે.

  - Advertisement -

  નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સમર્થન જાહેર કર્યા બાદ ઇસ્લામીઓ તેમને ટ્રોલ કરવા માંડ્યા છે. ટ્રોલર્સ સોશિયલ મીડિયા પર વિલ્ડર્સને હિંદુત્વની ટીકા કરવા માટે ઉશ્કેરી રહ્યા છે અને તેમને અપશબ્દો પણ કહી રહ્યા છે. જોકે, ડચ સાંસદે આ તમામને જવાબ આપ્યો છે. 

  Ubuntu નામના એક યુઝરે લખ્યું, “તમે હિંદુત્વની ટીકા ક્યારે કરશો? હિંદુ દેવી-દેવતાઓના વાંધાજનક ચિત્રો ક્યારે બનાવશો? દક્ષિણ ભારતમાં અનેક કટ્ટરપંથી નાસ્તિકો છે. તમે તેમનું સમર્થન કેમ નથી કરતા?” 

  (ટ્વિટનો સ્ક્રીનશોટ)

  અન્ય એક ઇસ્લામિસ્ટ યુઝરે વિલ્ડર્સને હિંદુત્વનો અભ્યાસ કરવા માટે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે તેઓ તેમ કરશે તો તેમણે અન્ય પયગંબરો અને તેમના લગ્નો જેવી બાબતો ધ્યાનમાં લેવાની જરૂર નહીં રહે. 

  - Advertisement -
  (ટ્વિટનો સ્ક્રીનશોટ)

  સયેદ નામના એક ઇસ્લામિસ્ટે ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સગીર્ટ વિલ્ડર્સ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે, નૂપુર શર્માને હિંદુત્વમાં થતા બાળલગ્નો વિશે બોલવા કહો અને સ્નાન કરતી સ્ત્રીઓના કપડાં ચોરી લઇ જતા વ્યક્તિ વિશે પણ બોલવા માટે કહો.

  (ટ્વિટનો સ્ક્રીનશોટ)

  મંગળવારે (14 જૂન 2022) વિલ્ડર્સે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “સાંસ્કૃતિક સાપેક્ષવાદ એક ભ્રામક સંકલ્પના છે. લોકો સમાન હોય શકે છે, સંસ્કૃતિ નહીં. આત્મસમર્પણ અને અસહિષ્ણુતા પર આધારિત સંસ્કૃતિ કરતા માનવતા અને સ્વતંત્રતા પર ટકેલી સંસ્કૃતિ હંમેશા શ્રેષ્ઠ હોય છે.” આગળ તેમણે કહ્યું કે, “તેથી જ, હું ઇસ્લામ હિંદુત્વનું એક હજાર ગણું વધુ સન્માન કરું છું.”

  તે પહેલાં 12 જૂને તેમણે ભાજપ પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને ફરીવાર સમર્થન જાહેર કરી કહ્યું હતું કે તેઓ તેમને તમામ શક્ય મદદ કરશે. તેમણે નૂપુર શર્મા પર થયેલ FIRને ટાંકીને કહ્યું હતું કે, આ અતિરેક થાય છે.  તેમણે (નૂપુર શર્મા) કંઈ પણ ખોટું કર્યું નથી. હું જે કોઈ પણ રીતે તેમને મદદ કરી શકું, એ કરીશ.”

  આ ઉપરાંત, તેમણે ધર્મનિરપેક્ષતા અને ઇશનિંદા મામલે લોકોના બેવડાં ધોરણો અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું, “હું ભારતીય કે હિંદુ નથી. પરંતુ હું એક વાત જાણું છું. ધર્મનિરપેક્ષતાનો અર્થ એ નથી કે હિંદુ દેવતાઓનું અપમાન યોગ્ય ઠેરવી શકાય અને મોહમ્મદ વિશે સત્ય કહેવાને નહીં. એટલે જ્યારે હિંદુ દેવતાઓના અપમાન પર નૂપુર શર્માએ પ્રતિક્રિયા આપી તેને બિલકુલ યોગ્ય ઠેરવી શકાય તેમ છે.”

  અહીં નોંધવું  જોઈએ કે, નૂપુર શર્માને સમર્થન જાહેર કર્યા બાદ ડચ સાંસદને હત્યાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ઇસ્લામવાદીઓએ આપેલ ધમકીઓના કેટલાક સ્ક્રીનશોટ તેમણે સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. 

  જેમાંથી એક ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, “ઇન્શાલ્લાહ, એક દિવસ એવો આવશે જ્યારે હું  તારું માથું કાપી લઈશ અને પાકિસ્તાનમાં ઊંચા મિનારા પર લટકાવીશ, અને ત્યારપછી અમે નારા લગાવીશું. મુમતાઝ કાદરી ભલે મૃત્યુ પામ્યા હોય પણ બંદૂક હજુ પણ છે. તારી પાસે વધુ દિવસો નથી.”

  અન્ય એક ધમકીમાં પણ વિલ્ડર્સને જાનથી મારી નાંખવાની અને લોકોમાં ડર બેસાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. વિલ્ડર્સે એમ પણ કહ્યું કે, તેમને પકિસ્તાન અને તૂર્કીના મુસ્લિમો તરફથી લગભગ રોજ જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે જેઓ તેમને પયગંબર મોહમ્મદના નામ પર મારી નાંખવા માંગે છે. 

  અગાઉ પણ નૂપુર શર્માને સમર્થન આપ્યું હતું

  ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માએ કરેલ કથિત વિવાદિત ટિપ્પણીને લઈને ઇસ્લામિક દેશો પણ વિવાદમાં કૂદ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ નૂપુરને બરતરફ કર્યાં ત્યારે પણ વિલ્ડર્સે સમર્થન જાહેર કરતા કહ્યું હતું કે “ભારતીય નેતા નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ વિશેના નિવેદનથી આરબ અને ઇસ્લામિક દેશો ગુસ્સે ભરાતા હોય તો એ હાસ્યાસ્પદ બાબત છે. નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે સત્ય કહ્યું હતું અને પયગંબરે ખરેખર છ વર્ષીય આયશા સાથે લગ્ન કર્યા હતા. ભારતે માફી શા માટે માંગી?”

  અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “તુષ્ટિકરણ ક્યારેય કામ આવતું નથી. તેનાથી વિવાદ વધુ વણસશે. એટલે મારા ભારતીય મિત્રો, ઇસ્લામિક દેશોથી ડરવાની કોઈ જરૂર નથી. સ્વતંત્રતા માટે અડગ ઉભા રહો અને પયગંબર મોહમ્મદ વિશે સત્ય બોલનાર તમારાં નેતા નૂપુર શર્માનું દ્રઢતાથી સમર્થન કરો.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં