Sunday, March 9, 2025
More
    હોમપેજક્રાઈમમુખ્ય આરોપી મોઇન સપા સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો વ્યક્તિ, પીડિતાને ધમકાવવા બદલ...

    મુખ્ય આરોપી મોઇન સપા સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો વ્યક્તિ, પીડિતાને ધમકાવવા બદલ પાર્ટીના નેતાઓ સામે પણ કેસ: શું છે UPનો ગેંગરેપ કેસ, જેમાં ચાલ્યું સરકારી બુલડોઝર

    ઘટના બાદ દેશભરમાં તેની ચર્ચાઓ શરૂ થઈ. દરમિયાન જ અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ સાથે મોઈદ ખાનના ફોટો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. ત્યારબાદ તે પણ જાણવા મળ્યું હતું કે, મોઈદ ખાન અવધેશ પ્રસાદનો ખાસ માણસ પણ હતો.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના પરિણામ બાદથી જ અયોધ્યાની બેઠક ચર્ચામાં રહી હતી. અહીંથી સાંસદ તરીકે ચૂંટાયેલા સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદને સપા પ્રમુખ અખિલેશ યાદવે ‘અયોધ્યાના રાજા’ ગણાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસીઓ પણ આ ઘટનાને પોતાની જીત તરીકે જોઈ રહ્યા હતા. આ ઘટનાને લઈને વિપક્ષે સંસદમાં પણ ભારે હોબાળો કર્યો હતો. હવે તે જ અયોધ્યા ફરીવાર ચર્ચામાં છે. મામલો અયોધ્યામાં રહેતી OBC વર્ગની એક બાળકીના ગેંગરેપ સાથે સંકળાયેલો છે. આ ઘટનાનો મુખ્ય આરોપી સમાજવાદી પાર્ટીનો નેતા મોઈદ ખાન છે અને તે અવધેશ પ્રસાદનો નજીકનો માણસ હોવાનું કહેવાય છે. જોકે, આ વિષય પર હમણાં સુધી ન તો અખિલેશ યાદવ ખૂલીને બોલ્યા છે કે ન તો રાહુલ ગાંધી. સપા સાંસદ અવધેશ યાદવ તો આ ઘટનાથી જ અજાણ બની રહ્યા છે.

    અયોધ્યામાં OBCમાંથી આવતી એક શ્રમિક બાળકી પર સામૂહિક દુષ્કર્મની આ ઘટના બની હતી. બીજી તરફ યોગી સરકાર પણ આ ઘટનાને લઈને એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મુદ્દાને સંસદમાં પણ ઉઠાવ્યો હતો અને વ્યક્તિગત રીતે તેમણે પીડિતાના પરિવારની મુલાકાત પણ લીધી હતી. ગૃહમાં તેમણે કહ્યું હતું કે, અયોધ્યા ગેંગરેપનો આરોપી તો ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદની ટીમનો સભ્ય છે. તેમ છતાં સમાજવાદી પાર્ટી તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું, ત્યાં સુધી કે પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી પણ નથી થઈ. દેશમાં ચર્ચાનો વિષય બેનેલી આ દુઃખદ ઘટનાને વિગતે જાણવી ખૂબ જરૂરી છે.

    OBC વર્ગની બાળકી પણ આચર્યું સામૂહિક દુષ્કર્મ

    ઉલ્લેખનીય છે કે, OBC વર્ગની બાળકી સાથે થયેલા ગેંગરેપનો મામલો અયોધ્યામાં સ્થિત પુરાકલંદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના ભદરસા શહેરમાં સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાનની બેકરી આવેલી છે. અહીં જ OBC વર્ગની એક શ્રમિક મહિલા અને તેની 12 વર્ષીય સગીર બાળકી રહેતા હતા. લગભગ અઢી મહિના પહેલાં પીડિતા પોતાની માતા સાથે મજૂરી કામ કરીને પરત ફરી રહી હતી. તે સમયે જ મોઈદ ખાનની દુકાનમાં કામ કરતા નોકર રાજુ ખાને પીડિતાને ટોસ્ટના બહાને દુકાનમાં બોલાવી હતી અને કહ્યું હતું કે, મોઈદ ખાન તેને કામ આપવા માટે બોલાવી રહ્યો છે. બાળકી પહેલાં પણ મોઈદ ખાનની બેકરી પર આવજા કરતી હતી, જેથી વિશ્વાસ મૂકીને તે દુકાનમાં જતી રહી. તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, હવે પછી તેની સાથે કેવું કલંકિત કૃત્ય આચરવામાં આવશે.

    - Advertisement -

    બાળકી દુકાનમાં ગઈ અને મુખ્ય આરોપી મોઈદ ખાન અને નોકર રાજુ ખાને તેને દબોચી લીધી. બંનેએ વારંવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું. બાળકી પીડાના કારણે તડપતી રહી પરંતુ હેવાનોને કરુણા ન ઊપજી. આરોપ છે કે, દુષ્કર્મ દરમિયાન જ આરોપીઓએ બાળકી સાથે થઈ રહેલા રેપનો વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. ઉપરાંત બાળકીને ધમકી પણ આપવામાં આવી કે, જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખવામાં આવશે.

    બાદમાં આ જ વિડીયોથી બાળકીને ડરાવી-ધમકાવીને આરોપીઓ તેના પર અઢી મહિના સુધી સામૂહિક દુષ્કર્મ આચરતા રહ્યા હતા. અઢી મહિના સુધી સતત દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા માનસિક રીતે ભાંગી પડી હતી. આ ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બાળકી ગર્ભવતી થઈ. બાળકીને પેટમાં દુઃખાવો ઉપડતા તેની માતાને શંકા ગઈ હતી. જ્યારે પીડિતાની માતાએ બાળકીને પૂછ્યું તો તેણે આખી ઘટના વિશે જાણ કરી દીધી હતી. આખરે માનસિક રીતે પીડા ભોગવી રહેલી પીડિતાના સાથે રાખીને તેની માતાએ પોલીસ સ્ટેશનમાં આ ઘટના વિશે ફરિયાદ નોંધાવી દીધી હતી.

    પોલીસે ગુનો નોંધીને આદરી કાર્યવાહી

    બીજી તરફ તરફ ઘટનાની જાણ થતાં જ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભાજપ અને બજરંગદળના કાર્યકર્તાઓ સાથે નિષાદ પાર્ટીના કાર્યકરો પણ પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા હતા. લોકોએ પોલીસ સ્ટેશનમાં જ નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. જે બાદ પોલીસે POCSO સહિતના ગુના નોંધીને આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસની ટીમોએ ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડીને ઘટના સંદર્ભે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે, જે ભદરસા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે, તે આરોપી મોઈદ ખાનની પ્રોપર્ટી પર ચાલી રહી છે. રાતભરમાં જ આખા પોલીસ સ્ટેશનને મોઈદ ખાનની પ્રોપર્ટી પરથી હટાવી લેવામાં આવ્યું હતું.

    સપા સાંસદ અવધેશ પ્રસાદનો સહયોગી છે મુખ્ય આરોપી મોઈદ

    આ ઘટના બાદ દેશભરમાં તેની ચર્ચાઓ શરૂ થઈ. દરમિયાન જ અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ સાથે મોઈદ ખાનના ફોટો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. ત્યારબાદ તે પણ જાણવા મળ્યું હતું કે, મોઈદ ખાન અવધેશ પ્રસાદનો ખાસ માણસ પણ હતો. તે ભદરસા શહેરમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તરીકે કાર્ય કરતો હતો અને અવધેશનો ખાસ સહયોગી હતો. આ ઘટના બાદ સાંસદ અવધેશને મીડિયા તરફથી પૂછવામાં આવ્યું તો તેણે આ ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું. મીડિયાકર્મીઓએ મોઈદ ખાન વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે, આવી કોઈ ઘટના તેમના ધ્યાને આવી નથી. તેઓ જાણતા નથી તો તેના વિશે કઈ રીતે વાત કરી શકે.

    પત્રકારે પૂછ્યું કે, શું પાર્ટી કોઈ કાર્યવાહી કરશે. તેમાં પણ અવધેશ પ્રસાદે વાતને ગોળ-ગોળ ફેરવવાનું શરૂ રાખ્યું હતું. તેમણે કાર્યવાહીની વાત છોડીને સંસદની વાત ચાલુ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, તેઓ સંસદમાં જઈ રહ્યા છે. ત્યાંથી આવીને રૂમમાં જઈને આખી ઘટના વિશે જાણ થાય તે પછી જ તેમાં કઈ બોલી શકાય. આટલું જ નહીં, પરંતુ સમાજવાદી પાર્ટી કે સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ ઘટના વિશે કોઈ સ્પષ્ટતા કે નિવેદન આપ્યું નથી. કોંગ્રેસને નેતાઓએ પણ મૌન ધારણ કરી લીધું છે.

    પીડિતાની માતા સાથે CM યોગીની મુલાકાત અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સસ્પેન્ડ

    ઘટનાની ચર્ચા વચ્ચે જ શુક્રવારે (2 ઓગસ્ટ) પીડિતાની માતાએ લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ સપા નેતા મોઈદ ખાન સહિત તમામ આરોપીઓ પર કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. પીડિતાની માતા સાથે મુલાકાત બાદ યોગી આદિત્યનાથ એક્શનમાં આવ્યા હતા અને પુરાકલંદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રતન શર્મા અને ભદરસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અખિલેશ ગુપ્તાને તત્કાલીન ધોરણે સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. બંને વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી ન કરવા અને કેસ નોંધવામાં વિલંબ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત CM યોગીએ મુખ્ય આરોપી મોઈદ ખાનની સંપત્તિની તપાસના પણ આદેશ આપ્યા હતા.

    આદેશ બાદ તરત જ મહેસૂલ વિભાગે જમીનની માપણી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ ધ્યાને આવ્યું હતું કે, મોઈદ દ્વારા તળાવ અને અન્ય સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના પર એ પણ આરોપ છે કે, તેણે ઘણા દલિત પરિવારોની જમીનો પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. બંજરંગદળના જિલ્લા અધિકારીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ભદરસામાં આવેલી મોઈદની બેકરી પણ દલિત સમાજના વ્યક્તિ જાનકી પ્રસાદની જમીન પર બનાવવામાં આવી છે. જેનો ગાટા નંબર 1675 અને 1676 છે.

    બાળકીને ધમકાવવા બદલ સપા નેતાઓ પર પણ FIR

    સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને તેના જ ઘરમાં ઘૂસીને સપા નેતા રાશિદ ખાન દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી. તેણે આ કેસને રફાદફા કરવા માટે સમાધાન કરવાનું કહ્યું હતું અને જો બાળકી આવું નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. CM યોગી સાથે પીડિતાની માતાએ મુલાકાત કર્યા બાદ આરોપી રાશિદ ખાન સહિતના સપા નેતાઓ પર પણ FIR નોંધવામાં આવી હતી. અયોધ્યાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે FIR નોંધવામાં આવી છે. FIRમાં કહેવાયું છે કે, ભરતકુંડ ભદરસા નગર પંચાયતના અધ્યક્ષ મોહમ્મદ રાશિદ ખાને પોતાના સહયોગીઓ સાથે મળીને રેપ પીડિતા બાળકીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ધમકી પણ આપી હતી. ફરિયાદ અનુસાર, રેપ પીડિતાની હત્યાના ઉદ્દેશ્યથી મોહમ્મદ રાશિદ પોતાની સાથે જય સિંઘ તથા એક અજ્ઞાત વ્યક્તિને લઈને ગુરુવારે (1 ઓગસ્ટ)ની રાત્રે લગભગ 11 કલાકે મહિલા જિલ્લા હોસ્પિટલના રૂમની બહાર પહોંચી ગયા હતા.

    ફરિયાદમાં કહેવાયું છે કે, આ પહેલાં પણ રાશિદ ખાન બાળકીના ઘરમાં ઘૂસીને ધમકી આપી ચૂક્યો હતો. તેણે બાળકીના ઘરમાં ઘૂસીને પીડિતા સહિત પરિવારજનો પર સમાધાન કરવાનું દબાણ ઊભું કર્યું હતું. તેણે ધમકી આપતા કહ્યું હતું કે, જો પીડિતા સમાધાન નહીં કરે તો તેને જાનથી મારી નાંખશે. હવે આ જ ફરિયાદના આધારે પોલીસે તેના વિરુદ્ધ FIR નોંધી છે. રાશિદ પણ સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલો છે.

    મોઈદ ખાનની ગેરકાયદેસર સંપત્તિ પર ચાલ્યું બુલડોઝર

    શુક્રવારે ગેંગરેપ પીડિતાના માતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને ન્યાયની માંગ કરી હતી, ત્યારબાદ CMના આદેશથી તપાસ તેજ બની હતી. આ મામલે મોઈદ ખાનની સંપત્તિઓની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની બેકરી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હોવાનું સામે આવતાં શનિવારે (3 ઑગસ્ટ) સવારે બુલડોઝર પહોંચી ગયાં હતાં અને અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે મુલાકાતના એક દિવસ બાદ જ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી હતી.

    કાર્યવાહીના વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બુલડોઝર તેમજ અધિકારીઓ હાજર જોઈ શકાય છે. સ્થળ પર હાજર SDM અશોક કુમારે કાર્યવાહીની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, “ગેરકાયદેસર હોવાની જાણ થતાં બેકરી સીલ કરવામા આવી હતી. હવે તેને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં