15 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટે’ (The Sabarmati Report) દર્શકોની સાથે-સાથે વડાપ્રધાન મોદીની (PM Modi) સરાહના પણ મેળવી છે. સોમવારે (2 ડિસેમ્બર) વડાપ્રધાન મોદીએ પોતાના આખા મંત્રીમંડળ સાથે તે ફિલ્મ જોઈ હતી. જે બાદ તેમણે ફિલ્મની પ્રશંસા પણ કરી હતી.
સ્ક્રિનિંગ બાદ વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફિલ્મના નિર્માતાઓની પ્રશંસા પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ધ સાબરમતી રિપોર્ટની સ્ક્રિનિંગમાં સાથી NDA સાંસદો સાથે સામેલ છું. હું ફિલ્મના મેકર્સની તેમના પ્રયાસો માટે સરાહના કરું છું.”
Joined fellow NDA MPs at a screening of 'The Sabarmati Report.'
— Narendra Modi (@narendramodi) December 2, 2024
I commend the makers of the film for their effort. pic.twitter.com/uKGLpGFDMA
આ સાથે જ વડાપ્રધાનની સાથે સ્ક્રિનિંગમાં સામેલ થયેલા ફિલ્મના અભિનેતા વિક્રાંત મેસ્સીએ પણ વડાપ્રધાન સાથે ફિલ્મ જોવાની ઘટનાને પોતાના જીવનનો સૌથી મોટો પોઈન્ટ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ નર્વસ પણ હતા, પરંતુ વડાપ્રધાન મોદી સાથે ફિલ્મ જોવાની આ ઘટના તેમના જીવનનો મહત્વનો પોઈન્ટ છે.