Sunday, July 14, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકફેક્ટ ચેક: PSLની ડિજીટલ વ્યુઅરશીપ IPL કરતાં પણ વધુ છે એવા PCB...

  ફેક્ટ ચેક: PSLની ડિજીટલ વ્યુઅરશીપ IPL કરતાં પણ વધુ છે એવા PCB ચેરમેન નજમ સેઠીના દાવામાં કેટલું સત્ય છે ચાલો જાણીએ

  નજમ સેઠીએ દાવો કર્યો હતો કે PSL 8 જે પૂર્ણ થવા આવી છે તેને 150 મિલિયનની ડિજીટલ વ્યુઅરશીપ મળી છે જ્યારે IPL 8ને 130 મિલિયનની વ્યુઅરશીપ મળી હતી. આમ આ રીતે PSL 8 એ IPL 8 કરતાં બહેતર છે અને દરેક પાકિસ્તાનીઓ માટે આ ગર્વ કરવાની વાત છે.

  - Advertisement -

  પાકિસ્તાન સુપર લીગ એટલેકે PSL એ ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલેકે IPL કરતાં બહેતર કેમ છે એ કરી બતાવવા કરતાં આ પ્રકારનાં દાવા કરવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલેકે PCBનાં બે ચેરમેનો વચ્ચે જાણેકે હરીફાઈ ચાલી રહી છે. ગત શનિવારે PSL 8 પૂર્ણ થઇ જેમાં લાહોર કલંદર્સે મુલતાન સુલ્તાન્સને ફક્ત એક રને હરાવીને સતત બીજી વખત ટ્રોફી જીતી લીધી હતી. આ જ ફાઈનલ શરુ થવા અગાઉ PCBનાં હાલનાં ચેરમેન નજમ સેઠીએ દાવો કર્યો હતો કે PSL એ IPL કરતાં બહેતર છે.

  નજમ સેઠીએ દાવો કર્યો હતો કે PSL 8 જે પૂર્ણ થવા આવી છે તેને 150 મિલિયનની ડિજીટલ વ્યુઅરશીપ મળી છે જ્યારે IPL 8ને 130 મિલિયનની વ્યુઅરશીપ મળી હતી. આમ આ રીતે PSL 8 એ IPL 8 કરતાં બહેતર છે અને દરેક પાકિસ્તાનીઓ માટે આ ગર્વ કરવાની વાત છે. પરંતુ નજમ સેઠી આવો દાવો કરતાં સમયે એક બાબત ભૂલી ગયાં કે તેઓ આમ કરીને પોતાની જ જાળમાં ફસાઈ ગયાં છે.

  નજમ સેઠી એ હકીકત પણ ભૂલી ગયાં છે કે આ પ્રકારનું ચૂરણ તેઓ એક કિલો લોટ ખરીદવા માટે પોતાનાં જ દેશમાં ઠેરઠેર ભટકી રહેલાં પાકિસ્તાનીઓને વેંચીને મૂર્ખ બનાવી શકે છે નહીં કે સમજી વિચારીને નિર્ણય લેતાં ભારતીયોને અથવાતો વૈશ્વિક ક્રિકેટ આંકડાશાસ્ત્રીઓને. નજમ સેઠીના આ દાવાથી ભૂખ્યાં પાકિસ્તાનીઓને કદાચ એક સમયની રોટલી ખાઈ લીધાંનો સંતોષ ભલે મળી ગયો હોય પરંતુ સેઠી સાહેબના આ દાવાનાં તળિયામાં જ મસમોટું કાણું છે.

  - Advertisement -

  નજમ સેઠીએ PSL 8 અને IPL 8ની ડિજીટલ વ્યુઅરશીપની સરખામણી કરીને PSLને મહાન તો બતાવી દીધી પરંતુ કોઇપણ ડાહ્યો માણસ આ દાવાને ત્યારે હસી કાઢશે જ્યારે તેને ખબર હશે કે IPL 8 તો આજથી બરોબર 7 વર્ષ અગાઉ એટલેકે વર્ષ 2015માં રમાઈ હતી! ટૂંકમાં PCB ચેરમેન નજમ સેઠી IPL 8ને જે 130 મિલિયનની ડિજીટલ વ્યુઅરશીપ મળ્યાંનો દાવો કરે છે એ આજથી 7 વર્ષ અગાઉ IPL 8ને મળી હતી.

  એટલે જો સરળ શબ્દોમાં સમજવું હોય તો એમ કહી શકાય કે PSL 8 ને આજે જે ડિજીટલ વ્યુઅરશીપ મળી છે તેનાથી નજીકની વ્યુઅરશીપ તો IPLને આજથી 7 વર્ષ અગાઉ જ મળી ચૂકી છે! તો નજમ સેઠી કયા મોઢે આ પ્રકારનો મોટો દાવો કરી રહ્યાં છે? જ્યારે સત્ય તેમની વિરુદ્ધ છે તેમ છતાં તેઓ કોઈને કોઈ રીતે PSLને IPLથી મોટી ગણાવી રહ્યાં છે. જ્યારે સત્ય તો એ છે કે IPLમાં જે કિંમતે કોઈ ફ્રેન્ચાઇઝી કોઈ એક ખેલાડીને ખરીદે છે એટલું બજેટ તો કદાચ PSLની કોઈ એક ફ્રેન્ચાઇઝીનું પણ નહીં હોય.

  એક બીજું સત્ય એ પણ છે કે 2015માં જ્યારે IPL 8 રમાઈ ત્યારે ભારતમાં ડિજીટલ બૂમ થવામાં હજી વાર હતી, એટલેકે Jio દ્વારા તેનું સસ્તું ઈન્ટરનેટ હજી તેનાં પગ ફેલાવી જ રહ્યું હતું. આ સમયે પણ જો IPL 8 નજમ સેઠીના જ દાવા અનુસાર 130 મિલિયનની ડિજીટલ વ્યુઅરશીપ લઇ આવી હોય તો વિચારો કે તેના 8 વર્ષ બાદ એટલેકે આ વર્ષે જ્યારે ઈન્ટરનેટ ભારતમાં ઘેરઘેર ફેલાઈ ગયું છે તે કેટલી વ્યુઅરશીપ લઇ આવશે? કદાચ નજમ સેઠીને હજમ પણ ન થાય એટલી!!

  અગાઉ PCBના ભૂતપૂર્વ ચેરમેન રમીઝ રાજા પણ PSLને એટલી બહેતર બનાવીશું કે ખેલાડીઓ IPL છોડીને PSL રમવા દોડ્યાં આવશે એવા હવાઈ દાવાઓ કરી ચુક્યા છે. પરંતુ નજમ સેઠી એક જમાનામાં પત્રકાર અને તંત્રી હતાં તેમનાં જેવા બુદ્ધિજીવી પાસેથી આશા હતી કે તેઓ PSLનું ખરું સ્થાન શું છે એ સમજશે અને IPL સાથે હોડમાં લાગવાને બદલે PSL 8 અને ત્યારબાદની તેની સિઝનને બહેતર બનાવવા પર પુરતું ધ્યાન આપશે.

  પરંતુ આવું કરવાને બદલે નજમ સેઠી ખુદ એવા દાવાઓ કરવા લાગ્યાં છે કે જેનાં પાયામાં જ અસત્ય ધરબાયેલું જોવા મળી રહ્યું છે. આમ કરીને નજમ સેઠીએ માત્ર પોતાની જ નહીં પરંતુ PCB ચેરમેન હોવાને નાતે PCB અને સમગ્ર પાકિસ્તાની મશ્કરી દુનિયાભરમાં કરાવી દીધી છે. એટલું જ નહીં પરંતુ PSL 8 જે રીતે કટોકટીભરી ફાઈનલને લીધે ઊંચા સ્તરે પૂરી થઇ તેનો ગિલેટ પણ તેમણે ઓછો કરી દીધો છે.

  IPLની 16મી સિઝન એટલેકે PSL કરતાં પણ બે ગણો આંકડો ધરાવતી સિઝન 31 માર્ચ 2022નાં દિવસે શરુ થશે અને પહેલી જ મેચ કદાચ PSL 8ની ફાઈનલની ડિજીટલ વ્યુઅરશીપનાં ભુક્કા બોલાવી દે તેની પૂરેપૂરી શક્યતાઓ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં