Saturday, November 2, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં આધેડ વયની હિંદુ મહિલા પર ગેંગ રેપ: વકિલ પઠાણ, ચમનખાન પઠાણ...

    વડોદરામાં આધેડ વયની હિંદુ મહિલા પર ગેંગ રેપ: વકિલ પઠાણ, ચમનખાન પઠાણ અને શૌકત ખાન પઠાણે આબરૂ લૂંટી, પોલીસ કાર્યવાહી શરૂ

    મહિલાને બંગલો બતાવવાના નામે આરોપી છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા સઅવાવરું મેદાનમાં લઇ આવ્યો હતો. તે કશું સમજે તે પહેલા જ ત્રણેય જણા તેના પર તૂટી પડ્યા હતા. આરોપીઓએ બળજબરીથી મહિલાના કપડા ઉતરાવી તેની પર ગેંગ રેપ કર્યો હતો.

    - Advertisement -

    વડોદરામાં આધેડ વયની હિંદુ મહિલા પર ગેંગ રેપ આચરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારનું ગુજરાન ચલાવવા ઘરકામ શોધતી મહિલાને રીક્ષામાં ઉઠાવી જઈને વકિલ પઠાણ, ચમનખાન પઠાણ અને શૌકત ખાન પઠાણ નામના આરોપીઓએ તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ ત્રણેય આરોપીઓ તેને ઘટના સ્થળે છોડીને નાસી છૂટ્યા હતા. મહિલાની પુત્રીએ પોલીસને જાણ કરતા જ પોલીસે ત્રણેયને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

    મળતી માહિતી અનુસાર વડોદરાના સમાં પોલીસ સ્ટેશનની હદમાં રહેતી હિંદુ મહિલા પરિવારનું ગુજરાન ચલાવવા છેલ્લા કેટલાક સમયથી કામની શોધખોળ કરી રહી હતી. તેવામાં શુક્રવારના (16 ફેબ્રુઆરી 2024) રોજ તેઓ ઘરની નજીક અન્ય એક મહિલાને કામ માટે પૂછી રહી હતી. આ દરમિયાન નજીકમાં ઉભેલા રિક્ષા ડ્રાઈવર વકિલ અહેમદ પઠાણે તેની વાત સાંભળીને પોતાની પાસે બોલાવી હતી.

    મહિલાને કામની જરૂર હોવાથી મહિલા તેની પાસે ગઈ, જ્યાં વકિલે કહ્યું કે તે કેટલાક લોકોને ઓળખે છે જે તેને કામે રાખી લેશે. આમ કહીને આરોપીએ મહિલાનો નંબર માંગી લીધો હતો. નંબર લીધા બાદ રાત્રે આરોપીએ પીડિતાને ફોન કરીને કહ્યું હતું કે એક બંગલામાં તેને કામ મળી શકે એમ છે અને તાત્કાલિક ત્યાં મળવા જવું પડશે. મહિલાને કામની જરૂર હોય તે તેની સાથે રિક્ષામાં બેસીને બંગલો જોવા ગઈ હતી.

    - Advertisement -

    મહિલાને બંગલો બતાવવાના નામે આરોપી છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા અવાવરું મેદાનમાં લઇ આવ્યો હતો. અહીં તેના અન્ય બે મિત્રો ચમનખાન પઠાણ અને શૌકત અહેમદ પઠાણ હાજર હતા. મહિલાને અજુગતું લગતા તેણે આરોપીને પોતાને જવા દેવા કહ્યું હતું. પણ હજુ તે કશું સમજે તે પહેલા જ ત્રણેય જણા તેના પર તૂટી પડ્યા હતા. આરોપીઓએ બળજબરીથી મહિલાના કપડા ઉતરાવી તેની પર ગેંગ રેપ કર્યો હતો.

    બળાત્કાર કર્યા બાદ આરોપી મહિલાને ઘટનાસ્થળે મુકીને ભાગી છૂટ્યા હતા. બીજી તરફ મહિલાની દીકરીને કોઈ રીતે આ વિષે જાણ થતા જ તેણે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કંટ્રોલમાં મેસેજ પડતાની સાથે જ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એલસીબી સહિતની વિવિધ ટીમો શોધખોળ કરી ત્રણ બળાત્કારીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

    વડોદરામાં આધેડ વયની હિંદુ મહિલા પર ગેંગ રેપ કરનાર વકીલ અહેમદ પઠાણ, ચમન ખાન શોકત ખાન પઠાણ અને શૌકત અહેમદ પઠાણને ઝડપીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ ત્રણેય આરોપી તેમ જ પીડિતાની મેડીકલ તપાસ કરાવવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે તેમ પણ જણાવ્યું હતું કે આરોપીઓ પૈકી ચમન ખાન શોકત ખાન પઠાણ પર આ પહેલા પણ બળાત્કારનો ગુનો નોંધાયેલો છે, જયારે મુખ્ય આરોપી વકિલ પઠાણ અને શૌકત પઠાણ પણ નાનીમોટી ગુનાહિત પ્રવુત્તિઓ સાથે સંકળાયેલા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં