ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડે (Gujarat ATS) કર્ણાટકના પાટનગર બેંગલુરુથી (Bengaluru) શમા પરવીન (Shama Parveen) નામની એક 30 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે, જેની ઉપર અલ-કાયદા મોડ્યુલ સાથે સંબંધો હોવાનો આરોપ છે. આરોપી મહિલા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાની શંકા છે.
ATSની તપાસમાં જાણવા મળ્યું કે પરવીન એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલી હતી. ત્યારબાદ ATSએ ગુપ્ત માહિતીના આધારે બેંગલુરુમાં ઑપરેશન હાથ ધરીને તેની ધરપકડ કરી. તેની પાસેથી કેટલાંક ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે, જેની તપાસ ચાલુ છે.
અહેવાલ અનુસાર શમા પરવીન અન્ય પણ અમુક આતંકવાદી અને નક્સલવાદી જૂથો સાથે સંપર્કમાં હતી. TOIના અહેવાલ અનુસાર શમા સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય હતી અને ઇસ્લામી કટ્ટરપંથીઓના ઉશ્કેરણીજનક વિડીયો પણ શૅર કરતી રહેતી હતી.
#AQIS टेरर मॉड्यूल मैं महिला आतंकी को गुजरात ATS ने पकड़ा.
— Janak Dave (@dave_janak) July 30, 2025
समा परवीन नाम की महिला बेंगलूरु से पकड़ी गई.
इससे पहले दिल्ली से पकड़े गए आतंकी फ़ैक से संपर्क मैं थी.
दरअसल ऑनलाइन टेरर मॉड्यूल की यही मुख्य साजिशकर्ता है.
केवल ग्रेज्युएट है लेकिन पूरी तरफ़ रेडिकल हो चुकी है.… pic.twitter.com/56FWpBcLN8
વધુ જાણકારી અનુસાર, મહિલા મૂળ ઝારખંડની છે અને છેલ્લાં 3 વર્ષથી બેંગલુરુમાં ભાડે રહેતી હતી. તેની ધરપકડ બાદ તાત્કાલિક એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી, જ્યાં કોર્ટે ટ્રાન્ઝિટ વૉરન્ટ જારી કર્યું હતું, જેમાં મહિલાને વધુ પૂછપરછ માટે ગુજરાત લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટની પરવાનગી મળ્યા પછી તરત જ ATS ટીમ આરોપીને લઈને ગુજરાત આવવા માટે રવાના થઈ ગઈ હતી.

