તાજેતરમાં જ ડૉ. બી.આર. આંબેડકર (Dr. BR Ambedkar) રાજકીય ચર્ચામાં છે. 20 ડિસેમ્બરે પૂર્ણ થયેલ સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) દરમિયાન પણ ડૉ. આંબેડકર ઘણી ચર્ચામાં રહ્યા હતા. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ તો ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પર તેમનું અપમાન કરવાનો ખોટો આરોપ પણ લગાવી દીધો હતો. ત્યારપછી સંસદમાં ઘણો હોબાળો થયો હતો. રાહુલ ગાંધી (Rahul Gandhi) આ સમગ્ર વિવાદમાં મનુસ્મૃતિને (Manusmriti) પણ વચ્ચે લઇ આવ્યા, તથા દાવા કર્યા કે જે લોકો મનુસ્મૃતિમાં વિશ્વાસ રાખે છે એમને ડૉ. બાબાસાહેબ આંબેડકરથી તકલીફ હશે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ હિંદુ ગ્રંથ મનુસ્મૃતિ વિશે પણ તથ્યરહિત દાવા કર્યા હતા. નોંધનીય બાબત છે કે ભારતીય ચૂંટણીના રાજકારણના સંદર્ભમાં બી.આર. આંબેડકરનું ખૂબ મહત્વ છે તે જોતાં, રાજકારણીઓ માટે તેમનું નામ જપીને પોતાની જાતિ-આધારિત વોટબેંક મજબૂત બનાવવાની અવાર-નવાર ચેષ્ટા કરતા હોય છે.
"Manusmriti protects rapιsts & punishes rapε victims" – Rahul Gandhi.
— True Indology (@TrueIndology) December 21, 2024
No of rapιsts who cited Manusmriti=0.
No of rapιsts who cited Abrahamic scriptures = ∞.
Rahul Gandhi is openly slandering Hindus with shameless lies in Parliament. Far from protecting them, Manusmriti orders… pic.twitter.com/kNkjqcxRdo
ત્યારે રાહુલ ગાંધીએ પણ આ બાબતનો લાભ ઉઠાવ્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે જે લોકોને મનુસ્મૃતિમાં વિશ્વાસ છે તેમને બંધારણથી તકલીફ હશે. જોકે અહીં એ બાબતનો ઉલ્લેખ આવશ્યક છે જ્યારે સ્વતંત્રતા પછી વર્ષ 1949માં બંધારણના નિર્માણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરે હિંદુ કોડ બિલનું નિર્માણ કર્યું, હતું.
એ ઉલ્લેખ પણ આવશ્યક છે કે આ હિંદુ કોડ બિલનો હેતુ હિંદુઓના કાયદાઓમાં ‘સુધારણા‘ કરીને સમાનતા પ્રદાન કરવાનો હતો. જેમાં વારસો, લગ્ન અને ઉત્તરાધિકાર સબંધિત કાયદાઓનો સમાવેશ થાય છે. જોકે નહેરુ તથા કોંગ્રેસે આ સંપૂર્ણ બિલ પાસ થવા દીધું નહોતું. તેઓએ તો સદનમાં તેની ચર્ચા માટે પણ પુરતો સમય પણ નહોતો આપ્યો.
હિંદુ કોડ બિલમાં મનુ-યાજ્ઞવલ્ક્યનો ઉલ્લેખ
નોંધનીય બાબત છે કે આ બિલમાં જ ડૉ. બાબાસાહેબ આંબેડકરે મનુસ્મૃતિના રચયિતાને ઋષિ મનુ તરીકે સંબોધિત કર્યા હતા તથા દલીલ કરી હતી કે ઋષિ મનુ જેવા સ્મૃતિકારોએ મહિલાઓને સંપત્તિનો અધિકાર આપવાની વાત કરી હતી. આ બાબત તેમણે 24 ફેબ્રુઆરી 1949ના રોજ સંવિધાન સભાની ચર્ચા દરમિયાન કહી હતી. (PDF)
તેમણે કહ્યું હતું કે, “તેમાં કોઈ શંકા નથી કે મેં જે બે સ્મૃતિઓનો ઉલ્લેખ કર્યો છે, યાજ્ઞવલ્ક્ય અને મનુ, તે એવા 137 લોકોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે જેમણે સ્મૃતિઓની રચનામાં પોતાનો હાથ અજમાવ્યો છે. બંને સ્મૃતિઓમાં કહ્યું છે કે પુત્રીને સંપત્તિનો ચોથો ભાગ મળવો જોઈએ તે અફસોસની વાત છે કે કોઈ કારણસર પરંપરાઓએ તે પાઠના પ્રભાવને નષ્ટ કરી દીધો છે: અન્યથા, પુત્રીને આપણી પોતાની સ્મૃતિઓના આધારે સંપત્તિમાં ચોથો ભાગ મેળવવાનો અધિકાર હોત.”
આ ઉપરાંત તેમણે કાયદાઓના સ્થાને રીતિ-રિવાજોને પ્રાધાન્ય આપવાનો આરોપ મુક્યો હતો. તેમના મતે જો આવું ન થયું હોત તો મનુસ્મૃતિએ વર્ષો પહેલાં જ મહિલાઓ અને તેમના વારસાગત અધિકારોને સશક્ત કર્યા હોત.
તેમણે કહ્યું હતું કે, “પ્રિવી કાઉન્સિલે જે નિર્ણય લીધો છે તેનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેણે આપણા કાયદામાં સુધારાનો માર્ગ બંધ કરી દીધો છે. પ્રિવી કાઉન્સિલે અગાઉ એક મામલે કહ્યું હતું કે પ્રથા (રીતિ-રિવાજ) કાયદા પર હાવી થશે, પરિણામે આપણા માટે આપણી ન્યાયપાલિકા માટે આપણા ઋષિઓ અને સ્મૃતિકારોએ શું કાયદા બનાવ્યા હતા તે પ્રાચીન નિયમોની તપાસ કરવી સંભવ બની ગઈ.”
તેમણે આગળ કહ્યું કે, “મને એ બાબતે કોઈ કોઈ શંકા નથી કે જો પ્રિવી કાઉન્સિલે તે નિર્ણય ન આપ્યો હોત કે પ્રથા પાઠ પર હાવી હશે, તો કોઈ વકીલ, કોઈ ન્યાયાધીશ માટે યાજ્ઞવલ્ક્ય અને મનુસ્મૃતિના આ પાઠને શોધવાનું શક્ય બની શક્યું હોત અને આજે સ્ત્રીઓને તેમની મિલકતનો ઓછામાં ઓછો ચોથો ભાગ મેળવી રહી હોત.”
ઋષિ મનુના મંતવ્યોનો સ્વીકાર
ઋષિ મનુના મંતવ્યો જાળવી રાખીને, બી.આર. આંબેડકરે ભારપૂર્વક જણાવ્યું કે, “જો કે, પરિસ્થિતિ એ છે કે જ્યાં સુધી દીકરીના હિસ્સાની વાત છે તો એમાં અમે માત્ર એટલું નવું કરી રહ્યા છીએ કે દીકરીનો ભાગ વધારવામાં આવે અને તેને પુત્ર કે વિધવા બરોબર કરવામાં આવે. જેમ હું કહું છું તેમ, જો તમે મારા મતને સ્વીકારો છો તો એમાં કોઈ નવીનતા નથી, આવું કરીને આપણે માત્ર સ્મૃતિઓના પાઠ પર પરત જઈ રહ્યા છીએ, જેનું આપ સૌ સન્માન કરો છો.”
આ અહેવાલ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ છે, મૂળ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.