Tuesday, June 18, 2024
More
  હોમપેજક્રાઈમહોટેલમાં ઘૂસ્યા મુસ્લિમ યુવકો, હિજાબી મહિલા અને હિંદુ પુરુષ સાથે કરી મારપીટ:...

  હોટેલમાં ઘૂસ્યા મુસ્લિમ યુવકો, હિજાબી મહિલા અને હિંદુ પુરુષ સાથે કરી મારપીટ: મહિલા સાથે ગેંગરેપનો પણ આરોપ- કર્ણાટકની ઘટના, 3 પકડાયા

  વિડીયોમાં જોવા મળે છે કે, જ્યારે પુરુષ બચીને બહાર નીકળવા જાય છે ત્યારે હુમલો કરનારાઓ ફરી તેને પકડી લે છે અને માર મારે છે. જ્યારે મહિલા સાથે પણ મારપીટ ચાલુ રાખે છે અને બંનેને બહાર લઇ આવે છે. બંને મહિલા-પુરુષ તેમને બક્ષી દેવા માટે પ્રાર્થના કરતાં રહે છે, પરંતુ હુમલો કરનારાઓએ સંભાળતા નથી. 

  - Advertisement -

  કર્ણાટકમાં એક મોરલ પોલીસિંગનો મામલો સામે આવ્યો છે. અહીં 6 મુસ્લિમ યુવકો એક હોટેલના રૂમમાં ઘૂસી ગયા હતા અને ત્યાં રોકાયેલાં હિંદુ પુરુષ અને મુસ્લિમ મહિલા સાથે મારપીટ કરી હતી. આ ઘટના કર્ણાટકના હાવેરી જિલ્લાની હોવાનું કહેવાય છે. જે 7 જાન્યુઆરીના રોજ બની હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 

  બીજી તરફ, ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં 6 વ્યક્તિઓ એક હોટેલના રૂમની બહાર ઊભેલા જોવા મળે છે. તેઓ દરવાજો ખખડાવે ત્યારબાદ એક વ્યક્તિ આવીને દરવાજો ખોલે છે. હુમલો કરનારા સીધા તેને પકડીને માર મારવાનું શરૂ કરી દે છે અને તેમાંનો એક મહિલા તરફ દોડી જાય છે, જે બુરખા વડે તેનો ચહેરો ઢાંકતી જોવા મળે છે. એક યુવક તેને જોરથી તમાચો મારી દે છે, જેના લીધે મહિલા નીચે ફર્શ પર પડી જાય છે. વિડીયોમાં અપશબ્દો પણ સાંભળવા મળે છે. 

  જ્યારે પુરુષ બચીને બહાર નીકળવા જાય છે ત્યારે હુમલો કરનારાઓ ફરી તેને પકડી લે છે અને માર મારે છે. જ્યારે મહિલા સાથે પણ મારપીટ ચાલુ રાખે છે અને બંનેને બહાર લઇ આવે છે. બંને મહિલા-પુરુષ તેમને બક્ષી દેવા માટે પ્રાર્થના કરતાં રહે છે, પરંતુ હુમલો કરનારાઓએ સંભાળતા નથી. 

  - Advertisement -

  ઘટના બાદ મહિલા અને પુરુષે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં 6 આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમની ઓળખ આફતાબ મકબૂલ, સમૈયુલ્લાહ લાલનવર અને મોહમ્મદ ઈસાક તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે, બાકીનાની શોધખોળ ચાલી રહી છે. 

  યુવતીનો આરોપ- ગેંગરેપ પણ થયો, પોલીસે એ દિશામાં પણ શરૂ કરી તપાસ

  બીજી તરફ, ગુરુવારે મહિલાનો એક અન્ય વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે જણાવે છે કે હુમલો કરનારાઓ તેને હોટેલની બહાર જંગલમાં લઇ ગયા હતા અને ત્યારબાદ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. જંગલમાં તેની સાથે કુલ 7 વ્યક્તિઓએ રેપ કરીને ત્યારબાદ બસ સ્ટેન્ડ નજીક છોડી ગયા હોવાનો મહિલાનો આરોપ છે. તેણે કહ્યું કે, તેને બાઈક પર લઇ જવામાં આવી હતી અને જંગલમાં 3 જુદાં-જુદાં ઠેકાણે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. Tene આગળ કહ્યું કે, સાતમાંથી 3 વ્યક્તિઓ તેને એક કારમાં લાવ્યા હતા અને બસ સ્ટેન્ડ પર છોડીને ભાગી ગયા હતા. 

  પોલીસે આ અંગે જણાવ્યું છે કે મૂળ ફરિયાદમાં રેપનો આરોપ લગાવવામાં આવ્યો ન હતો અને હાલ તેઓ તપાસ કરી રહ્યા છે. SP અંશુ કુમારે કહ્યું કે, “અમને રેપ વિશે અગાઉ જણાવવામાં આવ્યું ન હતું. અમને મહિલાના વિડીયો અને અમુક મીડિયા રિપોર્ટ પરથી જ જાણવા મળ્યું છે. જે-તે લાગુ પડતી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.

  પોલીસ અનુસાર, 26 વર્ષીય મુસ્લિમ મહિલા ઉત્તર કન્નડ જિલ્લાના સિરસીની રહેવાસી છે અને તેનો શિવમોગાના એક હિંદુ પુરુષ સાથે પ્રેમસંબંધ હતો. 7 જાન્યુઆરીએ તેમણે હોટલમાં ચેક-ઇન કર્યા બાદ તરત તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ મહિલાને બુરખામાં હોટલમાં પ્રવેશ કરતી જોઈ હતી અને ત્યારબાદ તેની પાછળ-પાછળ રૂમ સુધી પહોંચી ગયા હતા. 

  પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 354B, 506, 504, 143, 147, 149, 448, 323 અને 354 હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ કોઇ સંગઠન સાથે સંકળાયેલા નથી પરંતુ અગાઉ આવા જ ગુનામાં સપડાઇ ચૂક્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં