Wednesday, May 15, 2024
More
    હોમપેજરાજકારણપાટણમાં રાહુલ ગાંધીની સભા પહેલાં રાજપૂત સમાજનો વિરોધ: કાળા વાવટા ફરકાવીને કર્યું...

    પાટણમાં રાહુલ ગાંધીની સભા પહેલાં રાજપૂત સમાજનો વિરોધ: કાળા વાવટા ફરકાવીને કર્યું પ્રદર્શન, કોંગ્રેસના યુવરાજે ‘રાજા-મહારાજાઓ’ પર આપ્યું હતું વિવાદિત નિવેદન

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે સભાને સંબોધિત કરવા આવ્યા છે. તે સાથે જ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટી.બી ત્રણ રસ્તા પર કાળા વાવટા ફરકાવીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે. આ દરમિયાન રાજપૂત સમાજના આગેવાનો 'જય ભવાની' અને 'જય શિવાજી'ના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘રાજા-મહારાજાઓ’ પર વિવાદિત નિવેદન આપીને બરાબરના ફસાયા છે. ગુજરાતના રાજપૂત સમાજમાં રાહુલ ગાંધીનો વિરોધ જોવા મળી રહ્યો છે. 29 એપ્રિલે રાહુલ ગાંધીએ પાટણમાં જાહેર સભાને સંબોધિત કરી છે. રાજપૂત સમાજનું વિરોધનું વંટોળ અહીં સુધી પણ પહોંચી ગયું છે. અનેક રાજપૂતો હાથમાં કાળા વાવટા લઈને વિરોધ માટે પાટણ પહોંચ્યા હતા. પાટણના રાજપૂત સમાજના અગ્રણીઓએ રાહુલ ગાંધીની સભા પહેલાં કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો છે. સભાસ્થળ પર ક્ષત્રિયોના વિરોધ પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાજપૂત સમાજનો વિરોધ જોતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

    રાહુલ ગાંધીએ ‘રાજા-મહારાજાઓ’ પર કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજના તેમનો વિરોધ થઈ રહ્યો છે. સોમવારે (29 એપ્રિલ, 2024) રાહુલ ગાંધી પાટણમાં આવ્યા છે અને સભાને સંબોધિત કરી છે. પરંતુ તેમના આગમન પહેલાં જ અહીં પાટણના રાજપૂત સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાળા વાવટા ફરકાવીને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સભા પહેલાં જ પોલીસે 12 આગેવાનોની અટકાયત કરી લીધી હતી. રાજપૂત સમાજનો વિરોધ તીવ્ર બને તે પહેલાં જ કોંગ્રેસે પોલીસ પ્રશાસનનો સહારો લેવો પડ્યો હતો.

    પાટલ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે સભાને સંબોધિત કરવા આવ્યા છે. તે સાથે જ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટી.બી ત્રણ રસ્તા પર કાળા વાવટા ફરકાવીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે. આ દરમિયાન રાજપૂત સમાજના આગેવાનો ‘જય ભવાની’ અને ‘જય શિવાજી’ના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા.

    - Advertisement -

    બારડોલીમાં રાજપૂત સમાજના સંમેલનમાં પણ રાહુલના નિવેદન પર નારાજગી

    સુરતના બારડોલીમાં ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું હતું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ વિરુદ્ધના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે, રાહુલ ગાંધીનો આ વાણીવિલાસ ચલાવી નહીં લેવાય. આ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આવનારી બેઠકમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ ચર્ચા કરવા વિશેની વાત કહી હતી.

    નોંધનીય છે કે, તે પહેલાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પણ રાહુલ ગાંધીના આવા નિવેદનને વખોડી કાઢ્યું હતું. તેમણે કહ્યું કે, “મને રાહુલ ગાંધી પર દયા આવે છે. જેના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, જેના પિતા પણ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. તે આવું નિવેદન આપે? રાહુલ ગાંધીના દાદીએ જે-તે સમયે રાજાઓ પાસેથી જમીન પણ છીનવી લીધી હતી. આ સાથે તેમણે કહ્યું કે, મને તો ખરેખર રાહુલ ગાંધી પર દયા આવે છે. તે વ્યક્તિએ આખી કોંગ્રેસનો સત્યાનાશ કરી નાખ્યો છે. માતાજી તેમને સદબુદ્ધિ આપે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં