કોંગ્રેસે ભાજપ પર જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો શેર કરવાનો આરોપ લગાવ્યો છે. તેના જવાબમાં ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને પાકિસ્તાન અને ચીન દ્વારા જમ્મુ-કાશ્મીરના એક ભાગ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું કે આ પંડિત જવાહરલાલ નેહરૂના કુકર્મોનું પરિણામ છે.
વાસ્તવમાં કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો અપલોડ કર્યો. તેમાં તેણે દાવો કર્યો હતો કે ભાજપે તેના એનિમેશન વીડિયોમાં જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો બતાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે તેણે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભાજપે આ વીડિયો એડિટ કર્યો હતો. કોંગ્રેસે આ ભૂલ માટે ભાજપ પાસે માફી માંગવાની માંગ કરી છે.
ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું દેશના પ્રથમ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા પંડિત નેહરૂ સહિત મનમોહન સિંઘ પર આરોપ લગાવ્યો હતો. પંડિત નેહરૂની મૂંઝવણભરી વિદેશ નીતિના પરિણામે કાશ્મીરના ભાગો ગુમાવ્યા હોવાનું ભાજપે કહ્યું. નેહરૂએ રાષ્ટ્રીય હિત કરતાં પોતાની છબીને પ્રાથમિકતા આપી.
Pakistan has been in illegal and forcible occupation of approximately 78,000 sq kms of Indian territory in Jammu and Kashmir. China continues to be in illegal occupation of approximately 38,000 sq kms in the Indian UT of Jammu and Kashmir. In addition, under the so-called… https://t.co/EN5ixFEVP2
— BJP (@BJP4India) July 15, 2023
ભાજપે તેની કાશ્મીર નીતિને લઈ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું, “પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 78,000 ચોરસ કિલોમીટરના ભારતીય વિસ્તાર પર ગેરકાયદેસર અને બળજબરીપૂર્વક કબજો કરી રહ્યું છે. ચીને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 38,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો છે. વધુમાં, 1963ના કહેવાતા ‘ચીન-પાકિસ્તાન સીમા કરાર’ હેઠળ, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)માં 5,180 ચોરસ કિલોમીટરનો ભારતીય વિસ્તાર ચીનને સોંપ્યો હતો.”
બીજેપીએ વધુમાં કહ્યું કે, “ભારતે 2014થી એક ઈંચ પણ જમીન ગુમાવી નથી. જો આમ હોય તો પણ ભારતે પહેલીવાર સરહદ પર કોઈ આક્રમકતાનો આટલી ઉગ્રતાથી જવાબ આપ્યો છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી.”
પંડિત નેહરૂ પર પ્રહાર કરતા ભાજપે કહ્યું, “જ્યારે આપણી પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કરવાની વાત આવે ત્યારે કોંગ્રેસે જવાહરલાલ નેહરૂના દુષ્કૃત્યોને સ્વીકારીને શરૂઆત કરવી જોઈએ. નેહરૂથી માંડીને મનમોહન સિંઘ સુધીના કૉંગ્રેસના કુકર્મોની દેશ આજે પણ ગંભીર કિંમત ચૂકવી રહ્યો છે.”