હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા પર્વો પર આતંક ફેલાવવાની જેહાદીઓની આદત બની ગઈ છે. રામનવમી હોય કે હનુમાન જયંતિ, દરેક તહેવારોમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ હિંદુઓના તહેવારો પર અડંગો નાખે છે અને હિંદુઓને ટાર્ગેટ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવું જ થયું છે. નવરાત્રિમાં આયોજિત દુર્ગા પૂજા અને ગરબાના પંડાલોમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ આતંક ફેલાવ્યો હતો. ઘણી જગ્યાએ મજહબના નામે રમખાણો ફેલાવવાના પ્રયાસો થયા તો ક્યાંક સ્ટેટ્સના નામે માતાજીની આરાધનામાં વિક્ષેપ ઊભો કરવામાં આવ્યો.
બીજી તરફ સનાતન સંસ્કૃતિની રક્ષા માટે પણ આ વર્ષે ઘણી જગ્યાએ વિશેષ પહેલ જોવા મળી છે. ગુજરાતમાં મોટાભાગના ગરબા કાર્યક્રમોમાં બિન-હિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત હતો. મધ્ય પ્રદેશ-રાજસ્થાનના ઘણા આયોજનોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતાં બોર્ડ પણ જોવાં મળ્યાં હતાં. આ સાથે જ ગરબા આયોજનોમાં લવ જેહાદ અને ધર્માંતરણ વિરુદ્ધ જાગૃતિના સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
બહિયલમાં ‘આઈ લવ મહાદેવ’ સ્ટેટ્સ પર ઇસ્લામી કટ્ટરપંથીઓનો હોબાળો
નવરાત્રિ દરમિયાન ગાંધીનગરના બહિયલમાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ હોબાળો કર્યો હતો. એક હિંદુ વ્યક્તિએ ‘આઈ લવ મહાદેવ’નું સ્ટેટ્સ મૂકતાં ટોળાં એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. કટ્ટરપંથીઓએ ગરબા કરી રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો અને હિંદુઓની દુકાનેને ટાર્ગેટ કરી હતી. આ સાથે જ આગચંપી કરી હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે 70 આરોપીઓની ધરપકડ કરી હતી. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ગરબા સમયે અચાનક મુસ્લિમ કટ્ટરપંથીઓ દોડી આવ્યા હતા અને હુમલો કરવા લાગ્યા હતા. આ ઘટના પૂર્વનિયોજિત કાવતરું હોવાનું પણ સામે આવ્યું હતું.
વડોદરામાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ મચાવ્યો ઉપદ્રવ, માતાજીનો મંડપ તોડ્યો
વડોદરામાં 19 સપ્ટેમ્બર, 2025ના રોજ મક્કા-મદીનાની કોઈ AI જનરેટેડ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પોસ્ટને લઈને મુસ્લિમ કટ્ટરપંથીઓએ જૂની ગઢી વિસ્તારના સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી લીધો હતો અને મજહબી નારા પણ લગાવવા લાગ્યા હતા. ત્યારબાદ થોડી જ વારમાં તેમણે હિંદુ વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા અને ચારે બાજુથી ઘેરી લીધા હતા. દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓએ માતાજીનો મંડપ તોડી નાખ્યો હતો અને લૂંટના ઇરાદે ઘરોમાં પ્રવેશ કરવાના પ્રયાસો કર્યા હતા.
ટોળાએ વિસ્તારમાં પથ્થરમારો પણ કર્યો હતો અને ઘણા વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ ઘટનાને લઈને ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. વડોદરા DCP અનુસાર, ત્વરિત કાર્યવાહી હાથ ધરીને પોલીસે લગભગ 50થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા હતા.
રાજસ્થાનમાં ગરબા પંડાલમાં ઘૂસીને મહિલાઓની છેડતી, પથ્થરમારો
રાજસ્થાનના બિકાનેરથી પણ આવી જ ઘટના સામે આવી હતી. અહીં બેનીસર બાડી વિસ્તારમાં ગરબા કાર્યક્રમમાં મુસ્લિમ યુવકો બળજબરીપૂર્વક ઘૂસી ગયા હતા અને મહિલાઓની છેડતી કરવા લાગ્યા હતા. યુવકો જબરદસ્તી મહિલાઓ સાથે ડાન્સ કરવા લાગ્યા હતા. બાકીના લોકોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેમણે પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ દરમિયાન પોલીસના એક વાહન અને જીપને નુકસાન પહોંચ્યું હતું અને 5 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનાને લઈને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને 12 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
મુંબઈમાં દુર્ગા પ્રતિમા ખંડિત કરીને કર્યો જીવલેણ હુમલો
મુંબઈના માનખુર્દ વિસ્તારમાં 21 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંપ્રદાયિક તણાવ ઊભો કરવા માટે દેવી દુર્ગાની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. માહિતી અનુસાર હિંદુ સમુદાયના લોકો નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવા માટે ધૂમધામથી મૂર્તિ લઈને જઈ રહ્યા હતા. આ આગમન યાત્રા મસ્જિદ પાસેથી નીકળી કે તરત જ ઇસ્લામી કટ્ટરપંથીઓએ ઢોલ વગાડવા પર વાંધો વ્યક્ત કર્યો હતો અને ગાળો આપવાની શરૂ કરી હતી.
આ દરમિયાન કટ્ટરપંથીઓએ દુર્ગા પ્રતિમાને ખંડિત કરી નાખી અને ધારદાર હથિયારો અને રૉડથી હિંદુઓ પર હુમલો કરી દીધો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે આ ઘટનાને લઈને 7 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, દરમિયાન ઘટનાસ્થળ પરથી દેવી દુર્ગાની પ્રતિમાનો હાથ પણ મળી આવ્યો હતો.
મધ્ય પ્રદેશમાં દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રા પર પથ્થરમારો
મધ્ય પ્રદેશના બુરહાનપુરના નયાખેડા ગામમાં બુધવારે (1 ઑક્ટોબર) દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રા દરમિયાન કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. યાત્રા મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન કેટલાક મુસ્લિમ શખ્સોએ ડીજે વગાડવા પર વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના પર બંને પક્ષોના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મુસ્લિમ કટ્ટરપંથીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનાને લઈને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને નાની પ્રતિમાને પણ નુકસાન પહોંચ્યું હતું.
ગરબા કાર્યક્રમમાં મોહસિન ખાને ફેંક્યાં ઈંડાં
મુંબઈના મીરા રોડ પૂર્વની જેપી નોર્થ ગાર્ડનર સિટી સોસાયટીમાં ગરબા કાર્યક્રમ દરમિયાન મોહસિન ખાને 16મા માળેથી ઈંડાં ફેંક્યાં હતાં. ત્યારબાદ કાર્યક્રમમાં હોબાળો થઈ ગયો હતો. પોલીસે મોહસિન વિરુદ્ધ FIR નોંધી હતી અને તપાસ પણ શરૂ કરી દીધી હતી. આ પહેલાં પણ તેણે પોલીસને ફોન કરીને અનેક વખત કાર્યક્રમ બંધ કરાવવા માટેના પ્રયાસો કર્યા હતા.
મહારાષ્ટ્રમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની વાંધાનજક ચેટ
મહારાષ્ટ્રના વિરાર શહેરમાં VIVA કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની વોટ્સએપ ચેટ પણ લીક થઈ હતી. શાહિદ અને ફૈઝ નામના બે વિદ્યાર્થીઓ ગરબા પંડાલમાં ઘૂસીને હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવાની યોજના ઘડી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓએ ચેટમાં લખ્યું હતું કે, “એક પણ હિંદુ યુવતીને છોડવાની નથી.” આ જ કોલેજમાં દાંડિયા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓના વિડીયો Discord App પર નાખીને અશ્લીલ કૉમેન્ટ પણ કરવામાં આવી હતી.
ઓડિશામાં દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રા પર હુમલો
ઓડિશાના કટકમાં શનિવારે (4 ઑક્ટોબર 2025) વહેલી સવારે ઇસ્લામી કટ્ટરવાદીઓની ભીડે બે દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાઓ હાટીપોખરી અને દરગાહબજાર વિસ્તારોમાં બની હતી. દુર્ગા પૂજાની આ યાત્રા દેવીગઢા જઈ રહી હતી, જ્યાં કાઠજોરી નદીના કિનારે પ્રતિમાઓનું વિસર્જન થવાનું હતું. આ હુમલામાં 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા, જેમાં DCP ઋષિકેશ ખિલારીનો પણ સમાવેશ થાય છે.
યાત્રામાં ડીજે અને સંગીત વાગી રહ્યું હતું. ત્યારે આ વિસ્તારના કેટલાક મુસ્લિમ લોકોએ સંગીત વગાડવા પર વાંધો ઉઠાવ્યો અને અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો. તેમણે કાચની બોટલો પણ ફેંકી હતી. આ દરમિયાન DCPની આંખમાં ઈજા થઈ હતી. આસપાસની ઘણી દુકાનો અને રસ્તા પર ઊભેલા વાહનોને પણ નુકસાન થયું હતું. પરિસ્થિતિ બેકાબૂ થતાં યાત્રાને વચ્ચે રોકવી પડી હતી. યાત્રામાં સામેલ લોકો પથ્થરમારાના વિરોધમાં રસ્તા પર જ ધરણા પર બેસી ગયા.
આવો જ બીજો હુમલો દરગાહબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુર્ગા વિસર્જન યાત્રા પર પણ થયો. જ્યારે હાટીપોખરીની યાત્રા રોકાયેલી હતી, ત્યારે રાઉસાપટના દુર્ગાકાલી પૂજા સમિતિની યાત્રા આગળ નીકળીને દરગાહબજાર પોલીસ સ્ટેશન પાસે પહોંચી અને ત્યાં પણ સ્થાનિક કટ્ટરપંથીઓએ તેના પર હુમલો કર્યો હતો.
ગરબા કાર્યક્રમોમાં હિંદુઓને જાગૃત કરવાના થયા પ્રયાસ
બીજી તરફ આ વર્ષે ગરબા પંડાલોમાં વિવિધ સંદેશાઓ સાથે હિંદુઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. કેટલાક પંડાલોમાં લવ જેહાદ અને ધર્માંતરણ વિશેના સંદેશાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી સાંપ્રદાયિક ઘટનાઓને કારણે બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આવું જ ગુજરાતમાં પણ બનવા પામ્યું હતું. ગુજરાતના દરેક શહેરોમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ગરબા પંડાલોમાં જઈ-જઈને તપાસ પણ કરી હતી. ઘણા ગરબા કાર્યક્રમોમાં તિલક અને ગૌમૂત્રનો છંટકાવ ફરજિયાત કરી દેવામાં આવ્યો હતો. વડોદરા જેવાં શહેરોમાં હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ આધાર કાર્ડ પણ ચેક કરી રહ્યા હતા.


