Saturday, October 5, 2024
More
    હોમપેજદેશસગીરા પર દુષ્કર્મ આચરનારા મુસ્લિમ યુવકને અધધ 5 ચપ્પલો મારવાની સજા!: આગ્રાના...

    સગીરા પર દુષ્કર્મ આચરનારા મુસ્લિમ યુવકને અધધ 5 ચપ્પલો મારવાની સજા!: આગ્રાના મૌલવીનો ગજબનો ‘ઇન્સાફ’, પીડિતાના પિતાને પણ કાર્યવાહી કરતાં અટકાવ્યા

    મામલો પંચાયતમાં પહોંચતા મૌલવી દ્વારા આરોપીને માત્ર 5 ચપ્પલ મારવાની સજા ફટકારવામાં આવી હતી, અને યુવતી જે ₹15,000 લઈને ઘરેથી ભાગી હતી તે તેને પરત કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના આગ્રા ખાતેથી એક ખુબ જ શર્મજનક અને નિંદનીય ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવક દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા સાથે ન્યાય કરવાની જગ્યાએ આરોપીને માત્ર ચપ્પલો મારવાની સજા ફટકારવામાં આવી હતી. મૌલાનાએ બળાત્કારના આરોપીને સગીરા દ્વારા 5 ચપ્પલ મારવાની સજા ફટકારી હતી. મૌલાનાના ‘ઇન્સાફ’ બાદ પીડિતાએ આરોપીને 5 વાર બૂટ માર્યું અને મૌલવી દ્વારા બળાત્કાર જેવા ગંભીર ગુનાનો આખો મામલો રફા-દફા કરી દેવામાં આવ્યો હતો.

    આખા મામલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતાં આખો મામલો 25 જુલાઇનો હોવાનો સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર મુસ્લિમ યુવકે સગીરાનો બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે અને મૌલવી દ્વારા પોલીસ ફરિયાદ ન કરવા દેવામાં આવતા 5 ચપ્પલ મારવાની સજા આપી મામલો રફા-દફા કર્યો હોવાનું સામે આવ્યું છે.

    જાણો આખી ઘટના શું હતી

    ACP મયંક તિવારીના જણાવ્યા અનુસાર 25 જુલાઈના રોજ પોલીસ ચોકી પર યુવતીના પિતા દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે તેમની પુત્રી ઘરેથી જતી રહી છે. રાત્રે 3 વાગે તેના પિતા પોલીસને એવી માહિતી આપે છે કે એમની પુત્રી ઘરે પરત આવી ગઈ છે. તેઓ હવે આગળ કોઈ કાર્યવાહી કરવા ઇચ્છાતા નથી.

    - Advertisement -

    મુસ્લિમ યુવતીને તેના જ સમુદાયનો મુસ્લિમ યુવક ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ યુવતીના પિતા શાહગંજ ખાતેની ભોગીપૂરા પોલીસ ચોકી પહોંચ્યા હતા પરંતુ આ દરમિયાન ત્યાનો મૌલવી વચ્ચે પડ્યો. લોકોને ખબર પડશે તો ઇજ્જત જશે એમ કહી મૌલવીએ પોલીસ કાર્યવાહી ન કરવા દીધી. બાદમાં મૌલવીએ પોતે જ યુવતીને તેના ઘરે પહોંચાડી દીધી હતી.

    ઘરે પરત આવ્યા બાદ યુવતીએ તેને ભગાડી જનાર યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. યુવતીના કોલ્ડ ડ્રિંકમાં કેફી પદાર્થ ભેળવી તેને કોલ્ડ ડ્રિંક પીવડાવીને તેની પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ યુવતીએ લગાવ્યો હતો. આ મામલો પંચાયતમાં પહોંચતા મૌલવી દ્વારા આરોપીને માત્ર 5 ચપ્પલ મારવાની સજા ફટકારવામાં આવી હતી, અને યુવતી જે ₹15,000 લઈને ઘરેથી ભાગી હતી તે તેને પરત કરવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે આવો ગંભીર મામલો એક મૌલવી દ્વારા આ રીતે રફા-દફા કરવામાં આવ્યો અને બાદમાં તેના વિડીયો વાયરલ થતાં પ્રશાસનને જાણ થઈ હતી. ત્યારે આ મામલે પંચાયતમાં બેઠેલા મૌલવી સહિતના પાંચેય પંચો પોલીસના ભયથી ફરાર થઈ ગયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં