Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાત‘ગઈકાલે મંદિર ન હતું અને આજે છે, પણ તેનાથી માણસના જીવનમાં શું...

    ‘ગઈકાલે મંદિર ન હતું અને આજે છે, પણ તેનાથી માણસના જીવનમાં શું ફેર પડશે?’: રામ મંદિર અંગે વિપક્ષી નેતાઓ દ્વારા અપાતા જ્ઞાનમાં હવે શંકરસિંહ વાઘેલાએ યોગદાન આપ્યું

    શંકરસિંહે પ્રોપગેન્ડા પોર્ટલ ‘જમાવટ’ને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે રામ મંદિરના મુદ્દા પર વાતચીત કરી હતી. તેમણે પૂછ્યું કે, રામ મંદિર પહેલાં ન હતું અને હવે બની જશે, તો તેનાથી સામાન્ય માણસના જીવનમાં શું ફેર પડશે?

    - Advertisement -

    રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આગામી 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે, જે માટે અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભગવાન રામ અને રામમંદિરને લઈને નિવેદનો આપી રહ્યા છે, જેમાંથી મોટાભાગનાં વિવાદાસ્પદ રહ્યાં છે અને અમુકે તો પછી માફી માંગવાની પણ ફરજ પડી છે. હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં મોટાં પદ પર રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલાએ રામ મંદિર અંગે અમુક વાતો કહી છે. 

    શંકરસિંહ વાઘેલાએ પ્રોપગેન્ડા પોર્ટલ ‘જમાવટ’ને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે રામ મંદિરના મુદ્દા પર વાતચીત કરી હતી. તેમણે પૂછ્યું કે, રામ મંદિર પહેલાં ન હતું અને હવે બની જશે, તો તેનાથી સામાન્ય માણસના જીવનમાં શું ફેર પડશે? તેમણે કહ્યું, “ગઈકાલે મંદિર ન હતું અને હવે આવનારા 12 મહિનામાં બનીને તૈયાર થઈ જશે, પણ તેનાથી માણસના જીવનમાં શું ફરક પડવાનો? મારો મૂળ પ્રશ્ન અહીં છે.”

    તેઓ આગળ કહે છે કે, “અયોધ્યા નવાબની નગરી હતી. જે-તે વખતે લોકોએ શોર્ટકર્ટ માટે હિંદુઓને વટલાવવા માટે કૂવામાં પાણી રેડ્યું કે પછી મંદિર તોડીને ત્યાં મસ્જિદ ઉભી કરી દીધી. આ મંદિર હશે તેમાંથી મસ્જિદ બની પણ હશે. પરંતુ તમે તોડ્યું તે મંદિર તોડ્યું કે મસ્જિદ તોડી? મંદિર તોડ્યું તો રામનું મંદિર તમે તોડ્યું અને તમે બનાવો છો.” જોકે, તેમણે મંદિર કોણે તોડ્યું હતું તે ફોડ પાડીને જણાવ્યું ન હતું. 

    - Advertisement -

    શંકરસિંહ કહે છે કે, “મંદિર બનાવવું જોઈએ પરંતુ ધર્મને રાજકીય સ્વરૂપ ન આપવું જોઈએ. તે થોડો સમય સારું લાગે, પરંતુ લાંબું ન ચાલે. અડવાણીજીની રથયાત્રાથી ભાજપની 2 બેઠકો હતી તે કદાચ 52 થઈ હશે, તેનો લાભ મળ્યો, પરંતુ લોકોની આસ્થાનું રાજકારણ કર્યું. તમે રામને મર્યાદા માટે નહીં પરંતુ પાર્ટી વિસ્તરવા માટે પ્રયાસ કર્યા હતા. એ ન કરાય એમ નહીં પરંતુ નકારાત્મક વલણ ન ધરાવવું જોઈએ.”

    શંકરસિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે અડવાણીની રથયાત્રા ભગવાન રામ માટે (એટલે કે તેમના મંદિરના નિર્માણ માટે) હતી કે ભારતીય જનતા પાર્ટી માટે? ત્યારે તેઓ જવાબ આપે છે કે, “આ આખું આંદોલન ભાજપ માટે જ હતું. ભાજપ સિવાય રામ બીજા કોઈના નહીં? VHPને નવરાઈ ન મળી? બીજા કોઈને ન સૂઝ્યું કે આવું કરીએ? આમને (ભાજપને) સૂઝ્યું કે આને આધાર બનાવીશ તો પાર્ટીની સંખ્યા વધશે. વધે તેમાં ખોટું નથી, પરંતુ પાર્ટીએ રામની મર્યાદા જાળવી રાખવી જોઈએ.”

    ચર્ચામાં અગાઉ તેઓ કહે છે કે સંસદમાં લાલકૃષ્ણ અડવાણીએ તેમને રામ રથયાત્રા સોમનાથથી આયોજિત કરવા માટે જણાવ્યું હતું અને તે માટે માણસો એકઠા કરવાનું કામ પણ તેમને સોંપવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં