દેશમાં વક્ફ કાયદાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અમુક સ્થળે હિંસાના સમાચાર પણ સામે આવ્યા છે. વક્ફના વિરોધ માટે નીકળેલી કટ્ટરપંથી ભીડ કોઈ કારણ વગર હિંસક થઈ જાય છે અને પોલીસ પર હુમલો કરી બેસે છે. રેલવેના જાહેર સંસાધનોને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે અને ટ્રેનો પર હુમલો કરીને નિર્દોષ યાત્રિકોને પણ ઘાયલ કરે છે. આ બધુ થયું છે બંગાળમાં. મુસ્લિમ ટોળાંઓની દલીલ હતી કે, પોલીસે તેમના પર ગોળીઓ ચલાવી અને ત્યારબાદ હિંસા ફાટી નીકળી. પ્રથમ દ્રષ્ટિએ આ હિંસાને ભડકાવવાનો દોષ પોલીસ પર ઢોળવામાં આવ્યો છે અને બહાનાં તરીકે પોલીસની ગોળીઓને ગણાવવામાં આવી છે.
આખો માહોલ બનાવવામાં આવ્યો છે કે, મુસ્લિમ ટોળાં તો માત્ર પ્રદર્શન કરી રહ્યાં હતાં. પોલીસે આવીને ગોળીઓ ચલાવી અને ટોળાં હિંસક થઈ ગયાં. જોકે, બંગાળ પોલીસે આ દાવાને નકારી કાઢ્યા છે. આ ઘટનાનો ઉલ્લેખ એટલા માટે કરવાનો કે, આવા જ બહાનાં શોધીને કટ્ટરપંથી મુસ્લિમો દેશને સળગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં પણ બે એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં મુસ્લિમોની ઉશ્કેરણી થાય તેવી ઘટનાઓ સામે આવી હતી. પરંતુ બંનેમાં કારસ્તાન કરનારા તેમના સમુદાયના જ નીકળ્યા.
પહેલી ઘટના છે યુપીના શાહજહાંપુરની. અહીં એક ઈસમે જાહેરમાં કુરાનના પાનાં ફાડ્યાં અને હવામાં ઉડાવી દીધાં. થોડા જ સમયમાં ત્યાં મુસ્લિમ ટોળાંઓ પણ એકઠાં થઈ ગયાં અને નારા લગાવવા લાગ્યા. જોકે, પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી અને જાણવા મળ્યું કે આરોપી મુસ્લિમ છે. તેનું નામ મોહમ્મદ નઝીમ હતું. બીજી ઘટના આગ્રામાં સામે આવી. અહીં એક આરોપીએ મસ્જિદની અંદર સૂવરનું માંસ ફેંકી દીધું. ઘટનાની જાણ થયા બાદ ટોળાં એકઠા થયાં. પરંતુ અહીં પણ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો અને આરોપી નીકળ્યો મોહમ્મદ નઝરૂદ્દીન.
શું હિંસા આચરવાના બહાનાં તરીકે ઘટી રહી છે આવી ઘટનાઓ?
આ બંને ઘટનાઓ યુપીમાં માત્ર એક જ અઠવાડિયામાં ઘટી છે અને તે પણ વક્ફના વિરોધ વચ્ચે. એક તરફ વક્ફના વિરોધના નામે ઉત્પાત મચાવવામાં આવી રહ્યો છે ત્યારે શું આવી ઘટનાઓને હિંસા આચરવાના બહાનાં તરીકે અંજામ આપવામાં આવી રહ્યો છે? કારણ કે આ ટોળાંને હિંસા આચરવા માટે માત્ર એક બહાનું જ જોઈતું હોય છે. કોઈપણ સમયે-કોઈપણ દ્વારા તે બહાનું આપવામાં આવે કે તરત જ હજારોની સંખ્યામાં કટ્ટરપંથીઓ એકઠા થઈ જાય છે અને હિંસા આચરવાની શરૂ કરી દે છે.
બહાનું મળે કે તરત જ આખા-આખા શહેરોને બાનમાં લઈ લેવામાં આવે છે. ત્યારબાદ ગમે તે રીતે દોષ હિંદુઓ પર, કોઈ ફિલ્મ ઉપર કે આખરે કોઈ ન મળે તો પોલીસ ઉપર નાખી દઈને હાથ ઊંચા કરી દેવામાં આવે છે. પરંતુ હવે મોડસ ઓપરેન્ડી જુદી જ જોવા મળી રહી છે. આ બંને ઘટનાઓમાં જો પોલીસ ત્વરિત કાર્યવાહી ન કરી શકી હોત અને આરોપીઓ ઝડપાયા ન હોત તો ‘સુનિયોજિત કાવતરા’ના ભાગરૂપે નાગપુર હિંસાની ઝલક આ શહેરોમાં પણ જોવા મળી હોત અને વગર કારણે હિંદુઓ જ તેનો ભોગ બન્યા હોત તેની શક્યતાઓ નકારી શકાય નહીં.
કટ્ટરપંથીઓની આ યોજના તણખલાનું કામ કરે છે. એક બહાનારૂપી તણખલું મળે કે તરત જ ભડભડ કરતી આગની જ્વાળાઓ ઉઠવા માંડે અને બહુમતી હિંદુ પ્રજા તેનો ભોગ બને. નાગપુર હિંસા આ વખતે પણ આવું જ થયું હતું. મુસ્લિમ સમુદાયના જ કોઈ ઈસમે ટોળાંઓને અફવાની આડમાં બહાનું આપી દીધું અને કોઈપણ વિચાર કર્યા વગર હજારોની સંખ્યામાં કટ્ટરપંથીઓ રસ્તા પર ઉતરી આવ્યા. ત્યારબાદ જે થયું એ આખા દેશે જોયું.
આવી જ ઘટના બાંગ્લાદેશમાં પણ સામે આવી હતી. 2023માં ચટગાંવમાં હિંદુઓ શ્રી રક્ષાકાલી મંદિરમાં દુર્ગા પૂજા કરી રહ્યા હતા. તે જ દરમિયાન એક ઈસમ કુરાનની પ્રતિઓઓથી બેગ ભરીને મંડપમાં ઘૂસી આવ્યો હતો. પૂજા સમારોહ સમિતિએ તાત્કાલિક તેને પકડી પાડ્યો અને પોલીસને સોંપી દીધો. આરોપીની ઓળખ શાહ આલમ તરીકે થઈ હતી. બાદમાં પોલીસે માનસિક અસ્થિરતાનો હવાલો આપીને તેને છોડી મૂક્યો હતો.
આવી જ ઘટના 2021માં બાંગ્લાદેશમાં ઘટી હતી, જેમાં ઇકબાલ હુસૈન નામના શખ્સે કુમિલા જિલ્લાના નાનુઆર દિધીરમાં દુર્ગા મંદિરમાં ભગવાન હનુમાનની મૂર્તિના ચરણોમાં કુરાનની એક નકલ મૂકી દીધી હતી. ત્યારબાદ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ એકાએક હિંસા ભડકી ઉઠી હતી. આ એક ઘટના બાદ બાંગ્લાદેશમાં અનેક હિંદુ મંદિરોને તોડી પડાયા અને મૂર્તિઓ પણ ખંડિત કરવામાં આવી હતી. આ બધી ઘટનાઓ સાબિતી છે કે, કટ્ટરપંથી જેહાદી ટોળાંઓ માત્ર એક બહાનાંની શોધમાં હોય છે અને જો બહાનાં ન મળે તો તેઓ અંદરોઅંદર જ આવા કારસ્તાન ઘડીને ઘટનાઓને અંજામ આપે છે.
આ કારસ્તાનો માત્ર હમણાં-હમણાંથી નથી થતાં. પરંતુ પહેલાં પણ આવી ઘટનાઓ અનેક વખત ઘટી ચૂકી છે. કોઈ બહાનું ન મળે ત્યારે બહાનાં ઊભા કરીને પણ હિંદુઓ પર હુમલા કરવામાં આવ્યા છે. આ જ યોજના ગોધરાકાંડ વખતે પણ બનાવવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ચાર કલાક મોડી પડ્યા બાદ સવારે 7:40એ ગોધરા સ્ટેશન પહોંચી હતી. ટ્રેનનો કોચ S6 અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળથી 59 કારસેવકોને લઈને પરત ફરી રહ્યો હતો.
ટ્રેન સ્ટેશન પર પહોંચ્યાના થોડી મિનિટોમાં જ સિગ્નલ ફળિયાના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારના લગભગ 2,000 મુસ્લિમોના ટોળાંએ કારસેવકોના કોચને ઘેરી લીધો અને તેને આગ લગાવી દીધી. કોચમાં રહેલા બધા કારસેવકો, જેમાં 25 મહિલાઓ અને 15 બાળકો સામેલ હતાં, તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં એવું જાણવા મળ્યું કે, આ ઘટના પહેલાં એવી અફવા ફેલાવાઈ હતી કે, એક હિંદુએ મુસ્લિમ યુવતીની છેડતી કરી છે. જોકે, વાસ્તવમાં તેવું કશું થયું પણ નહોતું.
મુસ્લિમ યુવતીની છેડતી થઈ હોવાની અફવાની આડમાં હજારોની સંખ્યામાં કટ્ટરપંથીઓ એકઠા થઈ ગયા અને 59 હિંદુઓને જીવતા સળગાવી દીધા. આ ઘટનામાં સીધી રીતે હુમલો કરવાનું મુસ્લિમ ટોળાંઓ પાસે કોઈ કારણ નહોતું. તેથી તેમણે એક બહાનું ઊભું કર્યું અને તેને કેન્દ્રમાં રાખીને પોતાનો મૂળ મકસદ પાર પાડ્યો. તેમના ટાર્ગેટ પર કારસેવકો જ હતા અને તેથી જ તેમણે તે કોચને જ ટાર્ગેટ કર્યો. આ બધું જ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
નાગપુર હિંસા વખતે પણ આ જ યોજના બનાવવામાં આવી હતી. શાંતિપૂર્ણ રીતે હિંદુઓ પ્રદર્શનો કરી રહ્યા હતા અને મુસ્લિમોમાં અફલા ફેલાવાઈ કે પ્રદર્શનમાં હિંદુઓએ અરબી ભાષામાં કુરાનની આયાતોના લખાણ સાથેની કોઈ ચાદર સળગાવી દીધી. ત્યારબાદ મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયાં અને આખા નાગપુરને બાનમાં લીધું. તે સિવાય પણ આવી અનેક ઘટનાઓ છે, જેમાં કોઈ કારણ ન હોવાથી મુસ્લિમ કટ્ટરપંથીઓ કોઈ બહાનાં ઊભા કરે છે અને હિંદુઓને ટાર્ગેટ કરે છે.
લેફ્ટ-લિબરલો અને સેક્યુલરો હંમેશા ડિફેન્ડ કરતા રહે છે કટ્ટરપંથીઓને
બહાનાં ઊભા કરીને દેશભરમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ ઉત્પાત મચાવે અને તેને વ્હાઇટવૉશ કરવાનું કામ સતત લિબરલ-સેક્યુલરોની ગેંગ કરતી રહે. ઇસ્લામી ટોળાં હિંસા આચરે એટલે લેફ્ટ-લિબરલો અને સેક્યુલરોનો આ વર્ગ તેમને ડિફેન્ડ કરવા માટે હાજર થઈ જાય છે અને દોષનો ટોપલો સામેના સમુદાય કે અન્ય કોઈ પર ઢોળીને છટકબારી શોધી લે છે. જેમ કે, નાગપુર હિંસામાં છાવા ફિલ્મ પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો હતો. એ જ રીતે બાંગ્લાદેશી હિંદુઓ કપાતા હતા ત્યારે પણ આ ગેંગે કહ્યું હતું કે, તે તો રાજકીય હિંસા છે.
અને આ વર્ગ પણ આજકાલનો નહીં, વર્ષોથી ઇસ્લામી કટ્ટરપંથીઓનો સહારો બનીને ઊભો છે. ગોધરાકાંડ વખતે પણ આ વર્ગે મુસ્લિમ કટ્ટરવાદીઓને વાઇટવોશ કરવામાં કોઈ કસર નહોતી છોડી. પહેલાં તો એવી જ અફવા ફેલાવી દેવામાં આવી હતી કે, ટ્રેનમાં આગ લાગી હતી, કોઈએ લગાવી નહોતી. પછી જ્યારે સામે આવ્યું કે, મુસ્લિમ ટોળાંએ આગ લગાવી હતી, ત્યારે આ ગેંગે મુસ્લિમ યુવતીના છેડતીનો બનાવટી કિસ્સો પણ પીરસી દીધો હતો અને દોષનો ટોપલો હિંદુઓ પર ઢોળી દીધો હતો.
તેથી યુપીમાં બનેલી આ બંને ઘટનાઓ પણ ભલે જોવામાં અને સમજવામાં નાની લાગતી હોય, પરંતુ આ બધા સંદર્ભો સાથે જોઈએ તો તેની ગંભીરતા અનેકગણી વધી જાય છે. પોતે જ કુરાનના પાનાં ફાડવા અને મસ્જિદમાં સૂવરનું માંસ ફેંકી દેવું, ત્યારબાદ હિંદુઓ પર દોષનો ટોપલો નાખીને પોતાના જ કોમના કટ્ટરપંથીઓને રઘવાયા કરીને ભયાનક હિંસા આચરવી. આવું પહેલાં પણ થતું આવ્યું છે અને આજે પણ થઈ રહ્યું છે. તેથી આવી નાની પરંતુ ઘાતક ઘટનાઓ પણ એક તણખલાનું કામ કરીને આખા દેશમાં આગ લગાવી શકે છે તે ન ભૂલવું જોઈએ.