Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ ઉમેદવારની જીતની ઉજવણીમાં લાગ્યા હતા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા- ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ:...

    કોંગ્રેસ ઉમેદવારની જીતની ઉજવણીમાં લાગ્યા હતા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા- ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ: અહેવાલોમાં દાવો

    રાજ્ય સરકારને સુપરત કરાયેલા રિપોર્ટમાં વિડીયો અને ઑડિયો બંનેમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારની હાજરીની પણ પુષ્ટિ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે ફૂટેજ સાથે ચેડાં કરવામાં આવ્યાં નથી.

    - Advertisement -

    રાજ્યસભા ચૂંટણીના દિવસથી કર્ણાટક એક અલગ જ કારણથી ચર્ચામાં રહી રહ્યું છે, અને એ છે કોંગ્રેસ ઉમેદવારની જીત પર લાગેલા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા. શરૂઆતમાં તો ઘણા કથિત ફેક્ટચેકરો અને કોંગ્રેસના મોટા નેતાઓએ આવા નારા લાગ્યા હોવાના દાવાને જ નકારી દીધો હતો. પરંતુ હવે ઘણા અહેવાલો દાવો કરી રહ્યા છે કે ફોરેન્સિક રિપોર્ટમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે ત્યાં આવા પાકિસ્તાન સ્મર્થનના નારા લાગ્યા હતા.

    ઇન્ડિયા ટુડે પોતાના સૂત્રોના આધારે દાવો કરી રહ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવારની જીતની ઉજવણી દરમિયાન કર્ણાટક વિધાનસભામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ફોરેન્સિક નિષ્ણાતોએ એક રિપોર્ટમાં પુષ્ટિ કરી છે.

    રાજ્ય સરકારને સુપરત કરાયેલા રિપોર્ટમાં વિડીયો અને ઑડિયો બંનેમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારની હાજરીની પણ પુષ્ટિ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે ફૂટેજ સાથે ચેડાં કરવામાં આવ્યાં નથી.

    - Advertisement -

    આ કેસમાં પોલીસે મોહમ્મદ શફીને કર્યો હતો ડિટેઇન

    કર્ણાટક પોલીસે ગુરુવારે, 29 ફેબ્રુઆરીએ કોંગ્રેસના ઉમેદવાર સૈયદ નસીર હુસૈનની જીત બાદ વિધાના સૌધામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવાના કેસમાં મોહમ્મદ શફી નશીપુડીને ડિટેઇન કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ શફી એક વેપારી અને કોંગ્રેસના સાંસદનો સમર્થક છે અને રાજ્યસભાની ચૂંટણીની જીત પછીની ઉજવણીમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના રાજકીય સચિવ સૈયદ નાસીર હુસૈન સાથે વિધાના સોઢામાં હાજર હતો. જ્યાં તેણે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા.

    કર્ણાટકના બીજેપી સંગઠને મંગળવારે (27 ફેબ્રુઆરી) રાત્રે રાજ્યસભાના સભ્ય સૈયદ નસીર હુસૈનના સમર્થકોએ તેમની ચૂંટણીની જીત બાદ પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યા હોવાનો આરોપ લગાવતા વિધાના સૌધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી આ કાર્યવાહી થઈ છે.

    ઈસ્લામવાદીઓ કરી રહ્યા હતા બચાવ

    જેવો આ વિડીયો વાઈરલ થવા માંડ્યો તેવો જ હંમેશાથી ઈસ્લામવાદીઓના કાળા કરતૂતો પર પડદો નાખવા માટે કુખ્યાત એવો અલ્ટન્યુઝનો કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈર સામે આવ્યો. તેણે મીડિયા અને ભાજપ નેતાઓ પર જ આરોપ લગાવ્યો અને કહ્યું કે વિડીયોમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ નહીં પણ ‘નસીર સાબ ઝિંદાબાદ’ના નારા લાગી રહ્યા હતા.

    સાથે જ કોંગ્રેસના મોટા નેતાઓ જેવા કે કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા અને કર્ણાટકના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી પ્રધાન પ્રિયંક ખડગેએ પણ આ આરોપોને જ પાયાવિહોણા ગણાવીને ભાજપ પર હુમલો કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં