Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણ'કોંગ્રેસ અને સપાને 5 વર્ષની રજા પર મોકલો, જેથી તેઓ માફિયાઓની કબરો...

    ‘કોંગ્રેસ અને સપાને 5 વર્ષની રજા પર મોકલો, જેથી તેઓ માફિયાઓની કબરો પર ફાતિહા પઢી શકે’- યુપી CM યોગી આદિત્યનાથ: કહ્યું- શ્રીરામ-કૃષ્ણ પર સવાલ ઉઠાવનારાઓને મત માટે તરસાવો

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, "કોંગ્રેસ હોય, સપા હોય કે પછી બસપા હોય. આ તમામ લોકો માફિયાની (મુખ્તાર અન્સારી) કબર પર જઈને ફાતિહા પઢી રહ્યા છે. તે લોકોને કહી દો કે, વોટ કમળના નિશાનને જ જશે, તમને લોકોને 5 વર્ષની રજા આપી રહ્યા છીએ, જાઓ ખૂબ ફાતિહા પઢો."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના બ્યૂગલો ફૂંકાઈ ગયા છે. દરેક નેતાઓ ચૂંટણી પ્રચારની રેલીઓ અને અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ ચૂંટણી અભિયાનમાં જોડાઈ ગયા છે. તે જ અનુક્રમે યુપીના CM યોગી આદિત્યનાથ પણ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. તેમણે આગ્રામાં જનસભાને સંબોધિત કરતાં સમયે કોંગ્રેસ, સપા અને બસપા પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે મતદાતાઓને અપીલ કરી છે કે, કોંગ્રેસ અને સપાને 5 વર્ષની રજા પર મોકલી દો, જેથી તે લોકો માફિયાઓની કબરો પર ફાતિહા પઢી શકે. સાથે તેમણે શ્રીરામ અને ભગવાન કૃષ્ણ પર સવાલ ઉઠાવનારાઓને માફ ન કરવા પણ હાકલ કરી હતી.

    સોમવારે (22 એપ્રિલ) આગ્રા ખાતે યુપી CM યોગી આદિત્યનાથ જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સંબોધન દરમિયાન માફિયા મુખ્તાર અન્સારીનું નામ લીધા વગર જ તેની કબર પર ફાતિહા પઢવાને લઈને અખિલેશ યાદવ, સપા, કોંગ્રેસ અને બસપા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મતદાતાને સંબોધતા કહ્યું કે, “તમારું દાયિત્વ બને છે કે, જો તમે વિરાસતનું સન્માન કરો છો, તો જે લોકોએ પ્રભુ શ્રીરામ અને કૃષ્ણ પર સવાલો ઉઠાવ્યા હતા, તે લોકોને વોટ માટે તરસાવી દો, તેમને એકપણ મત મળશે નહીં.”

    તેમણે વધુમાં કહ્યું કે, “જેમણે વિકાસની યોજનાઓ અને ગંગાજળ માટે તમને તરસાવ્યા. તેમને મત માટે તરસાવો. કહી દો, તમને વોટ નહીં મળે. કારણ કે, જ્યારે તમને તક મળી હતી. ત્યારે તો તમે કઈ કર્યું નહીં.” તેમણે વિપક્ષી દળોને ટાર્ગેટ કરતાં કહ્યું કે, “જ્યારે તેમને મોકો મળ્યો હતો, ત્યારે તો તે લોકો માફિયા અને અપરાધીઓને પોતાનો ગળાનો હાર બનાવીને પ્રદેશના વેપારી અને દીકરીઓની સુરક્ષામાં ચૂક કરી રહ્યા હતા.”

    - Advertisement -

    ‘માફિયાઓની કબર પર જઈને ફાતિહા પઢે’

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, “કોંગ્રેસ હોય, સપા હોય કે પછી બસપા હોય. આ તમામ લોકો માફિયાની (મુખ્તાર અન્સારી) કબર પર જઈને ફાતિહા પઢી રહ્યા છે. તે લોકોને કહી દો કે, વોટ કમળના નિશાનને જ જશે, તમને લોકોને 5 વર્ષની રજા આપી રહ્યા છીએ, જાઓ ખૂબ ફાતિહા પઢો.” તેમણે યોગી સરકાર વિશે વાત કરતાં કહ્યું કે, “એક તરફ રામલલાના દર્શન પણ કરાવી રહ્યા છીએ અને બીજી તરફ માફિયાઓના ‘રામ નામ સત્ય’ પણ કરાવી રહ્યા છીએ. બંને કામ એકસાથે ચાલી રહ્યા છે. દેશને કમજોર કરનારાઓથી સાવધાન રહો.”

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન સાથે સરખામણી કરતાં કહ્યું કે, 1947ની વસ્તીની તુલનામાં મોટું ભૌગોલિક ક્ષેત્ર હોવા છતાં, પાકિસ્તાનમાં લાખો લોકો ખાદ્ય અસુરક્ષાથી પીડિત છે. જ્યારે ભારત 80 કરોડ નાગરિકોને ફ્રી રાશન આપી રહ્યું છે. આ સાથે જ તેમણે સપા, બસપા અને કોંગ્રેસ પર પ્રહાર કરીને ગરીબોના હક્ક છીનવી લેનારા પણ કહ્યા હતા. ઉપરાંત રાજ્યના વિકાસને લઈને પણ વાતો કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં