Wednesday, October 16, 2024
More
    હોમપેજક્રાઈમમોરબીમાં લવજેહાદ: આસિફે અશોક નામ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવી, બળાત્કાર અને...

    મોરબીમાં લવજેહાદ: આસિફે અશોક નામ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવી, બળાત્કાર અને POCSO હેઠળ ફરિયાદ દાખલ

    તેણે યુવતી સાથે કોરા કાગળ પર સહી પણ કરાવી લીધી હતી એમ કહીને કે હવે તારે અને મારે કોઈ સંબંધ નથી. અંતમાં યાતનાઓ અને ધમકીઓથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને તે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી હતી.

    - Advertisement -

    દેશભરની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદની ઘટનાઓ થોભવાનું નામ નથી લઇ રહી. નવો ચોંકાવનારો કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. અહીં ફરિયાદ મળી છે કે એક મુસ્લિમ યુવકે નામ બદલીને એક હિંદુ યુવતી ફસાવી અને તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.

    અહેવાલો અનુસાર મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર એક 20 વર્ષીય યુવતીએ એક મુસ્લિમ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે મોરબીના આસિફ મામદ મકરાણીએ અશોક બાબુભાઈ નામ ધારણ કરીને તેને ફોસલાવીને ફસાવી હતી, સાથે અનેક વાર બળાત્કાર પણ કર્યો હતો.

    યુવતીની ફરિયાદ અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આઇપીસી 363, 376(2)(N), 376(3), 506(2) અને પૉક્સો એક્ટ 5(L)6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

    - Advertisement -

    સત્ય સામે આવતા યુવતીના પરિવારને મારી કાઢવાની આપી હતી ધમકી

    ઘટનાની સંપૂર્ણ માહિતી એ રીતે છે કે એક મોરબીની હિંદુ યુવતી થોડા સમય પહેલાં જ એક યુવકના પરિચયમાં આવી હતી, ત્યારે મુસ્લિમ યુવકે પોતાનું નામ અશોક બાબુભાઇ હોવાનું જણાવ્યું હતું. તેણે જૂઠું બોલીને યુવતી સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં તેને મોરબીના ઈન્દીરાનગર વિસ્તારમાં લઇ જઈને અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.

    જયારે યુવતીને તેની હકીકત ખબર પડી કે તે યુવક અશોક બાબુભાઇ નહિ પરંતુ આસિફ મામદ મકરાણી છે તો તેણે યુવતીને ધમકી આપી કે આ કોઈ હકીકત જો કોઈ સામે કહી તો તેને અને તેના પરિવારને તે જાનથી મારી નાંખશે.

    તેણે યુવતી સાથે કોરા કાગળ પર સહી પણ કરાવી લીધી હતી એમ કહીને કે હવે તારે અને મારે કોઈ સંબંધ નથી. અંતમાં યાતનાઓ અને ધમકીઓથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને તે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી હતી.

    નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દૂ યુવતીઓને ફસાવે છે. તેમને લગ્નના સપના બતાવીને તેમની સાથે બળાત્કાર કરે છે. બાદમાં તેમને ધર્મ પરિવર્તન માટે બળજબરી કરતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં