Wednesday, May 15, 2024
More
    હોમપેજગુજરાતસેલંબામાં હુમલો થયો હિંદુઓની યાત્રા પર, પથ્થરો ખાધા હિંદુઓએ, પણ AAP ધારાસભ્ય...

    સેલંબામાં હુમલો થયો હિંદુઓની યાત્રા પર, પથ્થરો ખાધા હિંદુઓએ, પણ AAP ધારાસભ્ય અનુસાર વાંક પણ હિંદુઓનો જ: કહ્યું- ધર્મરક્ષા માટેની રેલી નહીં, મુસ્લિમોને ટાર્ગેટ કરવાનું કાવતરું

    આ પૂર્વનિયોજિત કાવતરું છે. આ કોઇ ધર્મરક્ષાની રેલી નથી, મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે: ચૈતર વસાવા

    - Advertisement -

    શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળ આયોજિત શૌર્ય જાગરણ યાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો. યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. હુમલો હિંદુઓની યાત્રા ઉપર થયો હતો, પરંતુ સ્થાનિક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના મતે આ માટે જો કોઈ જવાબદાર હોય તો હિંદુઓ પોતે જ છે! 

    ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીના નેતા છે. સેલંબામાં બજરંગ દળની યાત્રામાં સામેલ હિંદુઓ પર હુમલો થયા બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાંનો તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પોલીસ અધિકારી સાથે વાતચીત કરતી વખતે હિંદુઓ પર જ દોષનો ટોપલો ઢોળતા નજરે પડે છે અને કહે છે કે આખરે યાત્રાને પરવાનગી જ શા માટે આપવામાં આવી હતી! 

    વાયરલ વીડિયોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પોલીસ અધિકારી સાથે વાતચીત કરતા જોવા મળે છે. તેઓ કહે છે, “અમે હમણાં SDM સાહેબને પણ પૂછ્યું અને તેમણે પણ ટેલિફોનિક જાણકારી આપી કે (યાત્રા માટે) કોઇ પરવાનગી આપવામાં આવી નથી, તો તમે કઈ રીતે……” ત્યારબાદ અધિકારી તેમને સમજાવવાના પ્રયાસ કરે છે અને જણાવે છે કે પરવાનગી પણ લેવામાં આવી હતી અને આગલા દિવસે રાત્રે પોલીસે બંને પાર્ટીઓ સાથે બેઠક પણ કરી હતી. 

    - Advertisement -

    ત્યારબાદ આગળ AAP નેતા કહે છે, “આ લોકોએ જેવું મીડિયામાં નાખ્યું હતું તેવું સાંજે આઠ વાગ્યે મેં તમને ફોન કરીને ધ્યાન દોર્યું હતું કે આ લોકો ધમાલ કરશે, આ પૂર્વનિયોજિત કાવતરું છે. આ કોઇ ધર્મરક્ષાની રેલી નથી, મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે.” આગળ કહ્યું, “મેં એમ પણ કહ્યું હતું કે આ લોકોની મીટિંગ બોલાવીને કહો કે જો કોઈ કાંકરીચાળો થશે તેની જવાબદારી તેમની રહેશે.” 

    આ મામલે ઑપઇન્ડિયાએ AAP નેતા ચૈતર વસાવાનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે નર્મદાના સેલંબામાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કુઈદા ગામથી નીકળીને સેલંબા પહોંચવાની હતી. યાત્રા સેલંબામાંથી પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ટોળું શૌર્યયાત્રા પર પથ્થરો ફેંકતું જોવા મળે છે.

    યાત્રા પર હુમલો થતાં જ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હોવાનું કહેવાય છે. બીજી તરફ, તોફાન દરમિયાન એક-બે દુકાનોમાં આગ લગાડી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ વિસ્તારમાં શાંતિ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં