Monday, December 23, 2024
More
    હોમપેજદેશસાળી સાથે સંબંધ બનાવવા ઈચ્છતો હતો જીજો અતીઉર રહેમાન: ના માની તો...

    સાળી સાથે સંબંધ બનાવવા ઈચ્છતો હતો જીજો અતીઉર રહેમાન: ના માની તો કરી દીધા ટુકડા, કપાયેલું માથું મળી આવતા થયો હત્યાનો ખુલાસો; કોલકાતાની ચોંકાવનારી ઘટના

    અતીઉર રહેમાન લસ્કર જે વિસ્તારમાં બાંધકામ મજૂર તરીકે કામ કરતો હતો મહિલા (તેની સાળી) પણ તે જ વિસ્તારમાં ઘરેલુ નોકર તરીકે કામ કરતી હતી. મહિલાના નિકાહ થઇ ચૂકેલા હતા પરંતુ તે 2 વર્ષથી તેના શોહરથી અલગ રહેતી હતી. આ દરમિયાન અતીઉરે વારંવાર મહિલા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો જે મહિલાએ સ્વીકારવાની ના પાડી હતી.  

    - Advertisement -

    પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતામાં (Kolkata)  ટોલીગંજ વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. 13 ડિસેમ્બરના રોજ કચરાના ઢગલામાં એક મહિલાનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ મામલે પોલીસે ખુલાસા કર્યા હતા. સામે આવ્યું હતું કે આરોપી તેની સાળી (Sister-in-Law) સાથે સંબંધ બનાવવા ઈચ્છતો હતો પરંતુ જ્યારે મહિલાએ તેનો પ્રસ્તાવ નકારી દીધો ત્યારે અતીઉર રહેમાને સાળી હત્યા કરી શરીરના ટૂકડા (Body Parts) કરી દીધા હતા. પોલીસે આરોપી અતીઉર રહેમાન લસ્કરની ધરપકડ કર્યા બાદ આ ખુલાસા થયા હતા.  

    નોંધનીય છે કે શુક્રવાર 13 ડિસેમ્બરે સ્થાનિક લોકોને રીજેન્ટ પાર્ક વિસ્તારમાંથી એક પોલીથીન બેગમાં ભરીને કચરામાં ફેંકેલું કપાયેલું માથું મળ્યું હતું. ત્યારપછી તરત તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન શનિવાર, 14 ડિસેમ્બરે એક તળાવ પાસે મહિલાનું ધડ અને નીચેનું શરીર મળી આવ્યું હતું. ત્યારપછી પોલીસે બાંધકામ મજૂર તરીકે કામ કરતા મહિલાના જીજા અતીઉર રહેમાન લસ્કરની ધરપડ કરી હતી.

    નોંધનીય છે કે અતીઉર રહેમાન લસ્કર જે વિસ્તારમાં બાંધકામ મજૂર તરીકે કામ કરતો હતો મહિલા (તેની સાળી) પણ તે જ વિસ્તારમાં ઘરેલુ નોકર તરીકે કામ કરતી હતી. મહિલાના નિકાહ થઇ ચૂકેલા હતા પરંતુ તે 2 વર્ષથી તેના શોહરથી અલગ રહેતી હતી. આ દરમિયાન અતીઉરે વારંવાર મહિલા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો જે મહિલાએ સ્વીકારવાની ના પાડી હતી.  

    - Advertisement -

    નોંધનીય છે કે કોલકાતા પોલીસે આરોપીની દક્ષિણ 24 પરગણાના ડાયમંડ હાર્બર સ્થિત તેના મૂળ ગામ બાસુલડાંગાથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, રહેમાન નામના મજૂરે કથિત રીતે સાળીની હત્યાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાના અતીઉર સાથે 2 વર્ષથી અવૈધ સબંધો હતા.

    કોલકાતામાં બનેલી ઘટના મામલે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બિદિશા કલિતાએ જણાવ્યું હતું કે, મહિલાએ અતીઉરને અવગણવા તેનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. જેનાથી ગુસ્સે થઈને અતીઉર રહેમાને ગુરુવાર 12 ડિસેમ્બર સાંજે કામ પૂરું કર્યા પછી તેની સાળીને તેની સાથે એક નિર્માણાધીન બિલ્ડીંગમાં જવા દબાણ કર્યું. આ બિલ્ડીંગમાં જ તેણે તેની સાળીની હત્યા કરી શરીરના ટૂકડા કરી દીધા હતા.

    તેણે મહિલાનું  ગળું દબાવીને હત્યા કાર્ય બાદ શરીરના ટૂકડા કરી દીધા હતા. માથું, ધડ અને નીચેનો ભાગ એમ ટૂકડા કરીને ત્રણેય ટૂકડા અલગ અલગ સ્થાને ફેંકી દીધા હતા. કપાયેલું માથું મળી આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલાને ઉકેલવા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જે દરમિયાન વાસ્તવિકતા સામે આવતા અતીઉર રહેમાનની ધરપકડ કરી હતી. આ ગુનામાં અતીઉર સાથે કોઈ બીજું સંડોવાયેલું છે કે કેમ એ દિશામાં તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં