હોમપેજગુજરાતબેફામ આક્ષેપો કરનારા બેવકૂફોને નિર્વસ્ત્ર કરવામાં આવી રહ્યા છે

બેફામ આક્ષેપો કરનારા બેવકૂફોને નિર્વસ્ત્ર કરવામાં આવી રહ્યા છે

મીડિયાની ફરજ છે કે આક્ષેપો કરનારાઓને સામો સવાલ પૂછે અને પુરાવાઓ પેશ કરવાનું કહે. મીડિયાની ફરજ છે કે જેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે એમણે શું કહેવું છે તે પણ એ જ અહેવાલમાં છાપે અને મોટા અક્ષરોમાં બેની હેડલાઈન બનાવે– નહીં કે આક્ષેપોની. પણ મીડિયાને ખબર છે કે એમનો ધંધો હવે સમાચાર આપવાનો નથી રહ્યો, સનસનાટી ફેલાવવાનો થઈ ગયો છે.

- Advertisement -

(લેફ્ટ, રાઈટ અને સેન્ટર, 12 એપ્રિલ)

આસામના ભાજપી ચીફ મિનિસ્ટર હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા સાથે જે કર્યું તેવું જો 2012ની સાલથી આપિયાઓ સાથે કરવામાં આવ્યું હોત તો અરવિંદ કેજરીવાલ નામનો કીડો અને એના જેવી બીજી કીડીઓ પેદા જ ન થાત.

રાજકારણમાં જ નહીં સમાજમાં બધે જ બેબુનિયાદ આક્ષેપબાજીઓ છૂટે હાથે થતી હોય છે. સાંભળ્યું છે કે… કહેવાય છે કે… સાચું ખોટું ભગવાન જાણે પણ… આવી શરૂઆત પછી આવતાં બેજવાબદાર વિધાનો દરેક ક્ષેત્રમાં અનેક લોકો વિશે સાંભળ્યાં, વાંચ્યાં હશે– ખાસ કરીને રાજકારણમાં.

- Advertisement -

સીએમ હિમંતા બિસ્વાએ આસામના એક જમાનાના કોંગ્રેસી મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ તરુણ ગોગોઈના વિવાદાસ્પદ પુત્ર ગૌરવ ગોગોઈના પાકિસ્તાન સાથેના ખાનગી સંબંધો વિશે ઘટસ્ફોટ કર્યો ત્યારથી આસામની પ્રજા કોંગ્રેસીઓ પર થુથુ કરવા લાગી છે.

ગૌરવ ગોગોઈ પોતાના પિતાને કારણે લોકસભામાં ચૂંટાયા છે, લોકસભામાં ડેપ્યુટી લીડર ઑફ ઑપોઝિશન છે. (લોકસભામાં લીડર ઑફ ઑપોઝિશન તરીકે પત્તાંની કેટનું ત્રેપનમુ પાનું છે તે તો તમને ખબર જ છે). ગૌરવ ગોગોઈ અને એમનાં વિદેશી નાગરિકત્વ ધરાવતાં પત્ની એલિઝાબેથ કોલબૉર્નને પાકિસ્તાન સાથે સુંવાળા સંબંધ છે અને ભારત સરકારની જાણબહાર તેઓ પાકિસ્તાનનો પ્રવાસ કરે છે એવી ચોંકવનારી માહિતી આસામના લોકલાડીલા સીએમ હિમંતા બિસ્વાએ બહાર પાડી તે પછી કોંગ્રેસ જાણે રાહ જોઈને બેઠી હતી કે ક્યારે હિમંતા લાગમાં આવે અને ક્યારે એમની આબરૂ ધૂળધાણી થઈ જાય.

પપ્પુના પપલુ તરીકે કુખ્યાત પવન ખેડાને ગયા અઠવાડિયે એ ચાન્સ મળી ગયો. પવન ખેડાએ આસામ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થાય એના થોડાક જ દિવસ પહેલાં એક પ્રેસ કૉન્ફરન્સમાં બૉમ્બ ફોડ્યો કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનાં પત્ની રિન્કી શર્મા પાસે ત્રણ દેશોના પાસપોર્ટ છે અને વિદેશોમાં એમની અઢળક મિલકતો છે. પવન ખેડાએ પોતાના આક્ષેપોના સમર્થનમાં પુરાવા રજૂ કર્યા અને યુએઈ, ઇજિપ્ત તથા એન્ટિગ્વાના પાસપોર્ટની નકલો પણ દેખાડી. પવન ખેડાએ રિન્કી શર્માની કરોડો રૂપિયાની મિલકતોની વિગતો આપી. પવન ખેડાએ હિમંતા બિસ્વાની ધરપકડ થવી જોઈએ અને બિસ્વાને વિધાનસભાની ચૂંટણી લડતાં રોકવા જોઈએ એવી પણ માગણી કરી. પવન ખેડાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસે આ સમગ્ર કૌભાંડની સ્પેશિયલ તપાસ કરવા માટે ઇન્વેસ્ટિગેટિવ ટીમ (એસઆઈટી) રચવાની માગણી પણ કરી.

હિમંતા બિસ્વાએ પવન ખેડાના આ તમામ આક્ષેપોનું વિગતવાર ખંડન કર્યું. પાસપોર્ટની નકલો બનાવતી હતી એવું પુરવાર થયું. ઇજિપ્ત તરફથી તો સત્તાવાર નિવેદન પણ આવી ગયું કે અમારી સરકારે આવો કોઈ પાસપોર્ટ ઇશ્યુ નથી કર્યો. હિમંતા બિસ્વાએ તાબડતોબ પોલીસ ફરિયાદ નોંધાવીને પવન ખેડા પર ક્રિમિનલ તથા સિવિલ કેસ દાખલ કર્યા.

પવન ખેડાની ધરપકડ માટે આસામ પોલીસ વૉરન્ટ લઈને એમના દિલ્લીના ઘરે પહોંચી પછી પવન ખેડા ભાગીને પોતાના સાસરે હૈદરાબાદ પહોંચી ગયા. તેલંગણાની કોંગ્રેસ સરકારે પવન ખેડાને આશ્રય આપ્યો. કેટલાક દિવસો સુધી પવન ખેડા લાપતા રહ્યા.

હૈદરાબાદની અદાલતે પવન ખેડાની એક અઠવાડિયા સુધી ધરપકડ ન થાય એવી સવલત કરી આપી. પણ આ દરમ્યાન પવન ખેડાની હવા ટાઈટ થઈ ગઈ. હિંમત હોય તો હિમંતા મારી ધરપકડ કરી જુએ એવો પડકાર ફેંકનારા પવન ખેડાના ટાયરની હવા ટાંય ટાંય ફિસ્સ થઈને નીકળી ગઈ. બનાવટી દસ્તાવેજો ઉભા કરીને કોઈની પ્રતિષ્ઠા ખરડવાના કેસમાં પવન ખેડા ભવિષ્યમાં કેટલા વરસ સુધી જેલમાં ચક્કી પીસવાના છે તે માટે ન્યુઝ વાંચતા-સાંભળતા રહેજો.

રાજકારણમાં કોંગ્રેસીઓ એકલા જ નથી, બેબુનિયાદ આક્ષેપો કરવાવાળા. પવનના પાપા જેવા પપ્પુએ તો રીતસરનો ધંધો જ માંડ્યો છે મોદી, અમિત શાહ, અંબાણી, અદાણી, ભાજપ, સંઘ, ઈલેક્શન કમિશન અને સાવરકર પર આક્ષેપો કરવાનો. ઉકા-પકા-બકાના મીડિયામિત્રોએ કોઈ દિવસ પપ્પુને સવાલ નથી કર્યો કે ભૈલા, તું જે આક્ષેપ કરે છે તેના પુરાવા તો લાવ, કોર્ટમાં રજૂ કર એ પુરાવા– દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે.

મીડિયાની ફરજ છે કે આક્ષેપો કરનારાઓને સામો સવાલ પૂછે અને પુરાવાઓ પેશ કરવાનું કહે. મીડિયાની ફરજ છે કે જેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે એમણે શું કહેવું છે તે પણ એ જ અહેવાલમાં છાપે અને મોટા અક્ષરોમાં બેની હેડલાઈન બનાવે– નહીં કે આક્ષેપોની. પણ મીડિયાને ખબર છે કે એમનો ધંધો હવે સમાચાર આપવાનો નથી રહ્યો, સનસનાટી ફેલાવવાનો થઈ ગયો છે.

હિમંતા બિસ્વાએ જેમ પવન ખેડા જેવા પપ્પુના શ્વાનની પૂંછડી સીધી કરી નાખી એવી જ રીતે 2012ની આસપાસ કેજરીવાલને પણ રસ્તા પર દોડાવી-દોડાવીને ફટકારવાની જરૂર હતી. કેજરીવાલે શીલા દીક્ષિત અને બીજા અનેક રાજકારણીઓ વિરુદ્ધ બેફામ આક્ષેપો મૂકવાનું શરૂ કર્યું. એ પછી 2014થી મોદી, જેટલી અને અન્ય સન્માનનીય નેતાઓ તથા ભાજપ-સંઘ-ચૂંટણી પંચ તેમજ દરેક સરકારી સંસ્થાઓ વિશે તથા અંબાણી-અદાણી વિશે મનફાવે તેમ બોલવાનું શરૂ કર્યું. પુરાવા વિના આક્ષેપો મૂકવા અને કોર્ટમાં કેસ થાય ત્યારે માફી માગીને છટકી જવું– કેજરીવાલની રાજકીય સ્ટ્રેટજી બની ગઈ. એક્ચ્યુલી તો કેજરીવાલની માફી સ્વીકારવાને બદલે એ જ વખતે એને જેલમાં જવા દઈને સીધો કરી નાખવા જેવો હતો. એવું થયું હોત તો એ માણસ ફાટીને ધુમાડે ન ગયો હોત, દિલ્લીનો સીએમ તો ન જ બન્યો હોત.

પણ હિમંતા બિસ્વાની જેમ કડક પગલાં લેવાયાં નહીં જેને કારણે સંજય સિંહ સહિતના બીજા રાષ્ટ્રીય આપિયાઓ તથા ગોપુ-ઈસુ જેવા સ્થાનિક આપિયાઓ ચડી વાગ્યા. આ તમામ આક્ષેપ બાજુ પર એફ.આઈ.આર કરીને પવન ખેડાની જેમ સૌને ભૂગર્ભમાં મોકલી દેવાની જરૂર હતી. હજુ પણ એ કામ કરી જ શકાય છે. એમની જોડે જોડે એમના પાર્ટનર ઇન ક્રાઇમ જેવા ઉકા-પકા-બકાઓને પણ ઘસડી લેવા જોઈએ– ભલે એ લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હોવાની પિપૂડી વગાડે. સાલાઓને ખબર હોવી જોઈએ કે તમે જોકરો જે માગો છો તે સ્વચ્છંદતા છે, સ્વતંત્રતા નહીં. ભારતમાં મોદીના રાજમાં અભિવ્યક્તિની જેટલી સ્વતંત્રતા છે એટલી ક્યારેય નહોતી.

બેફામ આક્ષેપો કરનારાઓને પડકારીને ખુલ્લા પાડવાનો પ્રશંસનીય ચાલ છેલ્લા થોડા વખતથી શરૂ થયો છે. આ રીતનું કામ હજુ વધારે પ્રમાણમાં અને વધારે જોરશોરથી થવું જોઈએ.

થોડા દિવસ પહેલાં ‘આપ’ની મહેરબાનીથી જમાવટ કરતી એક કચરા જેવી યુટ્યુબ ચેનલવાળી ચિબાવલીએ ભારતના ઇલેક્શન કમિશનની વિશ્વસનીયતા પર આંગળી ચીંધીને એક જમાનાના ઈલેક્શન કમિશનર ટી. એન શેષનનું કથન ટાંક્યું. તરત જ વિજય પટેલ, અલ્કેશ પટેલ અને અન્ય ધુઆંધાર પત્રકારોએ એ બહેનની બોલતી બંધ કરી નાખતાં કહ્યું: શેષન નિવૃત્તિ લીધા પછી કોંગ્રેસમાં જોડાઈને ચૂંટણી લડતા થઈ ગયેલા, પ્રામાણિકતા માય ફૂટ. પોતાનામાં દેવોનો અંશ હોવાનો દાવો કરનારી બહેનની હાલત ધરતી મારગ આપે તો સમાઈ જાય એવી થઈ ગઈ.

આ જ રીતે ગાંધીજીનો ભવ્ય વારસો સાચવતી અત્યંત આદરણીય સંસ્થા ‘નવજીવન’ના નામે ચાલતી યુટ્યુબ ચેનલ પર કોઈ નકટાએ સરકારને બદનામ કરવા માટે એપ્રિલમાં શિક્ષકોનો પગાર હજુ નથી થયો એવા સમાચાર આપીને ભાજપ વિરુદ્ધ હવા ઊભી કરવાની કોશિશ કરી.

આ સમાચાર વહેતા થયા ન થયા ત્યાં જ જે ગુજરાતી પત્રકારે સરકારી શિક્ષકો એવા માતાપિતાને જોયા છે એમણે કહ્યું કે માર્ચ એન્ડિંગમાં બીજાં હજાર કામમાં વ્યસ્ત હોવાને લીધે એપ્રિલના પગારો હંમેશા થોડા મોડા જ થતા હોય છે– આ કંઈ નવીનવાઈની વાત નથી અને સૌ શિક્ષકોને આની જાણ હોય જ છે. સરકાર પાસે ફંડની કોઈ કમી નથી. આ સ્પષ્ટતા પછી દિનેશ પટેલ નામના એક નિવૃત્ત સરકારી કર્મચારીએ કહ્યું કે પોતે વર્ષોથી નિવૃત્ત છે અને દર મહિનાની પહેલી તારીખે એમનું ₹40,000નું પેન્શન બેન્કમાં જમા થઈ જ જતું હોય છે. પહેલીએ રવિવાર કે બેન્ક હોલિડે હોય તો જ બીજી તારીખે રકમ જમા થાય.

ફેક ન્યુઝ આપનારાઓને, બેફામ આક્ષેપો કરનારાઓને, લોકોની આંખમાં ધૂળ નાખનારાઓને માત્ર પડકારવાના જ નહીં, એમને ઉઘાડા પાડીને બીચ સડક નિર્વસ્ત્ર કરવાનો સમય પાકી ગયો છે. ભગવાને સંભવામિ યુગે યુગે કહ્યું ત્યારે એમણે પોતાના માટે જ નહીં પોતાના પરમ ભક્ત હોય એવા પરમાર્થી પત્રકારો વતી પણ આ વચન આપ્યું હતું.

માટે સાવધાન, કોંગ્રેસીઓ, આપિયાઓ અને ઉકરડા જેવા પત્રકારોને પ્રોત્સાહન આપનારી યુટ્યુબ ચેનલો– તમારો વિનાશ જડમૂળથી થવાનો છે કારણ કે યે નયા હિન્દુસ્તાન હૈ. આ નવા હિન્દુસ્તાનના સંનિષ્ઠ, વિશ્વસનીય પત્રકારો તમને ચૌરાહા પર માત્ર નિર્વસ્ત્ર જ નહીં કરે, તમને ઊંધા લટકાવીને નીચે મરચાંની ધૂણી કરશે અને તમારા ઉઘાડા શરીર પર નમકના પાણીમાં બોળેલાં ચાબખાં વડે અધમૂઆ પણ કરી નાખશે.

મૂઆઓ, સુધરી જાઓ હવે.

લાસ્ટ બૉલ

‘પાતાલ સે ભી ખોદ કે લે આયેગા.’

–હિમંતા બિસ્વા, પવન ખેડા પલાયન થઈ ગયા પછી

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં