Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા દિવસની ઉજવણી પર 'ભારત માતા કી જય'ના વિરોધમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ લગાવ્યા...

    સ્વતંત્રતા દિવસની ઉજવણી પર ‘ભારત માતા કી જય’ના વિરોધમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા: એકની ધરપકડ, તપાસ ચાલુ

    મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા આવા દેશ વિરોધી નારા લગાવવાના કારણે કાર્યક્રમ સ્થળ પર જ વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર પોલીસે સ્થળ પરથી એક વિદ્યાર્થીને પકડી લીધો હતો. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ પોલીસથી બચીને ભાગવામાં સફળ થયા હતા.

    - Advertisement -

    15 ઓગસ્ટે જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh) ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશના વિદિશા (Vidisha) જિલ્લાના લાતેરી તાલુકાના મુખ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દેશ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. તેનો વિડીયો બહોળા પ્રમાણમાં વાયરલ થયા બાદ આ ઘટનાનો વિરોધ થયો હતો. સ્થાનિક BJPના નેતાઓએ આવેદન પણ આપ્યું હતું.

    સ્વતંત્રતા દિન નિમિત્તે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લા પરિસરમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તેની પૂર્ણાહુતિ તરફ હતો. ત્યારે સમાપન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ‘ભારત માતા કી જય’ (Bharat Mata Ki Jai) એવા ​​નારા લગાવ્યા હતા. આ દરમિયાન ‘ભારત માતા કી જય’નો જયઘોષ કરવાની જગ્યાએ કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ (Pakistan Zindabad) એવા દેશ વિરોધી નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

    મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા આવા દેશ વિરોધી નારા લગાવવાના કારણે કાર્યક્રમ સ્થળ પર જ વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર પોલીસે સ્થળ પરથી એક વિદ્યાર્થીને પકડી લીધો હતો. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ પોલીસથી બચીને ભાગવામાં સફળ થયા હતા. આ બાદ હિંદુ સંગઠનોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. જેના પગલે ભાજપના નેતાઓએ પોલીસને આવેદન આપી દેશ વિરોધી નારા લગાવનારાઓની ધરપકડ કરવાની માંગ પણ કરી હતી.

    - Advertisement -

    આ બાબતે પોલીસનું કહેવું છે કે ઘટના દરમિયાન જ આરોપીમાંથી એક સગીરને પકડી લેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની ફરિયાદ અને આવેદનના આધારે કેસ નોંધવા અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયાસો શરૂ છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયોના આધારે પોલીસે અન્ય મુસ્લિમ વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી છે.

    આ પહેલા પણ મુસ્લિમો લગાવી ચૂક્યા છે આવા નારા

    ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી નારા લગાવવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ કર્ણાટકના કોંગ્રેસનાં ઉમેદવાર સૈયદ નસીર હુસૈનની રાજ્યસભાની ચૂંટણીમાં જીત થઈ હતી. આ બાદ વિધાના સૌધામાં મોહમ્મદ શફી નશીપુડી નામક કોંગ્રેસી સમર્થકે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ એવા નારા લગાવ્યા હતા. કરવાના કેસમાં મોહમ્મદ શફી નશીપુડીને પકડવામાં આવ્યો હતો. બાદમાં તપાસમાં સામે આવ્યું હતું કે મોહમ્મદ શફી એક વેપારી અને કોંગ્રેસના સાંસદનો સમર્થક હતો. જીતની ઉજવણીમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના રાજકીય સચિવ સૈયદ નાસીર હુસૈન સાથે વિધાના સૌધામાં હાજર હતો. જ્યાં તેણે પાકિસ્તાન તરફી નારા લગાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં