Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકચ્છની ધરતી ધણધણી: ભચાઉના આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ફફડાટ

    કચ્છની ધરતી ધણધણી: ભચાઉના આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ફફડાટ

    કચ્છના ભચાઉ નજીક વહેલી સવારે 6 વાગીને 47 મીનીટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 15 કિલોમીટર દુર નોંધાયું છે. આધિકારિક માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 જેટલી હોવાનું કહેવામાં આવ્યું છે.

    - Advertisement -

    રાજ્યના સીમાવર્તી જિલ્લા કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં સહુથી વધુ તીવ્રતા ધરાવતા ઝોન-5માં આવતા કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. હાલ ભૂકંપને લઈને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

    મળતી માહિતી અનુસાર કચ્છના ભચાઉ નજીક વહેલી સવારે 6 વાગીને 47 મીનીટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 15 કિલોમીટર દુર નોંધાયું છે. આધિકારિક માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 જેટલી હોવાનું કહેવામાં આવ્યું છે. ભચાઉ અને કચ્છના પૂર્વ ભાગમાં આ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છે.

    ઉલ્લેખનીય છે કે વહેલી સવારે 6 વાગીને 47 મીનીટે અનુભવાયેલા આ ભૂકંપથી હજુ સુધી કોઈ જાન-માલનું નુકસાન નથી નોંધાયું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એટલે કે GSMDA મુજબ કચ્છ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની સૂચિમાં સહુથી વધુ તીવ્રતા સાથે ઝોન-5માં આવતો જિલ્લો છે. પાછલા કેટલાક વર્ષોમાં કચ્છ અનેક ભૂકંપોનો સામનો કરી ચુક્યું છે.

    - Advertisement -

    નોંધનીય છે કે વર્ષ 2001માં કચ્છ ભારતમાં ત્રીજા સહુથી મોટા અને બીજા નંબરના સહુથી વિનાશકારી ભૂકંપનો ભોગ બન્યું હતું. આ હોનારતમાં 13 લાખ 800થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ઉપરાંત 1 લાખ 67 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ ભચાઉ નજીક હતું, જેના કારણે સહુથી વધુ અસર ભચાઉને જ થઇ હતી. તેવામાં ફરી એક વાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં