Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતઆમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ, વન વિભાગના કર્મચારીઓને...

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ, વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ

    ચૈતર વસાવા કાયમ વિવાદમાં રહેતા હોય છે. થોડા સમય પહેલાં તેમણે કહ્યું હતું કે ખ્રિસ્તી સમુદાય પર જે ધર્માંતરણના આરોપ લગાવવામાં આવે છે તે સદંતર ખોટા અને પાયાવિહોણા છે. આ જ ભાષણમાં તેમણે નર્મદાના સેલંબામાં બનેલી ઘટના મામલે દોષનો ટોપલો ફરી એક વખત હિંદુઓ પર ઢોળ્યો હતો.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે નર્મદા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ગુનો ફોરેસ્ટ વિભાગની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવ્યો હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. 

    ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદમાં તેમની ઉપર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ મથકે આ મામલે રજૂઆત કરતી અરજી દાખલ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    આ મામલો વન વિસ્તારની જમીનના ખેડાણ મામલેનો હોવાનું કહેવાય છે. અમુક સ્થાનિકો આ મામલે ધારાસભ્યને રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યારબાદ તેમણે વન વિભાગના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી અને આરોપ છે કે તેમને ધમકી આપી હતી. 

    - Advertisement -

    વિવાદોમાં રહેતા હોય છે AAP નેતા

    ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા કાયમ વિવાદમાં રહેતા હોય છે. થોડા સમય પહેલાં તેમણે એક ખ્રિસ્તી સમુદાયના કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ખ્રિસ્તી સમુદાય પર જે ધર્માંતરણના આરોપ લગાવવામાં આવે છે તે સદંતર ખોટા અને પાયાવિહોણા છે અને બંધારણ અનુસાર સૌને પસંદગીનો ધર્મ પાળવાનો અધિકાર છે. 

    આ ઉપરાંત, આ જ ભાષણમાં તેમણે નર્મદાના સેલંબામાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દોષનો ટોપલો ફરી એક વખત હિંદુઓ પર ઢોળ્યો હતો. વસાવાએ દાવો કર્યો હતો કે હિંદુ સંગઠનોએ પરવાનગી વગર રેલી કાઢી હતી અને રમખાણો કર્યાં હતાં. નોંધવું જોઈએ કે તે પહેલાં પણ તેમણે સેલંબામાં જ્યારે હિંદુયાત્રા પર પથ્થરમારો થયો તો હિંદુઓને જ જવાબદાર ઠેરવવાના પ્રયાસ કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે ધર્મરક્ષા માટે નહીં પરંતુ મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે જ રેલી કાઢી હતી. 

    નર્મદાના સેલંબામાં 29 સપ્ટેમ્બરના રોજ આયોજિત બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા પર મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બાદ અમુક દુકાનો પણ સળગાવી દેવામાં આવી હતી. જોકે, પછીથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં