Saturday, October 12, 2024
More
    હોમપેજગુજરાતયુવાનોને રોજગાર આપવામાં સમગ્ર દેશમાં પ્રથમ ગુજરાત, 5 વર્ષમાં 15 લાખથી વધુ...

    યુવાનોને રોજગાર આપવામાં સમગ્ર દેશમાં પ્રથમ ગુજરાત, 5 વર્ષમાં 15 લાખથી વધુ લોકોને નોકરીઓ મળી: રિપોર્ટમાં સામે આવ્યું- મહિલાઓને રોજગાર આપવામાં બીજા ક્રમે

    વર્ષ 2022માં દેશનાં રાજ્યો દ્વારા કુલ 6,44,600 યુવાનોને નોકરી પૂરી પાડવામાં આવી. જેના 43 ટકા એટલે કે 2,74,800 યુવાનોને એકલા ગુજરાતે રોજગારી આપી છે.

    - Advertisement -

    તાજેતરમાં ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં સામે આવ્યું હતું કે રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ 2002થી દેશમાં સતત પ્રથમ ક્રમે રહ્યું છે. રાજ્યે આ ક્રમ આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. 

    તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક્સ-2023’ શીર્ષકથી એક રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે, વર્ષ 2022 દરમિયાન રોજગાર પૂરો પાડવામાં ગુજરાત બાકીનાં તમામ રાજ્યોને પાછળ છોડીને પ્રથમ ક્રમે આવ્યું છે. આ બાબતની જાણકારી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આપી હતી. 

    રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, વર્ષ 2022માં દેશનાં રાજ્યો દ્વારા કુલ 6,44,600 યુવાનોને નોકરી પૂરી પાડવામાં આવી. જેના 43 ટકા એટલે કે 2,74,800 યુવાનોને એકલા ગુજરાતે રોજગારી આપી છે. આ ઉપરાંત દેશભરમાં કુલ 13,67,600 જેટલી ખાલી પડેલી જગ્યાઓ નોંધવામાં આવી છે, જેમાંથી ગુજરાત 3,59,900 જગ્યાઓ સાથે બીજા ક્રમે છે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગાર પૂરો પાડવામાં પણ ગુજરાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. 2022 દરમિયાન અનુસૂચિત જાતિના કુલ 38,700 યુવાનોને રોજગાર આપવામાં આવ્યો હતો, જેમાંથી ગુજરાતનો હિસ્સો 58 ટકા જેટલો છે. ગુજરાતે 2022માં 22,600 અનુસૂચિત જાતિના યુવાનોને રોજગાર આપ્યો હતો. જ્યારે અનુસૂચિત જનજાતિના યુવાનોની વાત કરવામાં આવે તો દેશમાં 2022માં કુલ 22,000 ઉમેદવારોને નોકરી મળી હતી, જેમાંથી 86 ટકા એટલે કે 19,100 યુવાનોને માત્ર ગુજરાતે રોજગારી આપી છે.

    ગુજરાતમાં માત્ર પુરૂષો જ નહીં પણ મહિલાઓને પણ સમાન તકો મળી રહી હોવાનું કેન્દ્રીય મંત્રાલયના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. જે અનુસાર, મહિલાઓને રોજગાર આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. 2022માં કુલ 1,22,700 મહિલાઓને રોજગાર આપવામાં આવો, જેમાંથી ગુજરાતે 37 ટકા એટલે કે 45,800 મહિલાઓને નોકરી આપી હતી. આ ઉપરાંત, રોજગારવાંચ્છુક મહિલાઓની નોંધણીમાં ગુજરાત સમગ્ર દ્રશ્યમાં પ્રથમ છે. દેશમાં થયેલી 8 ટકા મહિલાઓની નામ નોંધણીમાં ગુજરાતનો ફાળો 75 ટકા જેટલો છે. 

    આ જાણકારી આપતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે, રાજ્યના યુવાધનને રોજગારી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતુત્વમાં રાજ્ય સરકર સતત પ્રયત્નશીલ રહી છે અને રોજગાર મેળા સહિતના પ્રયાસો હાથ ધરી રહી છે. તેનું જ પરિણામ છે કે આજે ગુજરાત રોજગાર આપવામાં સતત અવ્વલ રહ્યું છે. રાજ્ય સરકાર અનુસાર, વર્ષ 2018-19થી 2022-23 દરમિયાન 5 વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ યુવાનોને નોકરી આપવામાં આવી છે. 

    (આંકડાકીય માહિતી સાભાર- માહિતી ખાતું, ગુજરાત સરકાર)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં