ભારત ક્યારેય ઔપચારિક રીતે ઘોષિત આતંકવાદ-પ્રભાવિત દેશ નથી રહ્યો, પરંતુ એક હકીકત એ પણ છે કે ભારત પર હંમેશાથી ઇસ્લામી આતંકવાદની નજર રહી છે અને ‘ગઝવા-એ-હિન્દ’ના નારા સાથે અનેકો હુમલા પણ થયા છે. મોટાભાગના હુમલામાં આતંકીઓનો સંબંધ કેટલીક ઇસ્લામી સંસ્થા સાથે નીકળી આવ્યો છે. છેલ્લા 20-25 વર્ષમાં જેટલા પણ આતંકી મોડ્યુલ પકડાયા, તેના ઘણા આતંકીઓ સંબંધ સ્પષ્ટ રીતે ઇસ્લામી સંસ્થા સાથે રહ્યો છે. દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયા બાદ તપાસ તેજ છે અને તેમાં પણ બધા આતંકીઓનો સંબંધ ‘અલ-ફલાહ યુનિવર્સિટી’ સાથે મળી આવ્યો છે. આ પેટર્ન નવી નથી, અગાઉ પણ આવું જ થતું આવ્યું હોવાનું તથ્યો કહે છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં ‘અલ-ફલાહ યુનિવર્સિટી’ની તપાસ કરવામાં આવી રહી હતી, દરમિયાન એવું પણ સામે આવ્યું કે 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસના આતંકી મિર્ઝા શાદાબનું કનેક્શન પણ આ જ યુનિવર્સિટી સાથે રહ્યું છે. અહીં જ તેણે અભ્યાસ કર્યો હતો અને અહીંથી જ તેણે બી. ટેકની ડિગ્રી પણ મેળવી હતી. સતત પુનરાવર્તિત થતી આવી ઘટનાઓ અને તેની પાછળ રહેલી ઇસ્લામી સંસ્થાઓ વિચારવા પર મજબૂર કરે છે કે શું આવી સંસ્થાઓ આતંકવાદને પોષણ આપી રહી છે?
વાસ્તવમાં દિલ્હી બ્લાસ્ટ કેસમાં એજન્સીઓ તપાસ કરી રહી છે, જેમાં અલ-ફલાહ યુનિવર્સિટી તપાસના કેન્દ્રમાં છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે દિલ્હી કાર બ્લાસ્ટનો આત્મઘાતી આતંકી ઉમર નબી અલ-ફલાહ યુનિવર્સિટીમાં તાલીમ મેળવનારો પહેલો આતંકી નહોતો, 2008માં અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના આતંકી મિર્ઝા શાદાબ બેગે પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં જ અભ્યાસ કર્યો હતો. તેણે એન્જિનિયરિંગ કોલેજમાં બી.ટેકની ડિગ્રી પણ મેળવી હતી.
2008ના અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ
26 જુલાઈ 2008 અમદાવાદ શહેર માટે ક્યારેય ન ભૂલાય તેવો ગોઝારો દિવસ હતો. આખા દિવસની દોડધામ પતાવીને સંધ્યાના ખોળામાં થાક ઉતારવા જઈ રહેલા અમદાવાદીઓનો કિલ્લોલ એકાએક ચિચિયારીઓમાં બદલાઈ ગયો. માત્ર 70 મિનીટની અંદર 21 સિરિયલ બૉમ્બ બ્લાસ્ટે આખા અમદાવાદને હચમચાવી મુક્યું હતું. હજુ એક દિવસ પહેલાં જ બેંગલુરુમાં થયેલા 7 બ્લાસ્ટની ચર્ચાઓ કરતા અમદાવાદીઓને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે 1500 કિલોમીટર દુરથી આ કાળનો આગલો કોળીયો અમદાવાદ શહેર છે. અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
લગભગ 6 વાગીને 45 મીનીટે પ્રથમ બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ શ્રેણીબદ્ધ રીતે એક બાદ એક વિસ્ફોટોએ લોહીના ખાબોચીયાઓ ભરી દીધા હતા. લોકો કશું સમજે તે પહેલા જ ખાડિયા, બાપુનગર, રામોલ, અમરાઈવાડી, વટવા, દાણીલિમડા, ઇસનપુર, ઓઢવ, કાલુપર, નરોડા, ઠક્કરનગર, સરખેજ, નિકોલ સહીત અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલ સહિતની જગ્યાઓ પર કુલ 21 બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ વિસ્ફોટ કરવા માટે તેવા સ્થળો પસંદ કર્યા જ્યાં લોકોની સૌથી વધુ અવરજવર હોય.
આતંકવાદીઓ તે હદે નરસંહાર કરવા માંગતા હતા કે તેમણે સિવિલ ટ્રોમાં સેન્ટર અને એલજી હોસ્પિટલવાળા બૉમ્બ બ્લાસ્ટના ટાઈમિંગ તે રીતે રાખ્યા કે જે લોકો ઘાયલ થઈને હોસ્પિટલોમાં સારવાર લેવા આવે તેઓ આ બીજા બ્લાસ્ટમાં જીવતા ન બચે. ત્યારબાદ અમદાવાદ પોલીસે આ સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી હતી. આ કેસને IPS અધિકારી આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો હતો. તે સમયના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચૂડાસમા સહિતની ટીમ આ વિસ્ફોટ કરાવનાર તેમજ દેશમાં જ રહીને દેશને ખોખલો કરનાર આતંકવાદીઓને ઝડપી પાડવા મેદાને ઉતરી ગયા હતા.
અમદાવાદ પોલીસે માત્ર 19 દિવસમાં જ આખો કેસ ઉકેલીને 30 આરોપીને ઝડપી પાડ્યા હતા. ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આતંકવાદીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા. અમદાવાદના આ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ઇન્ડીયન મુજાહિદ્દીને (IM) અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઈસ્લામીએ લીધી અને આ ઘટનાને ગોધરાકાંડનો બદલો ગણાવી.
ગુજરાત પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 ફરિયાદ નોંધવામાં આવી હતી, જ્યારે અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જ્યારે હાલ પણ 8 આરોપીઓને પોલીસ હજુ શોધી રહી છે અને તે પૈકીનો એક છે મિર્ઝા શાદાબ બેગ, જે અલ-ફલાહ યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યો હતો.
તે અલ-ફલાહમાં અભ્યાસ કરતો હતો તે સમયે જ તે અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટની તૈયારી પણ કરી રહ્યો હતો. તે વર્ષોથી ફરાર છે અને હાલ તે અફઘાનિસ્તાનમાં હોવાનું સામે આવ્યું છે. શાદાબ આઝમગઢનો રહેવાસી હતો અને ઇન્ડિયન મુઝાહિદ્દીનનો એક મુખ્ય સભ્ય પણ હતો. તેણે 2008માં જયપુર સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં પણ ભૂમિકા નિભાવી હતી. તેણે જ વિસ્ફોટકો એકઠા કરવા માટે કર્ણાટકના ઉડ્ડુપીની મુલાકાત લીધી હતી.
ઉડ્ડુપીમાં યાસીન ભટકલ અને રિયાઝ ભટકે તેને મોટી સંખ્યામાં ડેટોનેટર અને બેરિંગ આપ્યાં હતાં. આ ઉપરાંત તે અમદાવાદ બ્લાસ્ટના 15 દિવસ પહેલાં શહેરમાં પહોંચ્યો હતો અને આખા શહેરની રેકી પણ કરી હતી. તે સિવાય દિલ્હીમાં 2008માં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં પણ આ જ આતંકીએ ભૂમિકા ભજવી હતી. જોકે, 2008માં થયેલા દિલ્હી બ્લાસ્ટના આતંકીઓની લિન્ક પણ સૌથી પહેલાં અમદાવાદ પોલીસને મળી હતી અને બાદમાં દિલ્હી પોલીસને માહિતી અપાઈ હતી. જે બાદ ઐતિહાસિક બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું હતું અને આતંકીઓને ‘બાટલા હાઉસ’ નામની જગ્યા પર જ ઠાર કરવામાં આવ્યા હતા.
જોકે, આ બધા આતંકી હુમલા પાછળ કોઈને કોઈ ઇસ્લામી સંસ્થા ચર્ચાનું કેન્દ્ર બને છે. જેમ 2008ના દિલ્હી બ્લાસ્ટ બાદ અલ-ફલાહ યુનિવર્સિટી તપાસનું કેન્દ્ર બની છે. મહત્વનું એ છે કે દરેક આતંકી ઘટના પાછળ કેમ હંમેશા મજહબી સંસ્થાઓની ભૂમિકા સામે આવી રહી છે? શું આ સંયોગ હોય શકે? ના. આ એક પેટર્નનો ભાગ છે, આવું દરેક કિસ્સામાં થયું હોવાનું તથ્યો અને પુરાવા કહે છે.
આતંકી અને ઇસ્લામી સંસ્થા- ભારતમાં દેખાતી જૂની પેટર્ન
જોકે, અલ-ફલાહ યુનિવર્સિટીની હાલ તપાસ ચાલી રહી છે, તેના પર આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ છે. વધુ માહિતી તો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવી શકે, પણ કોઈ એક ‘શૈક્ષણિક સંસ્થા’માં આટલા આતંકીઓનો મેળાવડો થવો, વર્ષો સુધી કામ કરવું, હથિયારો એકઠા કરવાં, બ્લાસ્ટનું કાવતરું ઘડવું અને આતંકી ગતિવિધિઓ શરૂ રાખવી- સંસ્થા પર સવાલો તો ઊભા કરે જ. હકીકત એ પણ છે કે આતંકીઓનો મજહબી સંસ્થાઓ સાથેનો સંબંધ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે અને તપાસના દસ્તાવેજોમાં પણ નોંધાયેલો છે. અલ-ફલાહના કેસમાં આ મુદ્દો ચર્ચામાં એટલા માટે આવવો જોઈએ કે આ કોઈ પહેલી ઘટના કે સંયોગ નથી, આ વારંવાર રિપીટ થતી એક ‘પેટર્ન’ છે. આતંકી અને તેની પાછળ ઇસ્લામી સંસ્થા.
આ પેટર્ન આજકાલની નથી, વર્ષોથી ચાલી આવે છે. 2016માં NIAએ ISIS સાથે જોડાયેલા કેટલાક કેરળના મુસ્લિમ યુવાનોને પકડ્યા હતા, તેમાંથી મોટાભાગના આતંકીઓની પાછળ કટ્ટર મજહબી સંસ્થા હતી. તે સિવાય 2021માં યુપીમાં અલ-કાયદા મોડ્યુલના બે આતંકીઓને યુપી ATSએ પકડ્યા હતા અને તે બંને મદરેસા નેટવર્કમાં સક્રિય હતા. 2017માં ભોપાલની એક મસ્જિદમાં એમપી ATSએ દરોડા પાડ્યા હતા અને ISISનું કટ્ટરવાદી સાહિત્ય મળી આવ્યું હતું, જેને મસ્જિદ સાથે સંકળાયેલા એક શખ્સે છુપાવીને રાખ્યું હતું.
હૈદરાબાદમાં દાવત-એ-ઇસ્લામી અને PFI કેમ્પસમાંથી વારંવાર આતંકીઓને પકડવામાં આવ્યા હતા. આ આતંકીઓની સોશિયલ મીડિયા લિન્ક ISIS અને AQIS સાથે જોડાયેલી હતી. બેંગલુરુ-મૈસૂરમાં ‘પ્રાઇવેટ ઇસ્લામી સ્ટડી સર્કલ’માંથી ઘણા મુસ્લિમ યુવાનોને ISIS સાથે જોડવામાં આવી રહ્યા હતા. હમણાં ગુજરાત ATSએ પકડેલા આતંકીઓએ પણ હથિયારો એક ઇસ્લામી કબ્રસ્તાનમાં રાખ્યાં હતાં.
આ બધી ઘટનાઓ સિવાય મોટાભાગની આતંકી ઘટનાઓમાં ક્યાંયને ક્યાંય તો ઇસ્લામી સંસ્થા કેન્દ્રમાં આવે જ છે. ભારતમાં હિંદુ, જૈન, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ પંથની પણ અનેકો સંસ્થાઓ છે, પણ તેમાં ક્યારેય આવી ગતિવિધિ નથી થતી. માત્ર ઇસ્લામી સંસ્થાઓ જ ઇસ્લામી આતંકવાદની પાછળ જોવા મળે છે. આતંકવાદ સાથે જોડાયેલા આરોપીઓનો પ્રોફાઇલમાં એક સ્થાયી પેટર્ન જોવા મળે છે. કાં તો મદરેસા બેકગ્રાઉન્ડ, કાં તો ઇસ્લામી સંસ્થાઓ અથવા તો કોઈ NGO.
આવી ઘટનાઓ સામે આવ્યા બાદ આવી જવાબદાર ઇસ્લામી સંસ્થાઓ પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે. હાયર એજ્યુકેશનની આડમાં કટ્ટરવાદને પોષણ આપતી આવી સંસ્થાઓ વિશે વાત કરવી પણ એટલી જ જરૂરી છે. સવાલ એ છે કે શા માટે દરેક વખતે કોઈ આતંકી પડકાય છે તો તેની પાછળ મસ્જિદ, મદરેસા કે પછી ઇસ્લામી સંસ્થાની વાતો નીકળીને આવે છે?
મોટાભાગઆ આતંકીઓના કોઈ મસ્જિદ કે મદરેસા સાથેના સંબંધો નીકળ્યા છે. અલ-ફલાહ યુનિવર્સિટીમાં પણ આવું જ થયું છે અને અગાઉ પણ આવું જ થતું આવ્યું છે. આ કારસ્તાનો પાછળ જવાબદાર ઇસ્લામી મજહબી સંસ્થાઓની શું ભૂમિકા છે અથવા તો પરદા પાછળની શું ગતિવિધિઓ છે? ઘણા કેસોમાં તો આવી સંસ્થાઓ જ આતંકવાદને પોષી રહી છે અને મદદની સાથે પ્લેટફોર્મ પણ પૂરા પાડે છે. આવું કેમ? હકીકત તો એ છે કે આ સંયોગ કે એકલ ઘટના નથી, આ આખી પેટર્ન છે, જ્યાં શિક્ષણનું મુખોટું પહેરીને કટ્ટરવાદને પોષવામાં આવે છે.


