Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમરાવતી ઉમેશ કોલ્હે હત્યાકાંડ: 16 વર્ષની મિત્રતા, અનેક આર્થિક મદદ અને આંધળા...

    અમરાવતી ઉમેશ કોલ્હે હત્યાકાંડ: 16 વર્ષની મિત્રતા, અનેક આર્થિક મદદ અને આંધળા વિશ્વાસના બદલે મળ્યું ગળામાં ખંજર, વિશ્વાસઘાત અને ક્રૂર હત્યા પર લોકોનો આક્રોશ

    અમરાવતી ઉમેશ કોલ્હે હત્યાકાંડ બાદ આખા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા જોવા મળી રહ્યા છે

    - Advertisement -

    અમરાવતી ઉમેશ કોલ્હે હત્યાકાંડ બાદ આખા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા જોવા મળી રહ્યા છે, ઉદયપુર કન્હૈયાલાલની ગળું કાપીને કરાયેલી ક્રૂર હત્યા બાદ અમરાવતીના રહેવાસી ઉમેશ કોલ્હેની હત્યાનું સાચું કારણ સામે આવતા લોકોનો રોષ બેવડાયો છે, એક દવાની દુકાન ચલાવતા સામાન્ય પરિવારના ઉમેશને તેમનાજ 16 વર્ષ જુના મિત્ર યુસુફ ખાને ધાર્મિક કટ્ટરતા દાખવી હત્યા કરાવી. વાંચો અમરાવતી ઉમેશ કોલ્હે હત્યાકાંડ મિત્રતામાં વિશ્વાસઘાત અને ધાર્મિક કટ્ટરતા પર લોકોની પ્રતિક્રિયાઓ

    ભાજપ નેતા પ્રીતિ ગાંધીએ પોતાના ટ્વીટર પર આજતકનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેઓ લખે છે કે ” ઉમેશ કોલ્હેએ યુસુફ ખાનના બાળકને શાળામાં પ્રવેશ મેળવવા અને પછી તેની બહેનના લગ્ન માટે આર્થિક મદદ કરી. પછી એ જ યુસુફ ખાને સૌપ્રથમ ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યાનું આયોજન કર્યું અને પછી મગરના આંસુ વહાવવા માટે તેની અંતિમયાત્રામાં પણ હાજરી આપી.”

    પ્રીતિ ગાંધીની આ પોસ્ટ પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી,

    - Advertisement -

    એક યુઝર પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખે છે કે “આ ખુબજ દુઃખદાયક છે, ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. કાશ્મીરી હિંદુઓએ સમાન ઘટનાનો સામનો કર્યાને બહુ લાંબો સમય નથી થયો અને હજુ સુધી કશું કરવામાં આવ્યું નથી. અને આ ફરીથી થઈ રહ્યું છે, ફરક માત્ર એટલો છે કે તે હવે બાકીના ભારતમાં ફેલાઈ ગયો છે. આને કોણ અને કેવી રીતે રોકશે?

    અન્ય એક યુઝર મિત્રતામાં વિશ્વાસઘાતની આ ઘટનાપર બળાપો કાઢતા લખે છે કે ” જે વર્ષોથી મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જયારે મળતા હતા મારી લાંબી ઉમરની પ્રાર્થના કરતા હતા”

    પ્રીતિ ગાંધીના આ ટ્વીટ પર અન્ય એક યુઝર ખુબજ ઓછા શબ્દોમાં ઊંડા ભાવાર્થ સાથે લખે છે કે “આવો વિશ્વાસઘાત કરનાર હંમેશા મિત્ર, પાડોશી કે પછી સહકર્મીજ હોય છે”

    અન્ય એક યુઝર યુસુફ ખાનના મિત્રતામાં વિશ્વાસઘાત પર લખે છે કે ” સાપ પાળો, વિછી પાળો, ચિત્તા અને સિંહ પણ પાળો, પણ ગદ્દાર ને ક્યારેય ન પાળો જે દગાથી તમારી હત્યા કરીદે”

    ઉમેશ કોલ્હે સાથે મિત્રતામાં યુસુફખાને કરેલા દગા પર અન્ય એક યુઝર લખે છે કે “ધાર્મિક કટ્ટરતા માનવતા અને મિત્રતાથી પણ ઉપર રાખી? શરમજનક છે “

    યુસુફ ખાનની મુસ્લિમ કટ્ટરતા ઉપર એક યુઝર લખે છે કે ” તેમની 7મી સદીના અરબી પીડોફાઈલે તેમને તેમની માનવતા શીખવી હતી જે યુસુફ ખાને દર્શાવી છે”

    અત્રે ઉલ્લેખનીય છે કે જે ઉમેશ કોલ્હેએ યુસુફ ખાનના બાળકને શાળામાં પ્રવેશ મેળવવા અને પછી તેની બહેનના લગ્ન માટે આર્થિક મદદ કરી હતી, જે ઉમેશ યુસુફને પોતાનો મિત્ર માનતો હતો, પોતાના ઘર અને પરિવારમાં પણ યુસુફને સ્નેહી તરીકે ભેળવ્યો હતો તેજ યુસુફ ખાને ઉમેશ કોલ્હાની હત્યા કરવા માટે કાવતરું ઘડયું, અને ધાર્મિક કટ્ટરતા દાખવીને પોતાના ઉપર કરેલા અહેસાનો ભૂલીને નિર્દોષ ઉમેશની ક્રૂર રીતે હત્યા કરવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં