Monday, January 20, 2025
More
    હોમપેજદેશ'મને પેદા કર્યો, એટલે એને સજા આપી': કેરળના કોઝીકોડમાં આશિકે અમ્મી સુબેદાની...

    ‘મને પેદા કર્યો, એટલે એને સજા આપી’: કેરળના કોઝીકોડમાં આશિકે અમ્મી સુબેદાની નારિયેળ કાપવાના છરાથી ઉડાવી દીધી ગરદન

    ઘટના કોઝીકોડના થમારાસ્સેરીની છે. મૃતક સુબેદા બ્રેઈન ટ્યુમરથી પીડિત હતી અને તાજેતરમાં જ તેની સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન બાદ તે તેની દીકરી શકીલાના ઘરે આરામ કરવા આવી હતી. તેવામાં તેના 24 વર્ષીય દીકરા આશિકે તેની હત્યા કરી નાખી.

    - Advertisement -

    કેરળના (Kerala) કોઝીકોડમાં (Kozhikode) આશિક નામના યુવકે તેની અમ્મીની હત્યા (Murder) કરી નાખી છે. હત્યા કરવા પાછળનું કારણ તેને પેદા કરવાનું તેણે જણાવ્યું. આશિકે નારીયેલ કાપવાના છરાથી હત્યા કરી હતી. મૃતક મહિલા બ્રેઈન ટ્યુમરથી પીડિત હતી અને તાજેતરમાં જ તેની સર્જરી કરવામાં આવી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના કોઝીકોડના થમારાસ્સેરીની છે. મૃતક સુબેદા બ્રેઈન ટ્યુમરથી પીડિત હતી અને તાજેતરમાં જ તેની સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન બાદ તે તેની દીકરી શકીલાના ઘરે આરામ કરવા આવી હતી. તેવામાં તેના 24 વર્ષીય દીકરા આશિકે તેની હત્યા કરી નાખી. આરોપીએ હત્યા કરવા માટે નારીયેલ કાપવાનો છરો ઉપયોગમાં લીધો હોવાનું સામે આવ્યું છે.

    પાડોશી પાસેથી લાવેલો નારીયેલ કાપવાનો છરો

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર આરોપીએ પાડોશીના ઘરેથી નારીયેલ કાપવાના બહાને છરો લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તે નશા કરવાનો આદિ હતો. તેની ડ્રગ્સની લત છોડાવવા માટે તેની અમ્મીએ તેને બેંગલોરના નશામુક્તિ કેન્દ્રમાં મુક્યો હતો. તે તાજેતરમાં જ ત્યાંથી પરત ફર્યો હતો. પરત આવ્યા બાદ તે સતત તેની અમ્મી સાથે લડ્યા કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    આશિકની અમ્મીએ એકલા જ તેને અને તેની બહેનને ઉછેર્યા હતા. તેના અબ્બુ ઘણા વર્ષો પહેલા જ તેમને છોડીને ચાલ્યા ગયા હતા. મૃતક મહિલાએ પોતે કામ કરીને બાળકોને ઉછેર્યા હતા. તેવામાં આશિકને નશાની લત લાગી જતા તેની પાછળ પણ તેણે પાણીની જેમ પૈસા વાપર્યા હતા, પણ તે છતાં તેનામાં કોઈ સુધાર નહોતો આવ્યો. તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આશિક તેની અમ્મીની મિલકત વેચીને તેમના રૂપિયા લઈ લેવા માંગતો હતો.

    એકના એક દીકરાએ આપી પેદા કરવાની સજા

    અનેક વાર ઝઘડાઓ બાદ આખરે આશિકે તેની અમ્મીની હત્યા કરી નાખી. હત્યા સમયે તે નશામાં નહોતો અને તેણે સમ્પૂર્ણ સ્વસ્થ મને પોતાની જ અમ્મીને રહેંસી નાંખી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન પોલીસ પૂછપરછમાં આશિકે ચોંકાવનારી વાત કરી હતી.

    આશિકે હત્યાનું કારણ આપતા કેરળ પોલીસને કહ્યું હતું કે, તેની અમ્મીએ તેને જન્મ આપીને બહુ મોટી ભૂલ કરી હતી. તે તેને આ ભૂલની સજા આપવા માંગતો હતો. બીજું કશું ન સુજતા તેણે તેની અમ્મીની હત્યાનો કારસો ઘડ્યો અને આખરે નારીયેલ કાપવાના છરાથી તેણે તેની અમ્મીને રહેંસી નાંખી હતી. અહીં નોંધવું જોઈએ કે આશિક સુબેદાનો એકનો એક દીકરો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં