Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમઅયોધ્યાની સામૂહિક બળાત્કાર પીડિત બાળાના પરિવારને મળ્યા CM યોગી: આરોપી SP નેતા...

    અયોધ્યાની સામૂહિક બળાત્કાર પીડિત બાળાના પરિવારને મળ્યા CM યોગી: આરોપી SP નેતા મોઈદને કઠોર સજાની આપી ખાતરી, વિધાનસભામાં પણ ઉઠાવી ચૂક્યા છે મુદ્દો

    શુક્રવારે બિકાપુરના BJPના અધ્યક્ષ બાળકીની માતાને લઈને મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ ગયા હતા. ત્યારે મુખ્યમંત્રી યોગીએ (CM Yogi) બાળકીની માતાને બાળકીની તબિયત વિશે અને સમગ્ર ઘટના વિશે પૂછ્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

    - Advertisement -

    અયોધ્યા ખાતે 12 વર્ષની હિંદુ બાળકી સાથે સપાના (Samajwadi Party) ભદરસા નગર અધ્યક્ષ મોઈદ ખાન દ્વારા આચરાયેલ સામૂહિક બળાત્કાર અંગે મામલો સામે આવ્યો હતો ત્યારે શુક્રવારે (2 ઓગસ્ટ) ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી તેમના સત્તાવાર મુખ્યમંત્રી આવાસ પર બાળકીની માતાને મળ્યા હતા. યોગીએ 1 ઓગસ્ટે આખો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીને સપા પર પ્રહાર કર્યા હતા ત્યારે શુક્રવારે પીડિતાના પરિવારને મળીને બાળકીની તબિયત અંગે પૂછ્યું હતું.

    શુક્રવારે બિકાપુરના BJPના અધ્યક્ષ બાળકીની માતાને લઈને મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ ગયા હતા. ત્યારે મુખ્યમંત્રી યોગીએ (CM Yogi) બાળકીની માતાને બાળકીની તબિયત વિશે અને સમગ્ર ઘટના વિશે પૂછ્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે બાળકી હાલ અયોધ્યાની (Ayodhya) મહિલા હોસ્પિટલમાં દાખલ છે.

    ગુરુવાર, 1 ઓગસ્ટે CM યોગીએ આ મામલો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અયોધ્યામાં એક પછાત જાતિની (OBC) બાળા પર સામૂહિક બળાત્કાર થયો છે. આરોપી સમાજવાદી પાર્ટીનો છે. તે સપાના સાંસદ સાથે હરે-ફરે છે, બેસે છે, પરંતુ પાર્ટીના નેતાઓ મોઢામાં મગ ભરીને બેસી રહ્યા છે. સપાએ તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. આવા ગુનેગારોને ગોળી ન મારવામાં આવે તો શું તેમને હાર પહેરાવવામાં આવે?”

    - Advertisement -

    કામ આપવાના બહાને 2 લોકોએ કર્યો ગેંગરેપ

    ઉલ્લેખનીય છે કે આખી ઘટના અયોધ્યાના પુરા કલંદર વિસ્તારની છે. ભદરસા કસ્બામાં બેકરીમાં કામ અપાવવાના બહાને 2 લોકોએ 12 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેનો અશ્લીલ વિડીયો બનાવી અને જો કોઈને કહેશે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી તેણીને બ્લેકમેલ કરીને જઘન્ય કૃત્ય કરતા રહ્યા. આ મામલો બાળકીને ગર્ભ રહ્યાના 2 મહિના બાદ સામે આવ્યો હતો. આ કૃત્ય કરનાર આરોપી સમાજવાદી પાર્ટીનો ભદરસા નગર અધ્યક્ષ મોઈદ ખાન અને તેનો નોકર રાજૂ હતો. ત્યારે આજે યોગી દ્વારા પીડિતાના પરિવારને બંને આરોપીઓને કઠોર સજા કરવાની ખાતરી આપવામાં આવી છે.

    આરોપ છે કે લગભગ અઢી મહિના પહેલા પીડિતા ખેતરમાંથી મજૂરી કરીને પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં રાજુ મળ્યો. રાજુએ કહ્યું કે બેકરીનો માલિક મોઈદ ખાન તેને બોલાવે છે. બાળકીને ફોસલાવીને બોલાવી બાદ મોઈને તેની સાથે બળાત્કાર કર્યો અને રાજુએ તેનો વિડીયો બનાવ્યો. ત્યારબાદ રાજુએ પણ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. અઢી મહિના સુધી બંને જણા વિડીયોના આધારે બાળકીને બ્લેકમેલ કરીને તેની પર આ જઘન્ય કૃત્ય કરતા હતા.

    નોંધનીય છે કે પોલીસે બાળકી પર બળાત્કાર ગુજારવા અને વિડીયો બનાવી બાળકીને બ્લેકમેલ કરવાના આરોપમાં સપા શહેર પ્રમુખ મોઈદ ખાન અને તેના નોકર રાજુની ભદરસાથી ધરપકડ કરી હતી. 12 વર્ષની બાળકી 4 બહેનોમાં સૌથી નાની છે. બે વર્ષ પહેલા તેના પિતાનું અવસાન થયું હતું.

    હાલમાં જિલ્લા વહીવટીતંત્ર આ બાબત પર બાજ નજર રાખી રહ્યું છે. જિલ્લાઅધિકારી ચંદ્ર વિજય સિંહે કહ્યું કે આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન ઓફિસરને પણ યુવતીને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે આ મામલો CWC જોશે. CWCના પ્રમુખ સર્વેશ અવસ્થીએ કહ્યું કે રાજ્ય બાળ આયોગ (State Children Commission) આ મામલાની નોંધ લીધી છે. જેમાં કમિશને FIRની કોપી માંગી છે. બાળકીને બુધવારે CWC સમક્ષ લઈ જવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઉત્તર પ્રદેશના આગ્રામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે એક મૌલવીએ પીડિતા દ્વારા આરોપીને 5 ચપ્પલ મારીને સજા ફટકારી મામલો રફા-દફા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ વિડીયો વરાળ થતાં આ મુદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં