Thursday, April 2, 2026
More
    હોમપેજગુજરાતસિડનીમાં ગોળીબાર કરનારા ઇસ્લામી આતંકવાદીઓનાં નામ લખવામાં બીબીસીને લાગી ગયા પાંચ કલાક!

    સિડનીમાં ગોળીબાર કરનારા ઇસ્લામી આતંકવાદીઓનાં નામ લખવામાં બીબીસીને લાગી ગયા પાંચ કલાક!

    BBCએ આખો લેખ ઘસી માર્યો, પણ શરૂઆતમાં બંનેમાંથી એક પણ આતંકવાદીનું નામ ક્યાંય લખ્યું ન હતું. એટલું જ નહીં, ઑસ્ટ્રેલિયાની સરકારે હુમલાને સત્તાવાર રીતે ‘આતંકવાદી હુમલો’ ઘોષિત કર્યો હોવા છતાં ક્યાંય બંનેને ‘આતંકવાદી’ પણ ગણાવવામાં આવ્યા ન હતા. બંનેને ‘હુમલાખોર’ કહેવામાં આવ્યા.

    - Advertisement -

    ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર રવિવારે (14 ડિસેમ્બર) થયેલા ગોળીબારમાં 15 લોકોના જીવ ગયા. યહૂદીઓના તહેવાર હનુક્કાની ઉજવણી માટે હજાર-બે હજાર માણસો ભેગા થયા હતા ત્યારે બે આતંકવાદીઓ બંદૂકો લઈને ધસી આવ્યા અને આડેધડ ગોળીઓ વરસાવી, જેમાં અનેક નિર્દોષો માર્યા ગયા. કેટલાયને ઈજા પહોંચી.

    હુમલાના થોડા જ કલાકોમાં ઈન્ટરનેટ પર એક માહિતી સામે આવી, જેમાં બેમાંથી એક આતંકવાદીનું એક ઓળખપત્ર જોવા મળતું હતું. નામ લખ્યું હતું- નાવિદ અકરમ. ફોટામાં તે પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સી પહેરેલો હોય તેમ જણાતું હતું. તેનો હુમલા સમયનો પણ ફોટો પછીથી સામે આવ્યો અને લગભગ પુષ્ટિ થઈ ગઈ કે બેમાંથી એક આતંકી આ નાવિદ જ હતો.

    થોડા કલાકો બાદ ઑસ્ટ્રેલિયાની પોલીસે સત્તાવાર રીતે જાણકારી આપતાં કહ્યું કે હુમલો બે આતંકવાદીઓએ કર્યો હતો અને બંને બાપ-દીકરા છે. એકનું નામ સાજિદ અકરમ અને બીજાનું નામ નાવિદ. સાજિદ એજન્સીઓની કાર્યવાહીમાં ઠાર મરાયો હતો, જ્યારે નાવિદ બચી ગયો છે, જેની હાલ સારવાર ચાલી રહી છે. જો બચી ગયો તો તેની સામે કેસ ચાલશે.

    - Advertisement -

    આ બધી જાણકારીઓ સોમવારે (15 ડિસેમ્બર) સવાર સુધીમાં સાર્વજનિક થઈ ગઈ હતી, દુનિયાભરની મીડિયા સંસ્થાઓએ રિપોર્ટિંગ પણ કરી દીધું હતું. રિપોર્ટિંગ BBC ગુજરાતીએ પણ કર્યું. BBCએ એક લેખ પ્રકાશિત કર્યો– ‘ઑસ્ટ્રેલિયા: બોન્ડી બીચ પર ‘યહૂદી’ઓ પર હુમલો કરનારા કોણ હતા અને શા માટે હુમલો કર્યો હતો?’

    BBCએ આખો લેખ ઘસી માર્યો, પણ બંનેમાંથી એક પણ આતંકવાદીનું નામ ક્યાંય લખ્યું ન હતું. એટલું જ નહીં, ઑસ્ટ્રેલિયાની સરકારે હુમલાને સત્તાવાર રીતે ‘આતંકવાદી હુમલો’ ઘોષિત કર્યો હોવા છતાં ક્યાંય બંનેને ‘આતંકવાદી’ પણ ગણાવવામાં આવ્યા ન હતા. બંનેને ‘હુમલાખોર’ કહેવામાં આવ્યા.

    એડિટિંગ પહેલાંનું આર્કાઇવ્ડ વર્ઝન

    લેખમાં પોલીસના હવાલે બીજી ઘણી માહિતી આપવામાં આવી, પરંતુ એ કહેવામાં ન આવ્યું કે બંનેનાં નામો શું હતાં. ઉપરાંત મીડિયામાં બંનેના પાકિસ્તાન કનેક્શન વિશે પણ ઘણી માહિતી મળી રહે એમ છે, પરંતુ BBCના લેખમાં આ બધી બાબતોનો પણ કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.

    BBC લખે છે કે, પોલીસ કમિશનરે હુમલાખોર પિતા-પુત્ર વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને નાગરિકતા વિશેનો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પણ કોઈ ટિપ્પણી કરવાની ના પાડી હતી.

    જોકે લેખ પ્રકાશિત થયાના થોડા કલાક પછી BBCને યાદ આવ્યું અને એક લીટી ઉમેરી દેવામાં આવી, તેમાં પણ સ્થાનિક મીડિયાના હવાલે લખવામાં આવ્યું. ‘જોકે, સ્થાનિક મીડિયામાં તેમનાં નામ સાજિદ અને નવીદ અકરમ તરીકે ચાલી રહ્યાં છે.’

    એડિટ કરીને એક લીટી ઉમેરવામાં આવી

    BBCએ 15 ડિસેમ્બરે સવારે લગભગ 7:39 વાગ્યે લેખ પ્રકાશિત કર્યો હોવાનું તેની જ વેબસાઈટ પર જોવા મળે છે, ત્યાં સુધીમાં બંને આતંકવાદીઓનાં નામો સાર્વજનિક થઈ ગયાં હતાં. તેમ છતાં લેખમાં શરૂઆતમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

    લગભગ 12:30 આસપાસ આર્કાઇવ કરવામાં આવેલા લેખમાં (આર્કાઇવ લિન્ક) પણ આવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પછીથી લેખ એડિટ કરીને એક લીટી નાખી દેવામાં આવી. BBC આમ વિશ્વભરમાં ફેલાયેલી સંસ્થા હોવાના ફાંકા મારે છે, પણ આટલી સામાન્ય વાત જાણીને અપડેટ કરવામાં તેમને પાંચ કલાક લાગી ગયા.

    જોકે આ કિસ્સામાં બીબીસીએ પછીથી એડિટ કર્યું એ પણ આશ્ચર્યથી ઓછું નથી, કારણ કે ભૂતકાળમાં બીબીસી આતંકવાદીઓને ‘આતંકવાદી’ ન ગણાવવાનાં કારસ્તાનો કરી ચૂક્યું છે.

    ઑક્ટોબર 2023માં જ્યારે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર ઘાતકી હુમલો કરીને સેંકડો નિર્દોષ યહૂદીઓને મારી નાખ્યા ત્યારે બીબીસીએ અહેવાલોમાં આતંકવાદીઓ માટે ‘ટેરરિસ્ટ’ને સ્થાને ‘મિલિટન્ટસ’ શબ્દ વાપર્યો હતો. જ્યારે દુનિયાભરમાં ટીકા થઈ તો ઉપરથી તંગડી ઊંચી રાખીને બીબીસીએ બચાવ કર્યો હતો અને એક લેખમાં જ્ઞાન આપ્યું હતું કે કેમ તેઓ હમાસના આતંકવાદીઓને ‘આતંકવાદી’ કહેતા નથી.

    બીબીસી જ નહીં અન્ય પણ વામપંથી મીડિયા સંસ્થાનો આવી કરતૂતો કરતાં રહે છે, જેમાં તેઓ આતંકવાદીઓનાં ક્યાં નામ છુપાવી દે છે અથવા તેમને આતંકવાદી ગણાવવાના સ્થાને ‘વિદ્રોહી’ કે ‘મિલિટન્ટ’માં ખપાવી દે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં