Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તમે હિંદુઓ પોતાની અલગ સ્કુલ બનાવી લેજો’: શાળામાં તાજિયા રમાડનાર શિક્ષિકાએ બાળકોને...

    ‘તમે હિંદુઓ પોતાની અલગ સ્કુલ બનાવી લેજો’: શાળામાં તાજિયા રમાડનાર શિક્ષિકાએ બાળકોને આપી હતી ધમકી, કહ્યું હતું- છાજિયા નહીં લો તો નાપાસ કરીશું

    ગરબામાં અચાનક વચ્ચેથી તાજિયા વાગવાના શરૂ થતાં બાળકોએ બંધ કરી દેતાં શિક્ષિકાએ ધમકાવ્યાં હતાં અને ફરી ગીતો શરૂ કરી દીધા હતા.

    - Advertisement -

    નડિયાદની હાથજ પ્રાથમિક શાળામાં માતાજીના ગરબાનું આયોજન કરીને બાળકોને તાજિયા રમાડવાનો મામલો હજુ પણ ચર્ચામાં છે. જે પ્રકારે ખુલાસા થઇ રહ્યા છે તેને જોતાં આ સમગ્ર ઘટના પૂર્વનિયોજિત કાવતરું હોવાની આશંકાઓને પણ બળ મળી રહ્યું છે. શાળાનાં બાળકોએ શિક્ષકો પર આરોપ લગાવતાં કહ્યું છે કે, તેમણે બાળકોને છાજિયા ન લેવા બદલ નાપાસ કરવાની ધમકી આપી હતી તેમજ તાજિયા રમવાની ના પાડતાં શિક્ષિકાએ તમે હિંદુઓ પોતાની અલગ સ્કુલ બનાવી દેજો એમ પણ કહ્યું હતું. 

    અખબાર દિવ્ય ભાસ્કરના એક અહેવાલ મુજબ, બાળકોએ જણાવ્યું કે, શિક્ષિકાઓ સાબેરા વોરા અને મિલકાબેને તમામ વિદ્યાર્થીઓને ગરબા રમવા માટે શાળાએ બોલાવ્યા હતા. થોડીવાર ગરબા ચાલ્યા પછી મુસ્લિમોનાં ગીતો ચાલુ કર્યાં હતાં. શાળાની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, શિક્ષિકાએ તમામ બાળકોને તાજિયા રમવા માટે કહ્યું હતું અને જો નહીં રમે તો બધાને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી હતી. 

    અન્ય એક વિદ્યાર્થીએ અખબારને જણાવ્યું હતું કે, ગરબા બાદ અચાનક તાજિયાનાં ગીત શરૂ થઇ જતાં મારા એક મિત્રે જઈને ગીત બંધ કરી દીધું હતું, પરંતુ ટીચરે તાજિયાનું ગીત ફરી શરૂ કર્યું અને તેઓ પણ રમવા લાગ્યાં હતાં. 

    - Advertisement -

    શિક્ષિકાએ કહ્યું- ઉપર ફોટા મોકલવાના છે, થોડા દિવસ પછી મહોરમ આવે છે 

    આ અંગે એક વાલીએ જણાવ્યું હતું કે, હાલ નવરાત્રિના સમયમાં તાજિયા શા માટે રમાડવામાં આવ્યા તેમ પૂછતાં મિલકાબેને કહ્યું હતું કે, અમારે દરેક કાર્યક્રમના ફોટા ઉપર મોકલવાના હોય છે. થોડા દિવસ પછી મહોરમ પણ આવશે. એટલે વિદ્યાર્થીઓને જે કરાવીએ એના ફોટા મોકલવા પડે છે. વાલીઓએ પૂછ્યું કે ફોટા કોને મોકલવામાં આવે છે, ત્યારે ‘તમારે જાણીને શું કામ છે’ તેવો જવાબ મળ્યો હતો. 

    હિંદુઓ અલગ સ્કુલ બનાવી દેજો: શિક્ષિકા 

    બાળકોએ શિક્ષિકા પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેમણે તાજિયા રમવાની ના પાડતાં શિક્ષિકા મિલકાબેન ઉપરના માળે લઇ ગયાં હતાં અને કહ્યું હતું કે, તમે હિંદુઓ તમારી અલગ શાળા બનાવી લેજો. 

    સમગ્ર ઘટના એવી હતી કે, નડિયાના હાથજની પ્રાથમિક શાળામાં કેટલીક મુસ્લિમ અને ખ્રિસ્તી શિક્ષિકાઓએ માતાજીના ગરબામાં તાજિયાનાં ગીત વગાડ્યાં હતાં અને બાળકોને રમવા માટે મજબુર કર્યાં હતાં. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. 

    વિડીયો વાયરલ થયા બાદ અને હિંદુઓના વિરોધ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરીને ચાર શિક્ષિકાઓને સસ્પેન્ડ કરી દીધી હતી. જેમની ઓળખ સાબેરા વોરા, જાગૃતિબેન સાગર, એકતાબેન આકાસી અને સોનલબેન વાઘેલા તરીકે થઇ હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં