Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણ'અમારા ઉમેદવારોને કોંગ્રેસ ધમકાવી-ખરીદી રહી છે': AIMIM અધ્યક્ષ ઓવૈસીએ કોંગ્રેસને ચેલેન્જ આપી...

    ‘અમારા ઉમેદવારોને કોંગ્રેસ ધમકાવી-ખરીદી રહી છે’: AIMIM અધ્યક્ષ ઓવૈસીએ કોંગ્રેસને ચેલેન્જ આપી કે ‘બાકીની બેઠકો પર ભાજપને હરાવી બતાવો’

    AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શાહનવાઝ ખાનના કોંગ્રેસમાં જોડાવા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "મેં શાહનવાઝ ખાન માટે રેલી પણ કરી હતી. વોટ માંગવા પર કોંગ્રેસે 20 લાખમાં તેમનો અંતરાત્મા ખરીદ્યો. કોંગ્રેસ પણ આવું જ કરે છે. તેથી જ તે ભાજપને હરાવી શકી નથી."

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માથઈ આવીને ઉભી છે અને હવે દરેક પક્ષ પોતાની પુરી તાકાતથી પ્રચારમાં લાગી ગયા છે. મતદાન થાય અને પરિણામ આવે એ પહેલા પણ અમુક બેઠકો પર હાર જીત હમણાંથી નક્કી થઇ રહી છે. આવા જ એક કિસ્સામાં AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવ્યો કે તેમણે તેમના બાપુનગરના ઉમેદવારને 20 લાખમાં ખરીદી લઈને તેમનું ઉમેદવારી પાછી ખેંચાવી લીધી છે.

    રવિવાર, 20 નવેમ્બરના રોજ અમદાવાદમાં AIMIM અધ્યક્ષ ઓવૈસીની જાહેરસભા યોજાઈ હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર ભરપૂર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ બાપુનગર વિધાનસભા બેઠક પરથી તેમની પાર્ટીના ઉમેદવાર શાહનવાઝ ખાને કોંગ્રેસમાં પક્ષપલટો કર્યા બાદ હંગામો મચાવ્યો હતો.

    AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શાહનવાઝ ખાનના કોંગ્રેસમાં જોડાવા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “મેં શાહનવાઝ ખાન માટે રેલી પણ કરી હતી. વોટ માંગવા પર કોંગ્રેસે 20 લાખમાં તેમનો અંતરાત્મા ખરીદ્યો. કોંગ્રેસ પણ આવું જ કરે છે. તેથી જ તે ભાજપને હરાવી શકી નથી.”

    - Advertisement -

    ઓવૈસીએ વધુમાં દાવો કર્યો કે કોંગ્રેસ તેમની પાર્ટીના વડગામના ઉમેદવારને પણ ધમકી આપી રહી છે. તેમણે કોંગ્રેસને 169 બેઠકો પર ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો જ્યાં AIMIM ચૂંટણી લડી રહી નથી.

    અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસને ટાંકીને કહ્યું, “છેલ્લા 27 વર્ષમાં તમે ભાજપ સાથે ગઠબંધન કરીને સફળતા મેળવી છે. કોંગ્રેસ અને ભાજપ AIMIMની નવી શરૂઆતથી નાખુશ છે. વડગામમાં અમારા ઉમેદવારને ધમકી આપવામાં આવી રહી છે. લોકો તેના ઘરે જાય છે. અમે એક દલિતને ચૂંટ્યા છે, વડગામમાં ઉમેદવાર ઉભા કર્યા છે. તેમને કોણ ધમકાવી રહ્યું છે? કોંગ્રેસ પાર્ટી. તેઓ કેમ આટલા ડરે છે? આ લોકશાહી છે, ચાલો આપણે ચૂંટણી લડીએ. અમે 14 બેઠકો પર ચૂંટણી લડીએ છીએ, તમે એક (ઉમેદવાર) ખરીદ્યો. તો હવે 13 (ઉમેદવાર) બાકી છે. ભાજપને 169 બેઠકો પર હરાવીને સરકાર બનાવો.”

    AIMIMના બાપુનગરના ઉમેદવાર શાહનવાઝ ખાને ઉમેદવારી પાછી ખેંચી

    નોંધનીય છે કે રવિવાર, 20 નવેમ્બરના બાપુનગર બેઠક પરના AIMIMના ઉમેદવાર શાહનવાઝ ખાને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. શાહનવાઝ ખાને તેમના સમર્થકો સાથે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય ખાતે કોંગ્રેસનો ગણવેશ પહેરીને તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા.

    જે બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AIMIMના કુલ ઉમેદવારોની સંખ્યા 14માંથી ઘટીને 13 થઇ ગઈ હતી.

    AIMIMના દાણીલીમડાના ઉમેદવારને છાતીમાં દુખતા SVPમાં દાખલ

    અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે AIMIMના દાણીલીમડાના ઉમેદવાર કૌશિકા પરમારને આજે સવારે અચાનક છાતીમાં દુખાવો શરુ થતા તેમને અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

    હવે એકબાજુ જયારે કોંગ્રેસ દ્વારા લોભ લાલચ દ્વારા બાપુનગરના AIMIM ઉમેદવારની ઉમેદવારી પાછી ખેંચાવડાવાઈ અને વડગામના ઉમેદવારને જેમ ધમકીઓ મળી રહી છે, ત્યાં સ્થાનિક સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે કે કૌશિકા પરમારને પણ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કરવામાં આવ્યું હોઈ શકે છે.

    નોંધનીય છે કે આ એ જ વિસ્તાર છે જ્યાં થોડા સમય પહેલા ઓવૈસીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ભીડ ભેગી ન થતા તે છેલ્લી ઘડીએ રદ્દ કરવી પડી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં