1971ના મુક્તિ સંગ્રામે પૂર્વ પાકિસ્તાનના દમનકારી શાસનથી બાંગ્લાદેશની સ્વતંત્રતા (Bangladesh Liberation War) તો મેળવી જ, પણ ઉપખંડના ઐતિહાસિક અને ભૂ-રાજકીય પરિદૃશ્યને પણ બદલી નાખ્યું. જોકે, આ સિદ્ધિ ભારતના સમર્થન વિના શક્ય નહોતી. ભારતે સાચા મિત્ર તરીકે કામ કર્યું અને બંગાળી લોકોની સ્વતંત્રતા દ્વારા તેમની લુપ્ત થતી આકાંક્ષાઓને પુનર્જીવિત કરી. બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો વિવિધ સરકારો હેઠળ પડકારો હોવા છતાં, મૈત્રીપૂર્ણ રીતે ટકી રહ્યા હતા.
જોકે, ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને હટાવવાથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે, જેનું મુખ્ય કારણ મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના વર્તમાન શાસનની ઇસ્લામવાદી વિચારધારા છે. તે સરકાર ન માત્ર હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પરના ક્રૂર અત્યાચારને ચૂપચાપ જોઈ રહી છે, પરંતુ નિયમિત તકરાર પેદા કરતા નિવેદનો અને વાંધાજનક ટિપ્પણીઓ કરીને ભારત સાથેના તેના સંબંધોને નુકસાન પહોંચાડવા માટે પણ કામ કરી રહી છે.
બાંગ્લાદેશની નજર ‘સેવેન સિસ્ટર’ પર, ચીનને પણ આપ્યું આમંત્રણ
આનું તાજેતરનું ઉદાહરણ યુનુસની ચીન મુલાકાત દરમિયાન સ્પષ્ટ થયું હતું. જ્યાં તેમણે બેઇજિંગને આ ક્ષેત્રમાં “વિસ્તરણ” શોધવાનું આહ્વાન કર્યું હતું. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતના સાત ઉત્તરપૂર્વીય રાજ્યો જમીનથી ઘેરાયેલા છે. તેમણે કહ્યું હતું કે, “ભારતના સાત રાજ્યો, ભારતનો પૂર્વીય ભાગ, જેને સેવેન સિસ્ટર (અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા) કહેવામાં આવે છે. તે ભારતનો જમીનથી ઘેરાયેલો પ્રદેશ છે. તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી.” તેમણે ચીનને આ ક્ષેત્રમાં ‘સમુદ્રના એકમાત્ર રક્ષક’ તરીકેની તેની (બાંગ્લાદેશની) વ્યૂહાત્મક સ્થિતિનો લાભ લઈને બાંગ્લાદેશમાં આર્થિક પગપેસારો સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું.
તેમણે કોમ્યુનિસ્ટ સરકારને પોતાના દેશમાં રોકાણ કરવાની લાલચ આપતા કહ્યું હતું કે, “આપણે આ સમગ્ર પ્રદેશ માટે સમુદ્રના એકમાત્ર રક્ષક છીએ. તેથી આ એક વિશાળ શક્યતા ખોલે છે. તેથી આ ચીની અર્થતંત્રનું વિસ્તરણ પણ હોય શકે છે, વસ્તુઓનું નિર્માણ કરી શકાય છે, વસ્તુઓને બજારમાં મૂકી શકાય છે, વસ્તુઓને ચીનમાં લઈ જઈ શકાય છે અને તેને સમગ્ર વિશ્વમાં પણ ફેલાવી શકાય છે. તે તમારા માટે એક પ્રોડક્શન હાઉસ છે.”
વધુમાં યુનુસે કહ્યું કે, “આ એક એવી તક છે જેનો આપણે લાભ ઉઠાવવો જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. નેપાળ અને ભૂટાન પાસે અમર્યાદિત જળવિદ્યુત છે, જે એક વરદાન તરીકે છે. આપણે તેને આપણાં ઉદ્દેશ્ય માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બાંગ્લાદેશથી તમે ગમે ત્યાં જઈ શકો છો. સમુદ્ર આપણું બેકયાર્ડ છે.”
યુનુસ જાણે છે કે, ભારત ચીનના વિસ્તરણવાદી વલણોને કારણે તેના નજીકના વિસ્તારોમાં ચીનના વધતા પ્રભાવથી ચિંતિત હશે. બાંગ્લાદેશ ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, કારણ કે, દેશના અનેક સ્થળો ‘સિલિગુડી કોરિડોર’ ની નજીક આવેલા છે, જેને ‘ચિકન નેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક સાંકડો પ્રદેશ છે, જે ઉત્તરપૂર્વીય રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે જોડે છે.
નોંધવા જેવું છે કે, આ પહેલી વાર નથી કે, જ્યારે તેમણે ભારતની સાર્વભૌમત્વને નબળી પાડવા અને બાંગ્લાદેશની પહોંચને અયોગ્ય રીતે વધારવા માટે અપમાનજનક નિવેદન આપ્યું હોય. ઓગસ્ટ, 2024માં NDTVને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે ધમકી આપતા કહ્યું હતું કે, “જો તમે બાંગ્લાદેશને અસ્થિર કરશો, તો અરાજકતા આખા બાંગ્લાદેશની સાથે-સાથે મ્યાનમાર અને પશ્ચિમ બંગાળ સહિત સેવન સિસ્ટરમાં પણ ફેલાઈ જશે અને આ જ્વાળામુખીની જેમ ફાટશે આપણી આસપાસ અને મ્યાનમારમાં પણ. તે એક મોટી સમસ્યા હશે, કારણ કે મ્યાનમારમાં 10 લાખ રોહિંગ્યા છે.
26 માર્ચે બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસના દિવસે યુનુસ સ્પેશ્યલ વિમાનમાં ચીનની ચાર દિવસની સત્તાવાર મુલાકાત માટે નીકળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કર્યા અને ચીનના વડાપ્રધાન શી જિનપિંગને પણ મળ્યા. ઢાકાના વિદેશ મંત્રાલયના ટોચના અધિકારી મોહમ્મદ જશીમ ઉદ્દીને જણાવ્યું હતું કે, “મોહમ્મદ યુનુસે તેમની પ્રથમ રાજકીય યાત્રા માટે ચીનને પસંદ કર્યું છે અને આ સાથે બાંગ્લાદેશ એક સંદેશ મોકલી રહ્યું છે.” મુલાકાત દરમિયાન યુનુસે કરેલી ટિપ્પણીઓ હેતુપૂર્ણ સંદેશનું સ્પષ્ટ પ્રતિનિધિત્વ કરે છે.
યુનુસની શંકાસ્પદ ટિપ્પણીથી ગરમાયું રાજકારણ
અપેક્ષા મુજબ આ ટિપ્પણીઓની ભારતમાં ખૂબ ટીકા થઈ. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ યુનુસના નિવેદનને ‘અપમાનજનક અને સખત નિંદનીય’ પણ ગણાવ્યું. તેમણે સિલિગુડી કોરિડોરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું હતું કે, તે વિસ્તારની આસપાસ રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રેલવે નેટવર્કની ખૂબ જરૂર છે. તેમણે કહ્યું કે, “ઐતિહાસિક રીતે ભારતમાં પણ આંતરિક તત્વોએ ઉત્તરપૂર્વને મુખ્ય ભૂમિથી અલગ કરવાની ઘાતક સલાહ આપીને ચિકન નેકને કાપવાની વાત કરી છે.”
સરમાએ ઉમેર્યું હતું કે, “ચિકન નેકને અસરકારક રીતે બાયપાસ કરીને ઉત્તરપૂર્વને મુખ્ય ભૂમિ ભારત સાથે જોડતા વૈકલ્પિક માર્ગોની શોધખોળને પ્રાથમિકતા આપવી જોઈએ.” તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે, “મોહમ્મદ યુનુસના આવા ઉશ્કેરણીજનક નિવેદનોને હળવાશથી ન લેવા જોઈએ, કારણ કે તે ઊંડા વ્યૂહાત્મક વિચારણાઓ અને લાંબા સમયથી ચાલતા એજન્ડાને પ્રતિબિંબિત કરે છે.”
The statement made by Md Younis of Bangladesh so called interim Government referring to the seven sister states of Northeast India as landlocked and positioning Bangladesh as their guardian of ocean access, is offensive and strongly condemnable. This remark underscores the…
— Himanta Biswa Sarma (@himantabiswa) April 1, 2025
રાજકીય અને સુરક્ષા વિશ્લેષક ક્રિસ બ્લેકબર્ને આ ટિપ્પણીને ‘ખૂબ જ ચિંતાજનક અને સ્પષ્ટતાની જરૂર’ ગણાવી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતું કે, શું યુનુસ ભારતના સેવન સિસ્ટર રાજ્યોમાં ચીનની સંડોવણીની હિમાયત કરી રહ્યા હતા.
It is very disturbing and needs clarification. Is Yunus publicly calling for China to get involved in the Seven Sister states of India? https://t.co/9jIqBxfGqO
— Chris Blackburn (@CJBdingo25) March 31, 2025
ભારતના અર્થશાસ્ત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સન્યાલે પણ આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, “રસપ્રદ વાત એ છે કે યુનુસ ચીનીઓને જાહેર અપીલ કરી રહ્યા છે, કારણ કે ભારતના 7 રાજ્યો જમીનથી ઘેરાયેલા છે.” વધુમાં તેમણે યુનુસના નિવેદનના મહત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
Interesting that Yunus is making a public appeal to the Chinese on the basis that 7 states in India are land-locked. China is welcome to invest in Bangladesh, but what exactly is the significance of 7 Indian states being landlocked? https://t.co/JHQAdIzI9s
— Sanjeev Sanyal (@sanjeevsanyal) March 31, 2025
ચિકન નેક અને વ્યૂહાત્મક ઊંડાણ
20 કિલોમીટર પહોળો સિલિગુડી કોરિડોર, જેને ‘ચિકન નેક’ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારત અને પૂર્વોત્તર (ઉત્તર પૂર્વ) વચ્ચેની એકમાત્ર કડી છે. તે ચારે તરફથી જમીનથી ઘેરાયેલો કોરિડોર છે અને 2.62 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર, અથવા ભારતના કુલ ભૂમિના આશરે 8% વિસ્તારને પોતાનામાં આવરી લે છે. તે ઉત્તર દિનાજપુર જિલ્લાના ઉત્તરીય ક્ષેત્ર અને દાર્જિલિંગ જિલ્લાના દક્ષિણ વિસ્તારને આવરી લે છે. તેની સરહદો પૂર્વમાં બાંગ્લાદેશ અને પશ્ચિમમાં બિહારમાં કિશનગંજ અને પૂર્ણિયા જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓને અડે છે.
તેની 99% સરહદો તેના પાંચ પડોશી દેશો: ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળની નજીક છે અને બાકીની 1% જમીન સરહદ કોરિડોર દ્વારા પસાર થાય છે, જે સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે એક આવશ્યક માર્ગ બની જાય છે. પૂર્વોત્તર ભારત ખોરાક, દવાઓ, સાધનો અને મકાન પુરવઠા સહિતની લગભગ બધી જરૂરિયાતો માટે સિલિગુડી કોરિડોર પર આધાર રાખે છે. દેશના બાકીના ભાગમાંથી આ પ્રદેશમાં વસ્તુઓ પહોંચાડવામાં ઘણો સમય લાગે છે અને ઘણો ખર્ચ થાય છે.
જો આ માર્ગ પર હુમલો કરવામાં આવે અથવા તેને અવરોધિત કરવામાં આવે તો પૂર્વોત્તરનો આખો ભાગ ભારતથી અલગ પડી શકે છે. તેથી કોરિડોરની નબળાઈ હજુ પણ મોટી ચિંતાનો વિષય છે, ખાસ કરીને નજીકમાં ચીનના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને. વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સહિત અનેક વિશેષજ્ઞોએ પણ આ બાબત વિશે વાત કરી છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કોરિડોરને ‘સંવેદનશીલ’ અને ભારત માટે મુખ્ય સુરક્ષા પ્રાથમિકતા તરીકે વર્ગીકૃત કર્યો હતો.

ગયા ઓક્ટોબરમાં એક કોન્ક્લેવ દરમિયાન પૂર્વીય કમાન્ડના ભૂતપૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતાએ કહ્યું હતું કે, મ્યાનમારમાં સંઘર્ષ અને બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અને ચટગાંવ બંદર દ્વારા ત્રિપુરા સાથે સંપર્ક જેવા અન્ય માર્ગો અવરોધાયા છે. જેના કારણે સિલિગુડી કોરિડોર વધુ મહત્વપૂર્ણ ચેનલ બની ગયો છે.
તેમણે ચીન-મ્યાનમાર ઈકોનોમિક કોરિડોર (CEMEC) દ્વારા મ્યાનમારમાં ચીનના વધતા પ્રભાવની રૂપરેખા આપી હતી, જે બેઇજિંગને આ વિસ્તારમાં વધુ પ્રભાવ આપે છે. ખાસ કરીને ઉત્તરી બાંગ્લાદેશના રંગપુર વિભાગ દિનાજપુરમાં ચીની મજૂરોની વધતી સંખ્યા પણ એટલી જ મોટી સમસ્યાનો મુદ્દો હતો. તેમનું માનવું હતું કે, આ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ, જે સિલિગુડી કોરિડોરની નજીક બને છે છે, તે લશ્કરી અથવા ભૂ-રાજકીય ઉદ્દેશ્યો માટેનો મોરચો પણ હોય શકે છે.
પૂર્વી નેપાળમાં ચીનનો વધતો પ્રભાવ, ખાસ કરીને કોરિડોર નજીકના પ્રોજેક્ટ્સમાં. તે ભારત અને નેપાળની છિદ્રાળુ સરહદોને કારણે ગંભીર સુરક્ષા જોખમ પણ દર્શાવે છે. 2017માં 73 દિવસના ડોકલામ સંઘર્ષ દરમિયાન ચીને કોરિડોરને સુરક્ષિત કરવાના ધ્યેય સાથે ભૂટાનમાં આક્રમક રીતે ઘૂસણખોરી કરી હતી. જોકે, ભારતે ગતિરોધમાં જીત મેળવી હતી. સિલિગુડી કોરિડોરની નજીક આવેલી તિબેટની ચુમ્બી ખીણમાં ચીનની વધતી પ્રવૃત્તિ આ પ્રદેશને સુરક્ષિત કરવાના મહત્વ પર ભાર મૂકે છે.
જનરલ કતિલાએ અનેક રિપોર્ટ્સનો હવાલો આપતા કહ્યું હતું કે, ચીન તિબેટ સ્વાયત્ત પ્રદેશમાં (TAR) વ્યાપક માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. તેમાં પરિવહન નેટવર્ક ઉપરાંત એરફિલ્ડ અને લશ્કરી થાણાઓનો સમાવેશ થાય છે, જેના કારણે તેની લશ્કરી શક્તિ સિલિગુડી કોરિડોરની નજીક આવી રહી છે. ચીને અરુણાચલ પ્રદેશ સરહદ પર મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ, ગામડાઓ અને ડેમનું નિર્માણ કર્યું છે, જેને તે ‘દક્ષિણ તિબેટ’નો ભાગ હોવાનો દાવો કરે છે.
અહેવાલ મુજબ, ચીને અરુણાચલની નજીક LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા) પર 90 નવી વસ્તીઓ સ્થાપી છે. 2018 અને 2022ની વચ્ચે 600થી વધુ વસાહતો પહેલાંથી જ ઉભરી આવી છે. મે 2024માં લેવામાં આવેલા સેટેલાઇટ ફોટામાં માજીદુનચુન અને ઝુઆંગનાન જેવા સ્થળોએ ઇન્ફ્રાસ્ટ્રકચર જોવા મળે છે, જ્યાં નાગરિક અને લશ્કરી એમ બંને પ્રકારની માળખાકીય સુવિધાઓ છે. તિબેટ સ્વાયત્ત પ્રદેશના લોખા પ્રાંત અને ન્યિંગચીની (અરુણાચલ નજીક)આસપાસના ઘણા સમુદાયો LACથી 5 થી 30 કિલોમીટરની વચ્ચે આવેલા છે.
તેમણે જણાવ્યું હતું કે, “જો તમે નકશા પર બધું બનાવો તો પશ્ચિમ ભૂટાનમાં ચીનની ઘૂસણખોરી, પૂર્વી નેપાળ અને ઉત્તરી બાંગ્લાદેશમાં તેમની પ્રવૃત્તિઓ સિલિગુડી કોરિડોર તરફ નિર્દેશ કરતી ગતિવિધિઓ દર્શાવશે છે. જમીનનો આ નાનો ભાગ સુરક્ષા અને આર્થિક બંને કારણોસર મહત્વપૂર્ણ છે, કારણ કે દરરોજ દસ લાખથી વધુ વાહનો તેનો ઉપયોગ કરે છે, જે લગભગ 2,400 મેટ્રિક ટન કાર્ગો વહન કરે છે અને ₹142 કરોડની આવક લાવે છે.
તેમણે કહ્યું હતું કે, “ચીનીઓ તેમના સરહદ વ્યવસ્થાપનમાં આક્રમક રહેશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ચીન તાજેતરના વર્ષોમાં ‘સલામી સ્લાઇસિંગ’ તરીકે ઓળખાતી રણનીતિનો ઉપયોગ કરી રહ્યું છે, જેમાં તાત્કાલિક મોટો સંઘર્ષ શરૂ કર્યા વિના નિયંત્રણ વધારવા માટે ધીમે-ધીમે નાના પ્રયાસો કરવાનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કેટલાક ટ્રાન્ઝિટ કરારો છે, જે ઉત્તરપૂર્વમાં મુસાફરીને સરળ બનાવવા માટે તેના બંદરો, જળમાર્ગો, રેલ સિસ્ટમ અને હાઇવેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આના કારણે બાંગ્લાદેશની નદીઓ, તેના હાઇવે અને ચટગાંવ બંદર દ્વારા ચોક્કસ વસ્તુઓનું પરિવહન કરવામાં આવે છે, જેના બદલામાં મોટી આવક થાય છે. તેમ છતાં બાંગ્લાદેશ પર ભરોસો રાખવો હંમેશા જ જોખમકારક રહે છે. કારણ કે બંને રાષ્ટ્રો વચ્ચેના પરિવહન કરારો તેના રાજકારણ દ્વારા નિષ્ફળ થાય તેવી સંભાવનાઓ છે.
ઢાકામાં એક વિરોધી સરકાર કરારો રદ કરી શકે છે અને વર્તમાન પ્રશાસન બે પડોશીઓ વચ્ચે ઉભરી રહેલા તોફાની સમયના સ્પષ્ટ સંકેતો જાહેર કરી રહ્યું છે.
ભારતના આંતરિક અને બાહ્ય દુશ્મનોની નજર સિલિગુડી કોરિડોર પર
ભારતના ભૂગોળમાં સિલિગુડી કોરિડોર એક પીડાદાયક ખુલ્લી ધમની છે. દરેક નકશા એ યાદ અપાવે છે કે, દેશના બાકીના ભાગ સાથે તેના આર્થિક અને ભૌતિક સંબંધો કેટલા અનિશ્ચિત છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારતના દુશ્મનોએ આ નબળાઈ શોધી કાઢી છે અને સમયાંતરે તેનો ફાયદો ઉઠાવવા માટે શાર્કની જેમ ઝપાઝપી કરી છે. ચીનની આક્રમકતા, સેવન સિસ્ટર અંગે મોહમ્મદ યુનુસ દ્વારા વારંવાર આપવામાં આવતી ધમકીઓ અને દેશની અંદર ઇસ્લામી સંગઠનોના નિવેદનો તેની જ એક નિરાશાજનક યાદ અપાવે છે.
નોંધનીય છે કે, નાગરિકતા સુધારા કાયદા (CAA) સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન સિલિગુડી કોરિડોરની નબળાઈ રાષ્ટ્રીય સ્તરે પ્રકાશમાં આવી હતી. તે સમયે શરજીલ ઈમામે મુસ્લિમોને આસામ અને ઉત્તરપૂર્વને બાકીના ભારતથી કાપી નાખવાના ઉદ્દેશ્ય સાથે ચિકન નેક પર પ્રહારો કરવાની અપીલ કરી હતી. એક ભાષણમાં તેણે પોતાના નાપાક એજન્ડા વ્યક્ત કરતા કહ્યું હતું કે,, “હવે સમય આવી ગયો છે કે આપણે બિન-મુસ્લિમોને કહીએ કે આપણી શરતોને આધીન ચાલે. જો આપણી પાસે 5 લાખ લોકો આવે તો આપણે નોર્થ-ઇસ્ટ અને હિન્દુસ્તાનને કાયમ માટે કાપીને અલગ કરી શકીએ છીએ. કાયમી નહીં, તો આપણે એકાદ મહિના માટે તો આસામને દેશથી વિખૂટું પાડી જ શકીએ.”
તેણે સિલિગુડી કોરિડોરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આસામને કાપવાની જવાબદારી આપણી છે. જો આસામ અને ભારત કપાઈ જશે તો જ તેઓ (ભારત સરકાર) આપણી વાત સાંભળશે. તમને ખબર છે કે આસામમાં મુસ્લિમોની હાલત શું છે? ત્યાં CAA-NRC લાગુ કરવામાં આવ્યું છે. કત્લેઆમ ચલાવવામાં આવી રહી છે. 6-8 મહિનામાં આપણને ખબર પડી જશે કે ત્યાં બધા બંગાળીઓને મારી નાખવામાં આવ્યા છે, પછી ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ. જો આપણે આસામની મદદ કરવી હોય તો આપણે સેના માટે આસામનો રસ્તો રોકવો પડશે અને જે પણ પુરવઠો આવી રહ્યો છે તેને રોકવો પડશે. આમ કરવું આપણા માટે એટલે શક્ય છે કે, ‘ચિકન નેક’ નામનો વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે.”
આ નાનો કોરિડોર ફક્ત ત્રીસ વર્ષ પહેલાં સુધી હિંદુ બહુમતી ધરાવતો હતો. જોકે, તાજેતરના વર્ષોમાં રોહિંગ્યા અને હજારો બાંગ્લાદેશી મુસ્લિમોના અનિયંત્રિત સ્થળાંતરે આ પ્રદેશની ડેમોગ્રાફીમાં ધરખમ ફેરફાર કર્યા છે. બાંગ્લાદેશ અને મ્યાનમારથી મુસ્લિમોના મોટાપાયે ધસારાને કારણે બાંગ્લાદેશની સરહદે આવેલા ઉત્તર બંગાળ અને આસામના તમામ જિલ્લાઓમાં હવે મુસ્લિમોની બહુમતી છે.
સ્વરાજ્યએ 2024માં અહેવાલ આપ્યો હતો. તે અનુસાર, ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) ભૂતપૂર્વ સંયુક્ત નિર્દેશકે ધ્યાન દોર્યું હતું કે, “ઉત્તર બંગાળના વિશાળ ભાગોમાં આ વસ્તી વિષયક પરિવર્તન એક તીવ્ર મુદ્દો બની ગયો છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર અને અસ્તિત્વનો ખતરો છે. આ ખતરાને દર્શાવતા ઘણા અહેવાલો ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને અન્ય એજન્સીઓ દ્વારા છેલ્લા બે દાયકામાં કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવ્યા છે.”
જેહાદી સંગઠનો સાથે મજબૂત સંબંધો ધરાવતા ઇસ્લામિક જૂથો, જેમ કે અંસારુલ્લાહ બાંગ્લા ટીમ (ABT), અલ કાયદા સાથે સંકળાયેલ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને બાંગ્લાદેશમાં ISIS (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા) સાથે જોડાયેલા સંગઠનોએ પણ કોરિડો બંધ કરવાની વ્યૂહરચના બનાવી છે. આ જૂથો સ્થાનિક મુસ્લિમ આબાદીને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસમાં ચિકન નેક અને બિહાર-બંગાળના આસપાસના વિસ્તારોમાં મોટી-મોટી મજહબી સભાઓનું આયોજન કરે છે. આ સભામાં કટ્ટરપંથી ઇસ્લામી વક્તાઓ હાજર રહે છે. તેઓ સ્થાનિક મુસ્લિમોમાં ભારતવિરોધી ભાવનાઓને ભડકાવી રહ્યા છે.
એક ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ ઘટસ્ફોટ કર્યો હતો કે, “આ વિસ્તારમાં રહેતા મુસ્લિમો, જે બધા ગેરકાયદેસર ઘુસણખોરો છે અથવા બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવેલા ઘુસણખોરોના વંશજો છે, તેમને કહેવામાં આવી રહ્યું છે કે, ‘મુસલમાનો પર અત્યાચાર કરતા ભારત’ વિરુદ્ધ તેમણે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. તેમને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ તે પ્રદેશમાં બહુમતીમાં છે અને ભારતીય રાજ્યને હરાવવા અને ઇસ્લામી શાસન સ્થાપિત કરવામાં માટે તેમણે બળનો ઉપયોગ કરવો જ પડશે. બાંગ્લાદેશના ઘણા વક્તાઓ આ પ્રદેશના બાંગ્લાદેશમાં વિલીનીકરણની હિમાયત કરી રહ્યા છે.”
તેમણે વધુમાં ખુલાસો કર્યો હતો કે, “કોરિડોરને અવરોધી નાખવાના ઇસ્લામી બ્લુપ્રિન્ટમાં સરકારી સ્થાપનો અને સુરક્ષાદળો પર હુમલા અને કોરિડોરને મુક્ત ક્ષેત્ર તરીકે જાહેર કરવાનો સમાવેશ થાય છે. તેની પાછળના માસ્ટરમાઇન્ડ જાણે છે કે, ભારતીય રાજ્ય દ્વારા કઠોર બદલો અનિવાર્ય છે અને આવા બદલામાં ઘણો રક્તપાત થશે. તે પણ તેમની યોજનાનો એક ભાગ છે, કારણ કે તેના પરિણામે ઇન્ટરનેશનલ અટેન્શન ત્યાંનાં મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશ પર કેન્દ્રિત થશે. ત્યારબાદ મુસ્લિમો વિકટીમ કાર્ડ રમશે અને અન્ય શક્તિઓ દ્વારા હસ્તક્ષેપની માંગ કરશે.”
IBના એક સેવારત ડેપ્યુટી ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “ગઝવા-એ-હિંદની હિમાયત કરનારા ઇસ્લામવાદીઓના બ્લુપ્રિન્ટ મુજબ, ચિકન નેક કોરિડોરમાં સંદેશાવ્યવહારને વિક્ષેપિત કરવો, મહત્વપૂર્ણ સ્થાપનો પર હુમલા કરવા, તેનો નાશ કરીને અને વિધ્વંસક ભારતવિરોધી પ્રવૃત્તિઓ શરૂ કરવા જેવા મહત્વપૂર્ણ પગલાં એક યોગ્ય સમયે સક્રિય કરવામાં આવશે. જ્યારે ભારત આંતરિક કે બાહરી જોખમમાં મૂકાશે ત્યારે આ પડકાર પણ તેની સામે આવશે.
અધિકારીએ વધુમાં કહ્યું કે, “ગણતરી એ છે કે આવા સમયે સરકાર કોરિડોરમાં બળવાને ડામવા માટે પોતાની બધી શક્તિઓનો ઉપયોગ કરી શકશે નહીં. કોરિડોરમાં લાંબા સમય સુધીનો ઉપદ્રવ બાહ્ય શક્તિઓ અને ઇન્ટરનેશનલ અટેન્શનને આમંત્રણ આપી શકે છે અને પરિણામે કોરિડોર ભારતથી અલગ થઈ શકે છે.”
એક સેવાનિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે, “ઇસ્લામવાદીઓની યોજના મુજબ ફક્ત ચિકન નેક કોરિડોરમાં રહેતા મુસ્લિમો જ બળવો કરશે તેવું નથી. બિહારના કિશનગંજ અને પૂર્ણિયા જિલ્લામાં રહેતા તેમના સહ-મજહબીઓ, જેઓ ઘૂસણખોરો અથવા બાંગ્લાદેશથી આવેલા ઘૂસણખોરોના વંશજો છે, તેઓ પણ બળવામાં જોડાશે અને તે બધાને બાંગ્લાદેશમાં રહેતા મુસ્લિમોનું સમર્થન મળશે. આ એક શેતાની યોજના છે, જે ભારતની અખંડિતતાને જોખમમાં મૂકશે, જો આપણે આ ખતરાને અવગણતા રહીશું તો સ્થિતિ ભયાનક બનશે.”
ચિકન નેકને સુરક્ષિત કરવાની મોદી સરકારની પહેલ
ફેબ્રુઆરીમાં હિમંતા બિસ્વા સરમાએ પુષ્ટિ કરી હતી કે, મોદી સરકાર કોરિડોર સામેના જોખમોથી સંપૂર્ણપણે વાકેફ છે અને તેણે પૂર્વોત્તર સાથે સંપૂર્ણ કનેક્ટિવિટી જાળવવા માટે એક વ્યૂહરચના વિકસાવી છે. તેમણે જાહેરાત કરી હતી કે, ભારતીય રેલવે કનેક્ટિવિટી સુધારવા માટે ચિકન નેક પર ચાર વધારાના રેલવે ટ્રેક બનાવશે. વધુમાં, કોરિડોરમાં ટૂંક સમયમાં બે વધુ રેલવે લાઈન શરૂ કરવાની યોજના છે, જેનાથી આસામ અને અન્ય પ્રદેશોમાં રેલવેના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂતી મળશે.
Several anti national forces have threatened to block the “Chicken Neck” in order to cut off the North East from the rest of India.
— Himanta Biswa Sarma (@himantabiswa) February 25, 2025
The Modi Government now has a roadmap to permanently neutralise such threats.#AdvantageAssam2 pic.twitter.com/gq8iymmnBd
અગાઉ કોરિડોરને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરનારા રાષ્ટ્રવિરોધી સંગઠનોના ખતરા પર અધિકારીઓ દ્વારા સખત નજર રાખવામાં આવી રહી છે. વિસ્તારની સરહદ સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે, જેનાથી લોકો અને ઉત્પાદનોની સલામત અવરજવર સુનિશ્ચિત થઈ છે. એડવાન્ટેજ આસામ 2.0 સમિટ દરમિયાન પૂર્વોત્તરમાં રોકાણ વધારવા અને દેશના બાકીના ભાગ સાથે તેના આર્થિક જોડાણની ખાતરી આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દરમિયાન, કનેક્ટિવિટીમાં વધારો થવાથી આસામની એક જ એક્સેસ પોઇન્ટ પરની નિર્ભરતા વધુ ઓછી થશે, જે પ્રાદેશિક વેપાર, પર્યટન અને આર્થિક વિસ્તરણને સમર્થન આપશે.
ભારત સિલિગુડીના માધ્યમથી એક મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર બનાવવાનું વિચારી રહ્યું છે, જેમાં હાઇ-સ્પીડ રેલ કનેક્શન અને ભૂગર્ભ વાહનવ્યવહાર ટનલનો સમાવેશ થઈ શકે છે. ભારતના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક અરુણાચલ ફ્રન્ટિયર હાઇવે છે, જેને નેશનલ હાઇવે 913 (NH-913) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ખર્ચ ₹42,000 કરોડ થવાની ધારણા છે. આ રોડવે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં ચીનના આક્રમક વિસ્તરણવાદ અને વિકાસના પ્રયાસોનો વ્યૂહાત્મક પ્રતિભાવ છે.
ગયા વર્ષે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ માટે અને પૂર્વોત્તરના અનુકરણીય વિકાસ માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને પ્રદેશના નોંધપાત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કાર્યો પર ભાર મૂક્યો હતો. જેમાં 16,000 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ અને રેલવે, એરપોર્ટ અને જળમાર્ગોના વિસ્તરણનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા 10 વર્ષમાં અમે લગભગ સાડા પાંચ હજાર કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવ્યા છે. જે પ્રદેશમાં ફક્ત 10,000 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા, ત્યાં આજે 16,000 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે.”
તેમણે ઉમેર્યું કે, “60 વર્ષમાં શું બનાવવામાં આવ્યું? તેનું 60 ટકા તો માત્ર 10 વર્ષમાં બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં ₹50,000 કરોડના ખર્ચે 45,000 કિલોમીટર હાઇવેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો તમે રેલવે પર નજર નાખો તો ટ્રેક બનાવવાની ગતિ લગભગ 6.5 કિલોમીટર પ્રતિ મહિને હતી. તે હવે વધીને 19 કિલોમીટર પ્રતિ મહિને થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં 2,000 કિલોમીટર રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે.”
તેમના મતે, તેમના અગાઉના નાગરિક ઉડ્ડયન વિભાગમાં પૂર્વોત્તરના રાજ્યોમાં નવ એરપોર્ટ હતા, પરંતુ હવે સત્તર થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, “ઉત્તરપૂર્વમાં ત્રણથી ચાર રાજ્યો પહેલાંથી જ રેલવે દ્વારા જોડાયેલા છે અને અમે આગામી બેથી ત્રણ વર્ષમાં બાકીના રાજ્યોને પણ જોડી દઈશું. રેલવેની 19 પરિયોજનાઓ ચાલી રહી છે, જે લગભગ ₹88,000 કરોડના પ્રોજેક્ટ્સ છે. તેવી જ રીતે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આપણી પાસે નવ એરપોર્ટ હતા.”
તેમણે કહ્યું હતું કે, “આજે આપણી પાસે 17 એરપોર્ટ છે. 2014માં પૂર્વોત્તરમાં દર અઠવાડિયે હજાર હવાઈ ટ્રાફિકની અવરજવર થતી હતી. આજે આપણી પાસે 1990 ટ્રાફિક અવરજવર છે. જેનો અર્થ એ થયો કે, તે લગભગ બમણાથી વધુ થઈ ગઈ છે. પૂર્વોત્તરમાં પરિવહન માટે આપણી પાસે એક જ જળમાર્ગ હતો. આજે આપણી પાસે ઉત્તરપૂર્વમાં પરિવહન માટે 20 જળમાર્ગો છે.”
એક ઘાતકી બ્રિટિશ ચાલ
સિલિગુડી કોરિડોર એ બ્રિટીશ સામ્રાજ્યનો નકશાકીય અવશેષ છે, જે દક્ષિણ એશિયાઈ સરહદોના મોટાભાગના વિસ્તારોની જેમ છે. જ્યારે તેઓ દેશમાંથી જતાં રહ્યા અને દેશને ધાર્મિક આધાર પર વિભાજિત કરીને ભારત અને પાકિસ્તાનના વર્તમાન રાજ્ય બન્યા (જેને બાદમાં પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાનમાં વિભાજિત કરવામાં આવ્યા) તો તેમણે બંગાળ અને આસામ વચ્ચેની સરહદને બનાવી રાખવા માટે સિલિગુડી સુધી જતી રેખાઓ ખેંચી હતી.
1905માં બ્રિટીશરોએ રાષ્ટ્રવાદના વધતા જતા મોજાને નિયંત્રિત કરવા માટે બંગાળનું વિભાજન કર્યું હતું. કારણ કે તે સમયગાળા દરમિયાન તે સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ હતું. 1911માં પ્રાંતોનું પુનઃમિલન થયું હતું, પરંતુ વિભાજન માટેનો પાયો પહેલાંથી જ નાખી દેવાયો હતો. જેના કારણે 1947માં બીજું વિભાજન થયું,. જેના પરિણામે એક અલગ રાષ્ટ્રનો પાયો નાખવામાં આવ્યો, જેનો હિંદુઓ દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો.

જોકે, આ ષડયંત્રના મૂળિયા બ્રિટિશ વ્યૂહરચનામાં હતા, જેનો ઉદ્દેશ્ય ભારતીય રાષ્ટ્રવાદની વધતી જતી લહેરને નબળી પાડવાનો અને હિંદુ-મુસ્લિમ વસ્તી વચ્ચે તિરાડ ઊભી કરવાનો હતો. આ યુક્તિનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણીવાર કટ્ટરપંથી મુસ્લિમ જૂથો સાથે મળીને કરાયેલો યુક્તિનો ઉપયોગ આખરે રાષ્ટ્રના ભાગલામાં પરિણમ્યો. પાકિસ્તાનની કલ્પના શરૂઆતમાં 1930માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના જનક મહોમ્મદ અલી ઝીણાએ હિંદુ રાજ્યમાં રહેવાનું ટાળવા માટે પાકિસ્તાનને મુસ્લિમ વતન તરીકે સ્થાપિત કરવા માટે વિભાજનની હિમાયત કરી હતી. બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ, ખાસ કરીને ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે તેને સમર્થન આપ્યું હતું. કારણ કે તેઓ માનતા હતા કે, પાકિસ્તાન પશ્ચિમનું વફાદાર સાથી અને સોવિયેત યુનિયન અને ભારત વચ્ચે અવરોધ બનશે. સામ્રાજ્ય લાંબા સમયથી લોકશાહીકરણનો વિરોધ કરતું હતું અને તેની શક્તિને કેન્દ્રિત કરવા માટે તેના વસાહતીઓમાં ઓળખ સંબધિત વિભાજનને સંસ્થાકીય બનાવવાની નીતિ બનાવી હતી.
અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ વારંવાર હિંસામાં પરિણમી અને આખરે દેશના વિભાજન તરફ દોરી ગઈ. જે પાછળથી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને અલગ કરીને ત્રણ ભાગમાં ફેરવાઈ ગઈ. અંગ્રેજોએ ભારતને ધાર્મિક આધાર પર વિભાજીત કર્યું, દેશને મનસ્વી રીતે ખંડિત કર્યો અને દેશને તેના મૂળનીવાસીઓને પરત કરવાને બદલે મુસ્લિમો માટે પ્રદેશ વિભાજીત કર્યો.
મુસ્લિમો પ્રત્યેના તેમના પક્ષપાત માટે જાણીતા બ્રિટીશરોએ એક ક્રૂર અને વિભાજનકારી યોજના ઘડી. જેણે ધાર્મિક અને સાંપ્રદાયિક સીમાઓ પર ઝઘડાને વધુ તીવ્ર બનાવ્યા. પરિણામે ભાગલા પછી પરિણામ માત્ર દુશ્મનાવટ અને હિંસા સુધી સીમિત ન રહીને બે ઇસ્લામી પડોશીઓના ઉદભવ, આતંકવાદ અને ભારત માટે મહત્વપૂર્ણ ભૌગોલિક, વસ્તી વિષયક અને રાજદ્વારી પડકારો માટે પણ ભરાઈ રહ્યું.
પૂર્વોત્તરને બાકીના ભારતથી દૂર કરવાનું, તેની કાયમી ભૂમિગત સ્થિતિ, દાયકાઓથી વિકાસનો અભાવ અને ચીન સમક્ષ શરણાગતિનું એકમાત્ર કારણ વિભાજન છે. ભાગલાને કારણે ચટગાંવ બંદર દ્વારા સમુદ્ર સુધીના પ્રદેશનો લાંબા સમયથી ચાલતો સંપર્ક તૂટી ગયો, જે 1947માં પૂર્વ પાકિસ્તાનનો ભાગ બન્યો. આ વિક્ષેપથી નદી પરિવહન માટેના કુદરતી માર્ગો તેમજ આ પ્રદેશને જોડતી રેલ અને માર્ગ વ્યવસ્થા પર પણ અસર પડી, જેના કારણે નકારાત્મક આર્થિક પરિણામો આવ્યા.
પરિણામે, આ વિસ્તાર ભારતની મુખ્ય ભૂમિથી અલગ થઈ ગયો. જેના કારણે નવી દિલ્હી તરફથી સમર્થન અને ધ્યાનનો અભાવ જોવા મળ્યો. જેથી તેનો વિકાસ પણ અટકી ગયો અને ઘણા સમય સુધી તે વિસ્તાર અવિકસિત રહ્યો. આ સાથે જ તે વિસ્તાર સ્થાનિક અને વિદેશી એમ બંને પ્રકારના જોખમ માટે અસુરક્ષિત બન્યો.
મૂળનીવાસીઓ સાથે ભેદભાવ અને તોળાતું ઇસ્લામી જોખમ
પૂર્વ પાકિસ્તાનને ભારતના 1,000 માઇલના ભાગે પાકિસ્તાનથી અલગ કરી દીધું હતું. તે વંશીય અને ભાષાકીય રીતે પણ બાકીના પાકિસ્તાનથી અલગ હતું. પૂર્વ પાકિસ્તાનીઓ મુખ્યત્વે બંગાળી હતા, જ્યારે પાકિસ્તાનીઓ મોટાભાગે પશ્તુન અને પંજાબી હતા. બંગાળી લોકોનો સાંસ્કૃતિક વારસો ઇતિહાસમાં ઊંડે સુધી વણાયેલો છે, બાંગ્લાદેશમાં લગભગ 98% વસ્તી વંશીયતામાં બંગાળી તરીકે ઓળખાય છે. આ મુખ્ય તફાવતો એક જ દેશના બંને પક્ષો વચ્ચે વિવાદનું મુખ્ય કારણ હતા.
નોંધપાત્ર રીતે પ્રાચીન ભારતનો પૂર્વીય પ્રદેશ, જે મોટાભાગે હાલના બાંગ્લાદેશને અનુરૂપ છે, તે મહાજનપદોમાંના એકમાં સમાયેલો હતો. તે ખાસ કરીને પ્રાચીન અંગ રાજ્ય ગણાતું. જે 6ઠ્ઠી સદી બીસી દરમિયાન સમૃદ્ધ હતું. બાંગ્લાદેશ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો સહિત ઘણા પ્રાચીન ભારતીય રાજ્યોનો એક ભાગ હતો.

બાંગ્લાદેશના ચટગાંવ પર્વતીય પ્રદેશમાં ચકમા, સંથાલ, ગારો અને ત્રિપુરા સહિત અનેક ભારતીય આદિવાસી જૂથો રહે છે, જેમને સ્વદેશી અથવા વંશીય લઘુમતી તરીકે સ્વીકારવામાં આવે છે. બાંગ્લાદેશમાં 54થી વધુ સ્વદેશી જૂથો રહે છે અને તેઓ દેશના ઉત્તર અને દક્ષિણપૂર્વમાં આવેલા સપાટ ભૂમિ જિલ્લાઓમાં પણ જોવા મળે છે. સરકાર 50 વંશીય જૂથોના અસ્તિત્વને સ્વીકારે છે, છતાં તે સ્વદેશી લોકોની ધારણાને સ્વીકારતી નથી. પરંપરાગત રીતેઆ જૂથોમાંથી ઘણા ખ્રિસ્તી, બૌદ્ધ અથવા હિંદુ રહ્યા છે, જ્યારે તેમાંથી કેટલાક જીવવાદનું પણ પાલન કરે છે.
1947ના ભારતના વિભાજન દરમિયાન પૂર્વ બંગાળને સીએચટી સોંપવામાં આવ્યું હતું, ભલે આ પ્રદેશમાં લગભગ કોઈ મુસ્લિમ ન હતા, પરંતુ આ વિસ્તારના લોકોમાં નોંધપાત્ર વિવાદ ઊભો થયો હતો. પાકિસ્તાન સરકારે જલ્દીથી બંગાળી મુસ્લિમોને ત્યાં સ્થાયી થવા દીધા, જેનાથી સ્થાનિક વસ્તી ભડકી ઉઠી. 1964માં તેનો ખાસ દરજ્જો (વિદેશી ઇમિગ્રન્ટ્સથી વિવિધ સંસ્કૃતિ અને સ્વદેશી રહેવાસીઓનું રક્ષણ) નાબૂદ થયા પછી બંગાળી મુસ્લિમ વસાહતીકરણની ગતિ ઝડપી બની.
1979થી 1983 દરમિયાન પહાડી વિસ્તારોમાં બંગાળીઓને વસાવવા માટે મોટાપાયે સરકાર દ્વારા પ્રાયોજિત પહેલ કરવામાં આવી હતી. આ વ્યૂહરચનાનો ઉપયોગ CHTના સ્વદેશી લોકોને તેમની જમીનોથી વંચિત કરવા અને તેમને ઇસ્લામ આત્મસાત કરવા માટે દબાણ કરવાના હેતુથી ક્રમિક સરકારો દ્વારા વ્યાપકપણે કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની સ્વતંત્રતા પછી આદિવાસીઓના એક પ્રતિનિધિમંડળે નવા વહીવટીતંત્રને CHTને ફરીથી સ્વાયત્તતા આપવા માટે અરજી કરી, પરંતુ તેને ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો હતો.

સ્વદેશી આદિવાસી વસ્તીને બહુમતી સમુદાય સાથે રહેવાની ફરજ પાડવામાં આવી હતી. તેમના હિતોનું રક્ષણ કરવા માટે કોઈ ખાસ અધિકારોનો અભાવ છે. તેમની અપીલોને સતત નકારી કાઢવામાં આવી રહી છે અને બાંગ્લાદેશમાં એક પછી એક સરકારો દ્વારા તેમના પ્રતિકારને હિંસક રીતે દબાવવામાં આવી રહ્યો છે. વર્તમાન શાસન હેઠળ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બ્રિટિશરો અને મુસ્લિમોના સ્વાર્થી હિતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવેલી સીમાઓના સીમાંકને આ લોકોને તેમના અસ્તિત્વ માટે કટ્ટરપંથીઓની દયા પર મૂકી દીધા છે.
વધુમાં, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે બાંગ્લાદેશમાં ઇસ્લામી, ભારતવિરોધી લોબીને વેગ પકડવાની મંજૂરી આપી છે. આ લોબી ઉપરોક્ત દ્વિપક્ષીય પરિવહન વ્યવસ્થાનો વિરોધ કરી રહી છે અને આખરે તેને રદ કરવામાં સફળ થઈ શકે છે. તેથી, એ સ્પષ્ટ છે કે ભારત બાંગ્લાદેશના માધ્યમથી પરિવહન માર્ગોનો ઉપયોગ કરવા માટે ઢાકાના પારસ્પરિકતા પર સંપૂર્ણપણે આધાર રાખી શકે નહીં. કારણ કે તે બેજવાબદાર અને મૂર્ખામીભર્યું હશે.
સંઘર્ષની સ્થિતિમાં બાંગ્લાદેશ અથવા તેના બંદરોના માધ્યમથી, જમીન અને નદી માર્ગો દ્વારા માલ અને મુસાફરોના પરિવહનની પરવાનગી મળશે નહીં. આ ત્યારે બન્યું જ્યારે 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન દ્વારા મુસાફરીના માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ સાથે પરિવહન કરારો પર હસ્તાક્ષર થયા પછી તાજેતરમાં જ આ લાઇનો ફરીથી સક્રિય થઈ હતી.
બાંગ્લાદેશના ઇસ્લામવાદીઓ પાસે કોરિડોરમાં સ્થાયી થયેલા હજારો બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોને ઉશ્કેરવાની ક્ષમતા છે, જેથી તેઓ દેશના બાકીના ભાગ સાથેનો વિસ્તારનો સંપર્ક કાપી શકે. પરિણામે પૂર્વોત્તર અને દેશના બાકીના ભાગ વચ્ચેના તમામ સંપર્ક માર્ગો તૂટી જશે અને આવી ઘટનામાં દેશની સુરક્ષા ગંભીર રીતે જોખમમાં મુકાઈ શકે છે.
ભારત માટે ઐતિહાસિક ભૂલ સુધારવાનો સમય
રશિયા, ચીન, ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતની મુખ્ય શક્તિઓ સતત પોતાનો પ્રભાવ વધારવા અને પોતાનો ભૂગોળ વિસ્તારવા માટે તકો શોધતી રહી છે. ક્રીમિયા અને યુક્રેનની પરિસ્થિતિ રશિયા દ્વારા પ્રદર્શિત સમાન વ્યૂહરચનાનું ઉદાહરણ છે. હકીકતમાં, 2014માં યુક્રેનનો ભાગ રહેલા ક્રીમિયા દ્વીપકલ્પ પર આક્રમણે બંને દેશો વચ્ચે યુદ્ધને જન્મ આપ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વભરમાં પ્રભાવ પાડવાની તેની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે. ગ્રીનલેન્ડ અને પનામા કેનાલ વિશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓ આ જ નીતિના વિસ્તરણનું પ્રતિનિધિત્વ કરે છે. ચીન તેના ગેરવાજબી વિસ્તરણવાદી લક્ષ્યોને આગળ વધારવા માટે સંઘર્ષ ઉશ્કેરવા માટે કુખ્યાત છે.
તેવી જ રીતે કોઈ પણ સ્વાભિમાની રાષ્ટ્ર બિનજરૂરી આક્રમણ સહન કરશે નહીં. ખાસ કરીને રીતે નાના દેશ તરફથી થયેલું આક્રમણ. ઇઝરાયેલની પ્રતિષ્ઠા પોતાના દુશ્મનોને જવાબદાર ઠેરવવાની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અસમાનતાઓ માત્ર જમીન ક્ષેત્રફળની દ્રષ્ટિએ જ નહીં પરંતુ તેમની આર્થિક શક્તિ અને લશ્કરી તાકાતની દ્રષ્ટિએ પણ નોંધપાત્ર છે.
નોંધનીય છે કે, બાંગ્લાદેશનું તાજેતરનું આક્રમક વલણ એક નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે, કારણ કે તે ચીન સાથે જોડાણ કરવા માંગે છે. જેનાથી ભારતની પ્રાદેશિક સત્તા નબળી પડી રહી છે. આ ઘટનાક્રમ માટે તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે, જેથી કોઈપણ પ્રકારની યોજનાને ડામી શકાય અને ભારતને અસ્થિર કરવા માટે બનાવવામાં આવેલા કોઈપણ પ્લાનનો પ્રતિકાર થઈ શકે. સાર્વભૌમ રાષ્ટ્રો માટે તેમના મુખ્ય હિતોનું રક્ષણ સુનિશ્ચિત કરવા અને જોખમોને દૂર કરવા દરેક સંભવ પ્રયાસ કરવો અનિવાર્ય છે.
On the northern end of Bangladesh where our critical vulnerability of the chickens neck lies, significant strategic depth can be added. At its narrowest, it’s 75 odd km.
— Yusuf Unjhawala 🇮🇳 (@YusufDFI) April 1, 2025
None of this would be talked about or even go into calculations if ties are friendly with mutual interests… https://t.co/NqEmqipyDi pic.twitter.com/S2RMmiNNKT
તેથી, જો ભારત બાંગ્લાદેશના આ મહત્વપૂર્ણ વિસ્તારોનો કબજો મેળવે, ખાસ કરીને જ્યાં નોંધપાત્ર બિન-મુસ્લિમ અથવા હિંદુ વસ્તી છે, તો તે ફક્ત યુનુસ અને તેમની સરકાર દ્વારા ઉભા થયેલા સંભવિત ખતરાઓનો જ સામનો નહીં કરે, પરંતુ તેના વ્યૂહાત્મક મહત્વને પણ મજબૂત બનાવશે. ઉદાહરણ તરીકે જો ચટગાંવ ભારતીય નિયંત્રણમાં પાછું આવે તો સેવન સિસ્ટર રાજ્યો જમીનથી ઘેરાયેલા રહેશે નહીં. તેવી જ રીતે સિલિગુડી કોરિડોર પણ જોખમો અથવા નબળાઈઓ માટે ઓછો સંવેદનશીલ રહેશે. કારણ કે પૂર્વોત્તર માટે ઘણા વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ થશે. આ ભારત જેવા રાષ્ટ્ર તરફ નિર્દેશિત દુશ્મનાવટની મર્યાદાઓ અંગે રાજદ્વારી સંબંધોમાં એક મૂલ્યવાન પાઠ પણ પ્રદાન કરશે.
વધુમાં, બાંગ્લાદેશમાં સ્વદેશી જાતિઓ અને હાલના હિંદુ સમુદાય બંને વર્તમાન સરકાર હેઠળ નોંધપાત્ર જુલમનો સામનો કરી રહ્યા છે. જેના કારણે લઘુમતી જૂથો સામે કટ્ટરપંથી જૂથો સશક્ત બન્યા છે. લઘુમતી સમુદાયો બળાત્કાર, હત્યા અને લૂંટફાટના કૃત્યોનો ભોગ બની રહ્યા છે, તેમના મંદિરો અને પૂજા સ્થાનોનો નાશ કરવામાં આવી રહ્યો છે, જ્યારે સરકાર માત્ર તે અત્યાચારોને પ્રોત્સાહન આપી રહી છે.
હિંદુઓની ઘટતી સંખ્યા બાંગ્લાદેશમાં તેમની પરિસ્થિતિનો પુરાવો છે અને મદદની એક ગુહાર પણ છે. મનસ્વી સરહદો દ્વારા તેમને તેમના વતનથી અલગ કરવામાં આવ્યા છે અને તેમના ઘરે પાછા ફરવાની સુવિધા આપવી એ આપણી જવાબદારી છે. તેઓ મદદ માટે પોતાના દેશ ભારત સિવાય કોના પર ભરોસો કરી શકે છે?

રસપ્રદ વાત એ છે કે, 1971 અલગ થયા પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે પહેલી વાર સીધો વેપાર શરૂ થયો છે. સરકાર દ્વારા મંજૂર કરાયેલો પહેલો કાર્ગો કરાચીના પોર્ટ કાસિમથી રવાના થયો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બાંગ્લાદેશ ‘ટ્રેડિંગ કોર્પોરેશન ઑફ પાકિસ્તાન’ (TCP) પાસેથી 50,000 ટન પાકિસ્તાની ચોખા ખરીદવા સંમત થયું હતું, જેનાથી સોદો પૂર્ણ થયો હતો. આ ઘટનાક્રમને અનિવાર્ય કહી શકાય, કારણ કે બંને રાષ્ટ્રો તેમની કટ્ટરપંથી વિચારધારાઓ, હિંદુવિરોધી હિંસા અને ભારત વિરુદ્ધ નિવેદનો માટે ક્યારેય આટલા એકરૂપ થયા નથી. તેમના સહિયારા જેહાદી દૃષ્ટિકોણને કારણે તેઓ તેમનો હિંસક ભૂતકાળ પણ ભૂલી ગયા છે.
નિષ્કર્ષ
પાકિસ્તાનના જનરલ નિયાઝીએ બંગાળીઓની વંશાવલી અને જાતિયતા બદલી નાખવાની ધમકી આપી હતી. તેમણે જાહેર કર્યું હતું કે ,”મૈં યહ હરામ@# કોમ કી નસલ બદલ દૂંગા. યહ લોગ મુઝે ક્યાં સમજતે હૈ.” મેજર જનરલ (નિવૃત્ત) ખાદીમ હુસૈન રાજા, જે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં 14 ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ હતા, તેમણે તેમના પુસ્તક ‘અ સ્ટ્રેન્જર ઇન માય ઓન કન્ટ્રી: ઇસ્ટ પાકિસ્તાન, 1969-71’માં લખ્યું હતું કે, “તેમણે ધમકી આપી હતી કે, તેઓ તેમના સૈનિકોને બંગાળી મહિલાઓ પર છોડી દેશે. આ ટિપ્પણીઓ પર એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. બીજા દિવસે સવારે અમને દુઃખદ સમાચાર આપવામાં આવ્યા. એક બંગાળી અધિકારી મેજર મુશ્તાકે કમાન્ડ હેડક્વાર્ટરના બાથરૂમમાં જઈને પોતાને ગોળી મારી લીધી.”
નિયાઝીને 93,000 પાકિસ્તાની સૈનિકો સાથે ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. ભારત એ દેશ છે, જેણે બાંગ્લાદેશીઓને તેમના દુઃખદ ભાગ્યથી બચાવ્યું હતું. હવે ભારત માટે પોતાના ભૂતકાળમાંથી બોધપાઠ લેવો અને પોતાના તથા પોતાના લોકોના હિતમાં કાર્ય કરવું અનિવાર્ય છે. ભારત પોતાના તે નાગરિકોની મદદ કરવા ઊભું થવું જોઈએ, જે નાગરિકો અંગ્રેજોની ક્રૂર વિભાજનની નીતિ દરમિયાન ખૂની જેહાદીઓના સામે રહી ગયા હતા. તેમને બીજા ઇસ્લામી શાસનમાંથી મુક્ત કરવાનો અને ભારત માતાના બાળકોને તેમના યોગ્ય સ્થાન પર પાછા લાવવાનો સમય આવી ગયો છે.
બંગભૂમિ એ બંગ સેના દ્વારા કલ્પના કરાયેલ એક આંદોલન હતું. જેનો ઉદ્દેશ્ય દેશના દક્ષિણપશ્ચિમ ભાગમાં બાંગ્લાદેશી હિંદુઓ માટે બંગાળી હિંદુરાષ્ટ્ર સ્થાપિત કરવાનો હતો. બંગ સેનાએ બાંગ્લાદેશના બંગાળી હિંદુ સમુદાય માટે બંગભૂમિની સ્થાપનાને ટેકો આપ્યો હતો. 1973માં બાંગ્લાદેશને સ્વતંત્રતા મળ્યા પછી તરત જ ભારતમાં આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી, જેથી 1971માં બાંગ્લાદેશમાં થયેલા અત્યાચાર દરમિયાન પાકિસ્તાન સેના દ્વારા દેશમાંથી આવેલા હિંદુ શરણાર્થીઓને મદદ કરી શકાય. કદાચ આવી બીજી પહેલ શરૂ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હિંદુઓની દુર્દશા વધુ ખરાબ થઈ રહી છે.
એમાં કોઈ શંકા નથી કે મજબૂત ભારતીય સૈન્ય સિલિગુડી કોરિડોરમાં ભારતના સાર્વભૌમત્વ માટે જોખમી કોઈપણ સાહસને કચડી નાખશે. આ કોરિડોર ભારતીય સેના દ્વારા ઘેરાયેલો છે અને સારી રીતે રક્ષિત છે તથા ભારતીય નૌકાદળ જરૂર પડ્યે બાંગ્લાદેશી બંદરોને સરળતાથી નાકાબંધી કરી શકે છે. પરંતુ ભૌગોલિક વિસ્તરણ, રંગપુર, રાજશાહી અને ખુલનાના ભાગોને લઈને ત્રિપુરાની સરહદ પર સ્થિત ચટગાંવ સુધી એક વ્યાપક ઘેરો બનાવવો વધુ સ્થાયી સમાધાન હશે. કદાચ હવે સમય આવી ગયો છે ચિકન નેકને (મરઘાંની ગરદન) હાથીની સૂંઢમાં બદલવાનો.