Friday, April 26, 2024
More
    હોમપેજમંતવ્ય2022: ‘ગુસ્તાખ-એ-રસૂલ’ના કારણે થયેલાં રમખાણો, હત્યાઓ અને ‘સર તન સે જુદા’નું વર્ષ

    2022: ‘ગુસ્તાખ-એ-રસૂલ’ના કારણે થયેલાં રમખાણો, હત્યાઓ અને ‘સર તન સે જુદા’નું વર્ષ

    અહીંના સેક્યુલરો ‘ગંગા-જમુની તહેઝીબ’ (હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે સહ-અસ્તિત્વ) વિશે ગર્વ કરતા રહે છે, પરંતુ ભારતમાં સામાન્ય રીતે આ ‘તહેઝીબ’ સાચવવાની સંપૂર્ણ જવાબદારી હિંદુઓના ખભા પર જ રહેતી હોય છે.

    - Advertisement -

    દેશમાં ‘લિબરલો’ હિંદુઓમાં ધાર્મિક અસહિષ્ણુતા વધી ગઈ છે તેમ સાબિત કરવા માટે ‘દેશ હવે પહેલાં જેવો રહ્યો નથી’ તેવું રટણ કરીને સતત આપણને શરમમાં મૂકવા માટે પ્રયત્નો કરતા રહે છે. પરંતુ મજહબ પરની કોઈ પણ ટિપ્પણીને ‘ગુસ્તાખ-એ-રસૂલ’ના કારણે અને ‘ઇશનિંદા’માં ખપાવીને કોઈનું પણ સર કલમ કરી નાંખવા માટે હંમેશા તત્પર રહેતા ‘સર તન સે જુદા’ની વિચારધારા ધરાવતા કટ્ટરપંથીઓની વાત આવે ત્યારે તેઓ આંખ આડા કાન કરી લે છે. 

    અહીંના સેક્યુલરો ‘ગંગા-જમુની તહેઝીબ’ (હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે સહ-અસ્તિત્વ) વિશે ગર્વ કરતા રહે છે, પરંતુ ભારતમાં સામાન્ય રીતે આ ‘તહેઝીબ’ સાચવવાની સંપૂર્ણ જવાબદારી હિંદુઓના ખભા પર જ રહેતી હોય છે. અને આ જ વાત તમે કહો તો દેશના ‘સેક્યુલર ‘લિબરલો’નો એક વર્ગ તમને ‘કોમવાદી’ અને ‘ધર્માન્ધ’ ગણાવી દે છે. 

    વર્ષ 2022 તરફ નજર કરવામાં આવે તો ભારતમાં મુસ્લિમ સમુદાય ઉપર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી એ અત્યંત જોખમી થઇ ગયું છે કારણ કે જે રીતે આપણે આ વર્ષમાં જોયું કે મજહબી પુસ્તકોને ટાંકીને પણ કોઈ ટિપ્પણી કરવા માત્રથી દેશમાં કોઈનું માથું ધડથી અલગ થઇ જાય છે તો દેશમાં રમખાણો ફાટી નીકળે છે. 

    - Advertisement -

    આ વર્ષે જાન્યુઆરીમાં અમદાવાદ પાસે ધંધુકામાં એક કિશન ભરવાડ નામના યુવાનની બે મુસ્લિમ વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. કિશને એક વિડીયો શૅર કર્યો હતો જેમાં પયગમ્બર મોહમ્મદની એક તસ્વીર દર્શાવવામાં આવી હતી. ઇસ્લામમાં મોહમ્મદનું ચિત્રણ કરવું વર્જિત માનવામાં આવે છે અને મુસ્લિમો તેને ‘ઇશનિંદા’ તરીકે જુએ છે અને માને છે કે આ પ્રકારનું કૃત્ય કરનારનું માથું ધડથી અલગ કરી નાંખવું એક યોગ્ય સજા છે. 

    આ બહુ ભયાનક બાબત છે. પણ કમનસીબ એ છે કે ઘણા હજુ પણ ઇસ્લામમાં ‘ઇશનિંદા’ સબંધિત આ ભયાનક કાનૂનો વિશે જાણતા હોતા નથી. 

    કિશન એક સામાન્ય જીવન જીવતો સામાન્ય વ્યક્તિ હતો. ખેતી કરતો હતો, ગાયો પાળતો. તેની પત્નીએ ત્યારે જ એક પુત્રીને જન્મ આપ્યો હતો, પરંતુ એક વોટ્સએપ સ્ટેટ્સના કારણે ઇસ્લામીઓએ તેની હત્યા કરી નાંખી અને તે ક્યારેય તેનો ચહેરો ન જોઈ શક્યો. કાયમ ‘ભારતમાં મોદી સરકારના શાસનમાં મુસ્લિમમો ભય હેઠળ જીવી રહ્યા છે’ની બૂમો પાડતી એકેય મુસ્લિમ હસ્તીએ તેમના જ ભાઈઓએ કરેલા આ કૃત્યની ટીકા કરી ન હતી.

    ઉપરથી અમુક સ્થાનિક સૂત્રોએ મને જણાવ્યું હતું કે સ્થાનિક મુસ્લિમોએ અને તેમના નેતાઓએ હત્યામાં સામેલ બે લોકોના નામે મજાર બનાવવા માટે પૈસા પણ એકઠા કર્યા હતા. મને જણાવવામાં આવ્યું હતું કે, જો તેમને મૃત્યુદંડ મળે કે ક્યારેય પણ મૃત્યુ પામે તો તેમને જેહાદ કરનારા તરીકે ઓળખવામાં આવશે. અહીં જાણવું જરૂરી છે કે કોઈ પણ મૌલવી કે મજહબી નેતાઓની કબરને મજાર કહેવાય છે. 

    એ પણ નોંધવું જોઈએ કે પાકિસ્તાનમાં ઇશનિંદાના કાયદાના સખત વિરોધી નેતા સલમાન તાસીરની હત્યા કરી નાંખનાર મુમતાઝ કાદરીના નામે એક દરગાહ આવેલી છે. કાદરીએ 2011માં તાસીરની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી અને હવે તેના અનુયાયીઓ તેણે પયગમ્બર મોહમ્મદ પાસેનું સ્થાન મેળવી લીધું હોવાનું માનીને તેની મજારે જવાનું શરૂ કરી દીધું હતું. તે પહેલાં પણ ભારતમાં રંગીલા રસૂલના પ્રકાશક મહાશય રાજપાલની પયગમ્બર મોહમ્મદ પર એક વ્યંગપૂર્ણ લેખ બદલ હત્યા કરી નાંખવામાં આવી હતી. તેના હત્યારા ઈલ્મ ઉદ્દીનના નામે પણ લાહોરમાં એક મજાર/દરગાહ આવેલી છે.

    કિશન ભરવાડ એક વિસ્મૃતિ બનીને રહી ગયો અને ન્યૂઝ સાયકલ આગળ ચાલતી ગઈ. કોર્ટે જ્ઞાનવાપીના સરવે અને વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો અને ત્યાં વિવાદિત માળખામાંથી એક શિવલિંગ મળી આવ્યું. એ જ શિવલિંગ જેની બરાબર સામે નવા કાશી વિશ્વનાથ મંદિરમાં નંદીજીની પ્રતિમા સ્થાપિત છે. વિવાદિત માળખું જ્ઞાનવાપી મસ્જિદ તરીકે પણ ઓળખાય છે અને આ શિવલિંગ તેના વજૂખાનામાંથી જ મળી આવ્યું હતું. વજૂખાનું એટલે એવી જગ્યા જ્યાં નમાઝ પહેલાં લોકો તેમના હાથ-પગ ધૂએ છે.

    વાસ્તવમાં જ્યારે મુઘલો કે અન્ય ઇસ્લામિક આક્રાંતાઓએ આપણા મંદિરો તોડ્યાં હતાં તો તેને સંપૂર્ણપણે નષ્ટ કર્યાં ન હતાં. હિંદુઓને તેને ફરી-ફરી યાદ કરાવવા માટે અને અપમાનિત કરવા માટે અમુક અંશો યથાસ્થિતિ રહેવા દેવામાં આવ્યા હતા. 

    અને એવું પણ માનવાની જરૂર નથી કે ‘સર તન સે જુદા’ કરનારા, ફિદાયીન હુમલા કરનારા, પ્લેન વડે બૉમ્બ બ્લાસ્ટ કરનારા કે પછી મોટા ટાવર તોડી પાડનારા જ જેહાદીઓ છે. ઘણા ‘ડિજિટલ જેહાદીઓ’ પણ છે જેઓ જમીન પર આ પ્રકારનાં કૃત્ય કરી શકે તેવા લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. 

    જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર વિશેની એક ટીવી ડિબેટમાં ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ પયગમ્બર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી અને એ પણ એ જ કહ્યું હતું જે તેમના મજહબી પુસ્તકોમાં લખવામાં આવ્યું છે. પછી તેમને ટાર્ગેટ કરવામાં આવ્યાં અને થોડા જ દિવસો પછી દેશના વિવિધ ભાગોમાં રમખાણો થયાં. કેટલાય લોકોની તો માત્ર નૂપુર શર્માના સમર્થન બદલ હત્યા કરી નાંખવામાં આવી.

    આજદિન સુધી એક પણ મૌલાનાએ કે ‘ફેક્ટચેકરે’ કે પછી મૌલાનાના વેશમાં ફરતા ફેક્ટચેકરોએ નૂપુરના કથનનું ફેક્ટચેક કર્યું નથી. તેમાંથી એકપણે નૂપુરના દાવાનું ખંડન કર્યું નથી કે તેમનાં પુસ્તકોને ટાંકીને એમ પણ સાબિત કરી શક્યા નથી કે જો નૂપુર ખોટાં છે તો કઈ રીતે ખોટાં છે અને કઈ રીતે તેમણે ‘ઇશનિંદા’ કરી છે. પણ સાત મહિના વીતી ગયા હોવા છતાં હજુ પણ નૂપુર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.

    આ ભય હવે વર્ષો સુધી તેમની સાથે રહેશે. કારણ કે આપણે જોઈ ચૂક્યા છીએ કે કઈ રીતે એક પુસ્તક લખવા બદલ લેખક સલમાન રશ્દીના માથે ઇનામ ઘોષિત થયાના 30 વર્ષ બાદ ન્યૂયોર્કમાં તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. સલમાન રશ્દીએ ‘ધ સેટેનિક વર્સીઝ’ નામનું એક પુસ્તક લખ્યું હતું, જેમાં કહેવાય છે કે તેમણે ઇસ્લામિક ગ્રંથો વિશે કટાક્ષ કર્યો હતો. 

    80ના દાયકામાં સલમાન રશ્દીએ આ પુસ્તક પ્રકાશિત કર્યું ત્યારથી જ તેમની સામે ફતવા જારી થવાના શરૂ થઇ ગયા હતા. રાજીવ ગાંધીની સરકાર હેઠળ આ પુસ્તક પર પ્રતિબંધ લગાવનાર ભારત પહેલો દેશ હતો. 

    પુસ્તક પ્રકાશિત થયા બાદ મુસ્લિમોએ તેને ‘ઇશનિંદા’ તરીકે ખપાવી કાઢ્યું અને ત્યારથી પોતાની વિરુદ્ધ ફતવા જારી થયા હોવાના કારણે સલમાન રશ્દીના જીવ પર જોખમ તોળાતું રહ્યું હતું. ગત 12 ઓગસ્ટના રોજ તેઓ ન્યૂયોર્કમાં એક લેક્ચર આપવાના હતા તે અગાઉ જ હાદી મતાર નામના એક શખ્સે તેમની ઉપર હુમલો કરી દીધો. તે ઈરાની નેતાઓથી પ્રભાવિત હતો અને એ ઇરાનના અયોતુલ્લાહ ખુમૈની જ હતા જેમણે રશ્દી સામે ફતવો જારી કરીને તેમની ઉપર ઇનામ ઘોષિત કર્યું હતું. 

    આ ફતવો જારી થયાના ત્રણ દાયકા પછી રશ્દી ઉપર જાહેરમાં હુમલો કરી દેવામાં આવ્યો અને હવે તેઓ એક આંખ ગુમાવી ચૂક્યા છે અને તેમનો એક હાથ કામ કરતો બંધ થઇ ગયો છે

    આ ‘સર તન સે જુદા’ની વિચારધારા ધરાવતા કટ્ટરપંથીઓનો ડર એટલો છે કે જે મુસ્લિમો જેઓ પોતાને ‘નાસ્તિક’ ગણાવે છે કે પછી ‘લિબરલ’ ગણાવીને તમામ ધર્મો-પંથોને આદર આપવાની વાતો કરે છે તેઓ પણ આ પ્રકારના હુમલાઓ અને ઇશનિંદાના નામે થતી હત્યાઓ વિરુદ્ધ બોલવામાં ખચકાય છે. એ જ કારણ છે કે કોઈ મુસ્લિમ હસ્તી આ પ્રકારની હત્યાઓ વિશે બોલતી નથી. 

    હજુ સુધી એક પણ વ્યક્તિએ કહ્યું નથી કે ‘ગુસ્તાખ-એ-રસૂલ’ની સજા મૃત્યુ ક્યારેય હોય શકે નહીં. જેના કારણે આ નારો હવે જાણે સામાન્ય અને સ્વીકૃત બની ગયો છે. ‘સર તન સે જુદા’નો નારો (આખો નારો આવો છે- ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા) સીધી અને શાબ્દિક રીતે ‘ઇશનિંદા’ કરનાર વ્યક્તિની હત્યા માટે ઉશ્કેરણીજનક છે. એવું થઇ ગયું છે કે જો તમે કંઈક એવું કહો કે જે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તો ઇસ્લામિક કાયદો માથું ધડથી અલગ કરી નાંખવાની પરવાનગી આપે છે. 

    ઉપરાંત, જો તમે કોઈ ઇસ્લામવાદીને પૂછશો તો તેઓ પણ એવું જ કહેશે કે કુરાન તેમના માટે બંધારણથી પણ ઉપર છે. 2008ના અમદાવાદ બ્લાસ્ટના ગુનેગાર સફદર નાગોરીએ પણ એવું જ કહ્યું હતું કે, તેના માટે બંધારણનું કોઈ મહત્વ નથી અને કુરાન જ તેના માટે સર્વોપરિ છે. મધ્ય પ્રદેશનો 54 વર્ષીય નાગોરી પ્રતિબંધિત ઇસ્લામિક આતંકી સંગઠન SIMI સાથે જોડાયો હતો અને 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો. 

    SIMI પ્રતિબંધિત થયા પછી અમુક સભ્યોએ PFI અને SIO જેવાં સંગઠનો શરૂ કર્યાં અને તેઓ પણ હિંદુઓ વિરુદ્ધ ઝેર ફેલાવવામાં અને તેમનાં સર કલમ કરવાની માંગણી કરવામાં સતત અગ્રેસર રહ્યાં. 

    જ્યારે વિવાદિત માળખા જ્ઞાનવાપીના વજૂખાનામાંથી મળી આવેલ શિવલિંગને ‘ફુવારો’ ગણાવીને તેની ઉપર જોક્સ બનાવવામાં આવ્યા ત્યારે ઘણા હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી હતી, ત્યારે ઘણા હિંદુ જ તેમની ઉપર ‘અતિ સંવેદનશીલ’ હોવાના આરોપ લગાવીને તેમને નીચા દેખાડતા હતા. 

    ‘અમારી આસ્થા એટલી નબળી નથી કે કોઈ મજાક પણ ન કરી શકે’ તેમ કહીને તેઓ એમ કહેવા માંગતા હતા કે વિવાદિત માળખામાં વજૂખાનામાં જ્યાં લોકો નમાઝ પહેલાં હાથ-પગ ધોતા હતા ત્યાંથી શિવલિંગ મળી આવે તો તેમાં હિંદુઓએ નારાજ થવું જોઈએ નહીં. આ જ લોકો બીજી તરફ રમખાણો માટે નૂપુરને દોષી ઠેરવતા હોય છે.

    પરિસ્થિતિ દરેક માટે સમાન હોવી જોઈએ. માત્ર એટલા માટે કે હિંદુઓ સ્ટ્રીટ પાવરનો ઉપયોગ નથી કરતા કે રમખાણો નથી ભડકાવતા કે પછી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર કોઈના સર કલમ કરવા માટે નારાઓ નથી બોલાવતા, તેમણે અન્યોની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવાનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બીજો પક્ષ બરાબર જાણે છે કે શિકાર કઈ રીતે થાય અને ઉમ્માહના જોરે કઈ રીતે છટકી જવાય છે. 

    તેઓ કદાચ આ બાબતની ‘નિંદા’ કરશે પરંતુ સ્પષ્ટ શબ્દોમાં એમ ક્યારેય નહીં કહે કે ‘ગુસ્તાખ-એ-રસૂલ’ની સજા ‘સર તન સે જુદા’ હોવી ન જોઈએ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં