હોમપેજગુજરાતસભામાં પ્રશ્નો પૂછતી પ્રજા, ગેંગેંફેંફેં થતો ગોપાલ

સભામાં પ્રશ્નો પૂછતી પ્રજા, ગેંગેંફેંફેં થતો ગોપાલ

આમ આદમી પાર્ટીના સમર્થકો કાયમ ‘વિસાવદરવાળી’ કરવાની વાતો કરતા રહે છે. ગોપાલને ગુજરાતમાં એકલે હાથે ક્રાંતિ લાવનાર ગણાવી દેવા માટે આ લોકો એવું પણ ચલાવતા રહે છે કે ગુજરાતમાં મંત્રીમંડળ બદલાયું તેની પાછળ પણ વિસાવદરનાં પરિણામો જવાબદાર છે. જેમ ટ્રક પાછળ ભાઉં-ભાઉં કરતા જતા શ્વાનને લાગતું હોય કે ટ્રક તેના ભસવાના કારણે દોડી રહી છે એવી જ આ વાત થઈ!

- Advertisement -

અન્ય રાજ્યોની સરખામણી કરીએ તો ગુજરાતનું રાજકારણ ઘણુંખરું સ્વચ્છ અને પવિત્ર રહ્યું હતું પણ છેલ્લા એક દાયકામાં ન્યૂસન્સ ઉમેરાવાનું શરૂ થયું. આંદોલનો અને અરાજકતાના જોરે રાજકારણ ચમકાવવાનો એક યુગ શરૂ થયો એમાં અમુક અતિમહત્ત્વકાંક્ષી જુવાનિયાઓ સમાજોના ખભે ચડીને રાજકારણી બની ગયા. સમાજોને આની ખબર પડી ત્યાં સુધીમાં તો અમુક વિધાનસભા પહોંચી ગયા હતા. અમુક સોશિયલ મીડિયા પર ક્રાંતિની વાતો કરીને, ફાંકા ફોજદારી કરીને, દુનિયા જડમૂળમાંથી બદલી નાખવાની અલકમલકની વાતો કરીને અહીં સુધી પહોંચ્યા. અમુક ગૃહમંત્રી પર જૂતાં ફેંકીને પણ આવી ગયા છે એ આપણું સૌનું સામૂહિક દુર્ભાગ્ય ગણવું!

થોડા સમય પહેલાં વિસાવદરની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બની ગયેલા ગોપાલ ઈટાલિયાનો સમાવેશ આમાંથી ક્યાં કરવો એ સુજ્ઞ વાચક જાણે છે. ગોપાલનું રાજકારણ જોઈએ તો સમજાય છે કે તેમાં છીછરાપણું વધારે છે. ગૃહમંત્રી પર જૂતું ફેંકીને ચર્ચામાં આવેલો એક કોન્સ્ટેબલ પાટીદાર અનામત આંદોલન વખતે સોશિયલ મીડિયા પર જાણીતો બન્યો અને પછી રાજકારણમાં પ્રવેશ્યો. આમ આદમી પાર્ટીના આગમન સાથે રાજકારણ શરૂ કર્યું અને હવે એ જ પાર્ટીની ટિકિટ પર વિસાવદરથી ધારાસભ્ય છે.

વિસાવદરમાં ગોપાલની જીતને ગુજરાતના રાજકારણમાં એક ક્રાંતિકારી પરિવર્તનમાં ખપાવવા માટે ગુજરાતમાં આખી એક ઇકોસિસ્ટમ મજૂરીએ લાગી છે. તેમાં મેઇનસ્ટ્રીમ મીડિયામાં કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયા પછી યુટ્યુબ પર ચેનલો ખોલીને ‘આપ’નો પ્રચાર કર્યા કરતા અમુક સ્વઘોષિત પત્રકારો પણ આવી ગયા. આમ આદમી પાર્ટીના સમર્થકોનું તો હવે 24*7 એ જ કામ રહી ગયું છે.

- Advertisement -

આમ આદમી પાર્ટીના સમર્થકો કાયમ ‘વિસાવદરવાળી’ કરવાની વાતો કરતા રહે છે. ગોપાલને ગુજરાતમાં એકલે હાથે ક્રાંતિ લાવનાર ગણાવી દેવા માટે આ લોકો એવું પણ ચલાવતા રહે છે કે ગુજરાતમાં મંત્રીમંડળ બદલાયું તેની પાછળ પણ વિસાવદરનાં પરિણામો જવાબદાર છે. જેમ ટ્રક પાછળ ભાઉં-ભાઉં કરતા જતા શ્વાનને લાગતું હોય કે ટ્રક તેના ભસવાના કારણે દોડી રહી છે એવી જ આ વાત થઈ!

ગોપાલ આમ તો વિસાવદરનો ધારાસભ્ય છે પણ સભાઓ તેની આખા ગુજરાતમાં ચાલતી રહે છે. આવી સભાઓમાં ગોપાલ વિસાવદર જેવું હવે આખા ગુજરાતમાં કરવાની અને સત્તાના પાયા હલાવી નાખવાની વાત કરે છે. આ બધી વાતો વચ્ચે જ્યારે તેને સભામાંથી ઊભા થઈને કોઈ અઘરા પ્રશ્નો કરે એટલે પારો તરત નીચે આવી જાય છે અને ગેંગેંફેંફેં થઈ જાય છે. પછી જ્યારે જવાબ ન હોય ત્યારે ગોપાલ કાયમ તરકશમાંથી એક જ તીર કાઢીને ચલાવી દે છે. પછી આમ આદમી પાર્ટીના સમર્થકો અને યુટ્યુબરિયાઓ ચલાવે છે કે ગોપાલભાઈએ બહુ જોરદાર જવાબ આપ્યો! હકીકતે એણે જવાબ જ આપ્યો હોતો નથી.

હમણાં ગાંધીધામમાં એક સભામાં ગોપાલ ઈટાલિયાને સભામાંથી એક વ્યક્તિએ ઊભા થઈને અમુક પ્રશ્નો કર્યા. પ્રશ્નો એવા હતા કે ગોપાલ પોતે વિસાવદરનો ધારાસભ્ય છે પણ પોતાના મતવિસ્તારમાં કેટલા દિવસ રહ્યો અને આ દરમિયાન કેટલાં કામો કર્યાં.

ગોપાલ આનો સરળ જવાબ આપી શક્યો હોત, પણ તેણે ફરી એ જ કર્યું જે એ આવી પરિસ્થિતિમાં કાયમ કરે છે. અવળા રવાડે ચડી જવાનું. તેણે એવું કહેવાનું ચાલુ કર્યું કે આવા પ્રશ્નો 25 વર્ષથી સત્તામાં છે એ ભાજપ સરકારને કેમ કરવામાં આવતા નથી. વળી કહ્યું કે ગાંધીધામમાં સ્થાનિક પ્રશ્નો કેમ પૂછવામાં આવતા નથી અને વિસાવદરની વાતો કેમ થાય છે? ગોપાલે બીજી બધી વાતો કરી પણ પ્રશ્નોના જવાબ ન આપ્યા.

ગોપાલ સાથે આ પહેલી વખત થયું નથી. તેનાં લક્ષણો જોતાં અંતિમ વખત પણ હોય એવું લાગતું નથી. ભૂતકાળમાં પણ રાજકોટમાં આવી જ એક સભામાં તેને અમુક લોકોએ પ્રશ્નો કર્યા હતા ત્યારે તેણે આ જ વલણ અપનાવ્યું હતું અને કહી દીધું હતું કે ભાજપવાળાઓ પૈસા આપીને પ્રશ્નો કરવા માટે મોકલે છે. તે પહેલાં પણ આવા કિસ્સાઓ બન્યા છે અને દર વખતે આ ક્રાંતિવીર ઊંધી વાતોએ ચડી જાય છે.

મજાની વાત એ છે કે નેતા ન હતો ત્યારે ગોપાલ સોશિયલ મીડિયા પર ત્યારે જનતાને પ્રશ્નો કરવાનો અધિકાર છે અને નેતાઓએ જવાબો આપવા જ જોઈએ એવી ક્રાંતિની બહુ વાતો કરતો. હવે પોતે નેતા બન્યો ત્યારે તેને સમજાતું હશે કે કેટલા વીસે સો થાય અને નેતા કઈ રીતે બનાય. વળી આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે એ કહે છે કે લોકો વાયરલ થવા માટે તેની સભાઓમાં આવા પ્રશ્નો કરે છે. પણ તેવું માની પણ લઈએ તોપણ લોકો સારા કહેવાય કે વાયરલ થવા માટે પ્રશ્નો જ કરે છે, જૂતાં ફેંકવા જેવી બદમાશી કરતા નથી!

ગોપાલ કહે છે કે ગાંધીધામમાં કે રાજકોટમાં સ્થાનિક પ્રશ્નો કેમ પૂછવામાં આવતા નથી. આવી દલીલ તેના સમર્થકો પણ આપતા રહે છે. પણ હકીકત એ છે કે એ પોતે વિસાવદરનો ધારાસભ્ય છે તો ત્યાંના પ્રશ્નો પૂછાય એ સ્વાભાવિક છે. એ પણ નોંધવા જેવી વાત છે કે આમ આદમી પાર્ટીના સમર્થકો ગુજરાત સાથે સરખામણી કરવા માટે પંજાબમાં અમે આમ કર્યું અને તેમ કર્યુંની વાતો કરતા રહે છે પણ જેવી પંજાબની ખામીઓ જણાવવામાં આવે કે તરત એવું કહેવાનું ચાલુ કરી દે છે કે ગુજરાતની વાતમાં વચ્ચે પંજાબ ક્યાંથી આવ્યું? હિન્દીમાં આના માટે ‘દોગલાપન’ શબ્દ છે. ગુજરાતીમાં ખ્યાલ નથી. થોડાં વર્ષો રાહ જુઓ, આ લોકો જ સમાનાર્થી બની જશે.

આમ આદમી પાર્ટી અને તેના સમર્થકો કાયમ સરકારને સવાલો કરવાની, જવાબદેહી નક્કી કરવાની વાતો કરતા રહે છે. સરકારને પ્રશ્નો કરવાના જ હોય, પણ ધારાસભ્ય પણ એક રીતે જોવા જઈએ તો એ જ કક્ષામાં આવે. તેના વિસ્તારની જવાબદારી ધારાસભ્યની છે, તો લોકો તેને પ્રશ્નો શા માટે ન કરે? પ્રશ્નો કરે તો તેના જવાબો આપવાની જવાબદારી જે-તે ધારાસભ્યની કહેવાય કે નહીં? પણ પોતાની ઉપર આવે ત્યારે માણસ ભલભલાં ધોરણો બદલી નાખે છે.

ફાંકા ફોજદારી કરીને, ‘આ બદલી નાખીશું અને તે બદલી નાખીશું’ની વાતો કરીને, યુટ્યુબ ચેનલોના જોરે છબી ચમકાવીને બહુ-બહુ તો એક ચૂંટણી જીતી શકાય. સરકારો ચલાવવા માટે નક્કર કામો કરવાં પડે, એક વિઝન લોકો સમક્ષ રજૂ કરવું પડે ત્યારે લોકોને વિશ્વાસ બેસે છે. આવી વાતો વર્ષોથી થતી આવી પણ લોકો વિશ્વાસ ત્યારે જ મૂકે છે ત્યારે કામ થતાં જુએ છે. કામ કરવા પહેલાં લોકોને સાંભળવાની, સવાલોનો સામનો કરવાની ત્રેવડ હોવી જોઈએ. બાકી માણસ વિદૂષક બનીને રહી જાય છે. રાજકારણમાં આવા વિદૂષકોની સંખ્યા ઝાઝી થતી જાય છે!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં