Friday, September 20, 2024
More
    હોમપેજદેશઅયોધ્યા ગેંગરેપ કેસ મામલે એક્શનમાં યોગી સરકાર, મુખ્ય આરોપી મોઇદ ખાનની બેકરી...

    અયોધ્યા ગેંગરેપ કેસ મામલે એક્શનમાં યોગી સરકાર, મુખ્ય આરોપી મોઇદ ખાનની બેકરી પર ચાલ્યું બુલડોઝર: સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો માણસ છે સપા નેતા

    સ્થળ પર હાજર SDM અશોક કુમારે કાર્યવાહીની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, “ગેરકાયદેસર હોવાની જાણ થતાં બેકરી સીલ કરવામા આવી હતી. હવે તેને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.”

    - Advertisement -

    તાજેતરમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો, જેમાં મુખ્ય આરોપી તરીકે સમાજવાદી પાર્ટીના નેતા અને ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદના એક નજીકના માણસ મોઇદ ખાનનું નામ ખુલ્યું છે. તેની અને અન્ય આરોપીઓ સામે FIR નોંધવામાં આવ્યા બાદ હવે મોઇદની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. 

    શુક્રવારે ગેંગરેપ પીડિતાના માતા-પિતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને ન્યાયની માંગ કરી હતી, ત્યારબાદ CMના આદેશથી તપાસ તેજ બની હતી. આ મામલે મોઇદ ખાનની સંપત્તિઓની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની બેકરી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હોવાનું સામે આવતાં શનિવારે (3 ઑગસ્ટ) સવારે બુલડોઝર પહોંચી ગયાં હતાં અને અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

    કાર્યવાહીના વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બુલડોઝર તેમજ અધિકારીઓ હાજર જોઈ શકાય છે. સ્થળ પર હાજર SDM અશોક કુમારે કાર્યવાહીની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, “ગેરકાયદેસર હોવાની જાણ થતાં બેકરી સીલ કરવામા આવી હતી. હવે તેને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.”

    - Advertisement -

    આ કેસ અયોધ્યાનો છે. આરોપ છે કે અહીં સમાજવાદી પાર્ટીના નેતા મોઇદ ખાન અને તેની બેકરી પર કામ કરતા રાજુએ મળીને એક 12 વર્ષીય સગીરાનો રેપ કર્યો હતો અને તેનો વિડીયો બનાવીને બંને બ્લેકમેલ કરતા હતા. આખરે 2 મહિના બાદ પીડિતા ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો અને પરિવારને જાણ થઈ. હિંદુ સંગઠનો પણ વચ્ચે પડ્યા બાદ બંને આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને ધરપકડ કરી લેવાઈ હતી. 

    કેસમાં મુખ્ય આરોપી મોઇદ ખાન ફૈજાબાદના સમાજવાદી પાર્ટી સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો માણસ માનવામાં આવી રહ્યો છે. તેના સાંસદ સાથેના અનેક ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ, સાંસદ અવધેશ પ્રસાદને પૂછવામાં આવતાં ગેંગેફેંફે થઈ ગયું હતું અને તેઓ ‘નો…નો’ કરતા રહ્યા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં