નોકરી જોઈએ છે? તો પહેલા નમાજ પઢો… સેલરી હાઇક કે પ્રમોશન જોઈએ છે? તો પહેલાં બીફ ખાવ- આવા આરોપો હતા મહારાષ્ટ્રના નાશિકમાં મુસ્લિમ કટ્ટરપંથીઓના કોર્પોરેટ જેહાદનો ભોગ બનેલી હિંદુ યુવતીઓ અને મહિલાઓના. સમજીએ શું વિવાદ હતો અને આ જ ક્ષેત્રમાં કામ કરતા મારો શું અનુભવ રહ્યો હતો તેના પર પણ પ્રકાશ પાડીએ.
હમણાં મહારાષ્ટ્રના નાશિકમાં ‘કોર્પોરેટ જેહાદ’નો કિસ્સો સામે આવ્યો છે. TCSની એક BPO ઑફિસમાં હિંદુ મહિલા કર્મચારીઓને ટાર્ગેટ કરીને તેમને કેવી રીતે ઇસ્લામી જેહાદમાં ફસાવવામાં આવતી હતી તેની ચર્ચા હમણાં ચાલી રહી છે. તમામ આરોપીઓ મુસ્લિમ છે અને કંપનીમાં સારી અને રુઆબદાર પોસ્ટ પર કામ કરી રહ્યા હતા. આ વિવાદ સામે આવ્યો ત્યારથી BPO અને KPOની કાર્યપ્રણાલીને લઈને ચર્ચા ચાલી રહી છે, તેવામાં મારો અનુભવ પણ કદાચ સમાજ માટે ઉપયોગી થઈ શકે છે.
મારો અનુભવ
રાતના અંધારામાં જ્યારે આખું શહેર સુઈ ગયું હોય છે, ત્યારે આ ચમકતી કાચની ઇમારતોમાં હજારો યુવાનો જાગતા હોય છે. કોર્પોરેટ લાઇફસ્ટાઇલ અને આધુનિકતાના નામે અહીં શું ચાલે છે તેનો આજે હું પર્દાફાશ કરીશ. આજે ઑપઇન્ડિયા પર હું મારો વ્યક્તિગત અનુભવ શેર કરી રહ્યો છું.
મેં વર્ષો સુધી BPO અને KPO સેક્ટરમાં કામ કર્યું છે. મેં એ માહોલ જોયો છે, એ નેટવર્ક જોયું છે અને એ મનોવૃત્તિને નજીકથી અનુભવી છે. નાશિકમાં મહારાષ્ટ્ર પોલીસે જે 6 મુસ્લિમ ટીમ લીડર્સની ધરપકડ કરી છે, તે માત્ર એક શરૂઆત છે. અસલી ખેલ આ ઑફિસોની અંદર કેવી રીતે ખેલાય છે તેની વાત આજે હું કરીશ.
BPO-KPO સેક્ટરની અંદરની વાસ્તવિકતા
આ સેક્ટરમાં નોકરી મેળવવા માટે કોઈ મોટી ડિગ્રીની જરૂર પડતી નથી. થોડું અંગ્રેજી આવડે એટલે 20-30 હજારની નોકરી મળી જાય છે. અહીં મુખ્યત્વે બે વર્ગના લોકો કામ કરે છે. એક તરફ જેઓ વધુ ભણેલા નથી અને લાંબો સમય એક જ જગ્યાએ ટકી રહેવા માંગે છે. બીજી તરફ કોલેજ જતાં હિંદુ યુવક-યુવતીઓ, જેઓ પોતાનો ખર્ચ કાઢવા માટે રાત્રે નોકરી કરે છે.
હું પણ કોલેજના સમયમાં હાથખર્ચ કાઢવા માટે રાત્રે આવા જ એક BPOમાં કામ કરતો હતો. મેં નજરે જોયું છે કે જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિ ટીમ લીડર (TL), ટ્રેનર કે HR જેવી પોસ્ટ પર પહોંચી જાય છે, ત્યારે તે આખી ઇકોસિસ્ટમ બદલી નાખે છે. તે પોતાના મજહબના યુવાનોને સરળતાથી ઇન્ટરવ્યુ પાસ કરાવીને સિસ્ટમમાં ઘૂસાડી દે છે.
હિંદુ યુવાનો સામાન્ય રીતે 2-3 વર્ષમાં આગળ ભણીને અન્ય ક્ષેત્રમાં જતા રહે છે. પરંતુ આ લોકો વર્ષો સુધી એક જ જગ્યાએ ટકી રહે છે, કારણ કે તેમને આગળ ભણવાની જરૂર પડતી નથી. પરિણામે ટ્રેનિંગથી લઈને મેનેજમેન્ટ સુધીના પદો પર તેમનો કબજો થઈ જાય છે અને જ્યારે પાવર હાથમાં આવે છે ત્યારે તેમનો અસલી ટાર્ગેટ શરૂ થાય છે. એ ટાર્ગેટ હોય છે નવી આવેલી હિંદુ છોકરીઓ.
‘સીક્રેટ મુસ્લિમ વોટ્સએપ ગ્રુપ’
નાશિકના TCS કેસમાં પોલીસ તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો કે આ જેહાદીઓએ ઑફિસની અંદર એક સીક્રેટ મુસ્લિમ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં ઑફિસની હિંદુ છોકરીઓના ફોટા શેર કરવામાં આવતા હતા. ત્યાં ચર્ચાઓ થતી- ‘આજે કોનો વારો છે?’, ‘કઈ છોકરી નબળી છે જે જલદી ટ્રેપમાં ફસાઈ જશે?’, ‘કોને કઈ રીતે બ્લેકમેઈલ કરવી?’
જે છોકરી પોતાના ટીમ લીડરને રક્ષક માનતી હોય, એ જ ટીમ લીડર ડિજિટલ ગ્રુપમાં એ છોકરીની બોલી લગાવતો હતો. આ એક ‘ડિજિટલ મંડી’ હતી, જ્યાં હિંદુ દીકરીઓની અસ્મિતાના સોદા થતા હતા.
ટીમ આઉટિંગ અને બ્લેકમેલિંગની રણનીતિ
મને યાદ છે કે જ્યારે હું કામ કરતો ત્યારે આ લોકો ‘ટીમ આઉટિંગ’ કે ‘ટીમ ડિનર’ના નામે ખૂબ આગ્રહ કરતા હતા. નાશિકના કેસમાં પણ આવું જ થયું. આ જેહાદીઓ આખી ટીમને લઈને આઉટિંગ પર લઈ જતા, જ્યાં હિંદુ છોકરીઓનું શારીરિક શોષણ થતું, તેમના વાંધાજનક ફોટા અને વિડીયો ઉતારવામાં આવતા અને પછી ધર્માંતરણ માટે બ્લેકમેલિંગ શરૂ થતું.
નાશિકના અંબડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એવી વિગતો છે જે સાંભળીને લોહી ઉકળી ઊઠે. આ કંપનીના મુસ્લિમ ટીમ લીડર્સ અને મેનેજર્સે એક નિયમ જેવું બનાવ્યું હતું કે સેલરી હાઈક જોઈએ છે કે પ્રમોશન જોઈએ છે તો નમાજ પઢવી પડશે અને ગૌમાંસ ખાવું પડશે.
હિંદુ પુરુષો પણ ટાર્ગેટ
આ લોકો માત્ર છોકરીઓને જ નહીં, હિંદુ છોકરાઓને પણ ટાર્ગેટ કરે છે. તેમને નશાના રવાડે ચડાવવા, તેમની આસ્થા તોડવી અને તેમને ધીમે-ધીમે ઇસ્લામી વિચારધારા તરફ વાળવાનું કામ ઑફિસના એસી કેબિનમાં બેસીને થાય છે.
રાત્રિના સમયે જ્યારે કોઈ ઉપર દેખરેખ રાખનારું હોતું નથી, ત્યારે આ જેહાદીઓ ઑફિસને પોતાના પ્રચારનું કેન્દ્ર બનાવી દે છે. નાઈટ શિફ્ટનો સૌથી મોટો ફાયદો તેમને એ મળે છે કે રાત્રે દુનિયા સુતી હોય છે. બ્રેકના નામે છોકરીઓને લઈને બહાર ફરવું, હોટલોમાં જવું- આ બધું સામાન્ય બની ગયું છે. CCTV ઑફિસના ફ્લોર પર હોય છે, પણ પાર્કિંગમાં કે બહાર શું થાય છે તેની કોઈને પડી નથી.
છોકરીઓ ડરે છે કારણ કે તેમનો સામાજિક સંપર્ક કપાઈ ગયો હોય છે. જો તેઓ ફરિયાદ કરે તો ટીમ લીડર્સ તેમની જોબ છીનવી લેવાની ધમકી આપે છે.
આ કોઈ એકલ-દોકલ ઘટના નથી, આખા દેશમાં ફેલાયેલું નેટવર્ક છે…
નાશિક પોલીસનું સ્ટિંગ ઑપરેશન સાબિત કરે છે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ આખા દેશમાં ફેલાયેલું એક સુનિયોજિત નેટવર્ક છે. મહારાષ્ટ્ર પોલીસે હાલમાં 6 જેહાદીઓને પકડ્યા છે, પણ શું આટલું પૂરતું છે? ગુજરાતથી લઈને દિલ્હી સુધીની હજારો કંપનીઓમાં આજે પણ આ ખેલ ચાલુ છે.
ખરેખર તો આવી કંપનીઓના HR અને મેનેજમેન્ટની પણ તપાસ થવી જોઈએ. દરેક કંપનીની Prevention of Sexual Harassment કમિટીમાં હિંદુ પ્રતિનિધિઓ હોવા જોઈએ જેથી દીકરીઓને વાસ્તવિક ન્યાય મળી શકે.
માતા-પિતાને વિનંતી છે કે તમારો દીકરો કે દીકરી કઈ કંપનીમાં કામ કરે છે, તેમનો ટીમ લીડર કોણ છે, તેનું બેકગ્રાઉન્ડ શું છે, તેની તપાસ રાખો. કોર્પોરેટ કલ્ચરના નામે તમારા સંતાનોને અસ્મિતાની બલિ ચડતા બચાવો. મેં આ ગંદકી અંદરથી જોઈ છે. જો તમારી પાસે પણ આવી કોઈ માહિતી હોય તો અમને જરૂર જણાવજો. તમારો એક અવાજ કોઈની જિંદગી બચાવી શકે છે.


