Saturday, March 15, 2025
More

    બાંગ્લાદેશમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ પુસ્તક મેળા પર કર્યો હુમલો, લાઠી-દંડા લઈને દોડી આવ્યા મદરેસાના ‘વિદ્યાર્થીઓ’, તસ્લીમા નસરીને કહ્યું- જેહાદીઓને પનાહ આપે છે યુનુસ સરકાર

    બાંગ્લાદેશમાં (Bangladesh) એક પુસ્તક મેળા (Book fair) પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ (Islamic fundamentalists) હુમલો (Attack) કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. મદરેસાના વિદ્યાર્થીઓનું એક ટોળું લાકડીઓ લઈને ‘અમર એકુશે પુસ્તક મેળા’માં પહોંચ્યું અને પ્રકાશકના સ્ટોલ પર હુમલો કરી દીધો હતો. આ પ્રકાશક બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનના પુસ્તકો પ્રકાશિત કરે છે અને વેચે છે.

    હુમલાખોરોએ સબ્યસાચી પબ્લિકેશન્સના સ્ટોલ પર હુમલો કર્યો હતો અને પુસ્તકો ફેંકી દીધા હતા. તેમણે માલિક શતાબ્દી વોબો પર પણ હુમલો કર્યો હતો. તસ્લીમા નસરીને કહ્યું છે કે, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તેમનું પુસ્તક પહેલાથી જ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેમના પ્રકાશકને નિશાન બનાવવામાં આવ્યા હતા.

    તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસ આ ઇસ્લામી કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપી રહી છે. બાંગ્લાદેશના નેતા મોહમ્મદ યુનુસે પુસ્તક મેળા પરના આ હુમલાની ટીકા પણ કરી છે. આ સાથે જ લેખિકા તસ્લીમ નસરીને કહ્યું છે કે, મોહમ્મદ યુનુસ સરકાર જેહાદીઓને પનાહ આપી રહી છે.