Sunday, July 14, 2024
More
  હોમપેજગુજરાતજૂનાગઢના ઉપરકોટમાં 8 મુસ્લિમોએ જાહેરમાં પઢી નમાજ: વિડીયો વાયરલ થતાં નેટીઝન્સમાં ભારે...

  જૂનાગઢના ઉપરકોટમાં 8 મુસ્લિમોએ જાહેરમાં પઢી નમાજ: વિડીયો વાયરલ થતાં નેટીઝન્સમાં ભારે રોષ, પોલીસે તપાસ આદરી; બજરંગ દળે નોંધાવ્યો વિરોધ

  જૂનાગઢના ઐતિહાસિક સ્થળ ગણાતા ઉપરકોટમાં મુસ્લિમ યુવાનોએ નમાજ પઢી શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બજરંગ દળે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. બજરંગ દળે બુધવારે (18 ઓક્ટોબરે) સાંજે 6 કલાકે ઉપરકોટમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવા હાંકલ કરી છે.

  - Advertisement -

  ગુજરાતમાં અવારનવાર જાહેર સ્થળો પર નમાજ પઢવાના કિસ્સાઓ સામે આવ્યા કરતા હોય છે. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)માં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થામાં નમાજ પઢી હતી. આવો જ એક કિસ્સો જૂનાગઢથી સામે આવી રહ્યો છે. કહેવાય રહ્યું છે કે જૂનાગઢના ઉપરકોટમાં 8 મુસ્લિમ વ્યક્તિઓએ જાહેરમાં નમાજ પઢી શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.

  સંદેશ સમાચારના એક અહેવાલ અનુસાર આ ઘટના રવિવાર (15 ઓકટોબર)ના રોજ બનવા પામી હતી. જૂનાગઢના ઐતિહાસિક સ્થળ ઉપરકોટમાં આવેલ અડી કડી વાવ પાસે 8 શખ્સોએ જાહેરમાં નમાજ પઢી હતી જે બાદ તે ઘટનાના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. જે બાદ જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ઉપરકોટમાં આ વિશેની તપાસ શરૂ કરી હતી. પોલીસે ઉપરકોટમાં નમાજ પઢવાની ઘટનાનાને લઈને ઉપરકોટ સંચાલકો પાસેથી CCTV ફૂટેજ માંગ્યા હતા. પણ સંચાલકોએ CCTV ફૂટેજ આપવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

  હિંદુ સંગઠને કર્યો વિરોધ, ઉપરકોટમાં સામૂહિક હનુમાન ચાલીસા કરવા હાંકલ

  જૂનાગઢના ઐતિહાસિક સ્થળ ગણાતા ઉપરકોટમાં મુસ્લિમ યુવાનોએ નમાજ પઢી શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બજરંગ દળે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.

  - Advertisement -

  બજરંગ દળના ગુજરાત પ્રદેશ સંયોજક ભાવેશ ઠક્કરે આ મામલે વિરોધ નોંધાવતા કહ્યું છે કે, “ગત 15 તારીખનાં રોજ, જૂનાગઢની અંદર ઐતિહાસિક ધરોહર એવા ઉપરકોટમાં અડી કડી વાવની પાસે જેહાદી માનસિકતા ધરાવતા વિસ્તારવાદી લોકો દ્વારા લેન્ડ જેહાદની શરૂઆત કરવામાં આવી છે. ઉપરકોટની અંદર જાહેર સ્થળ પર નમાજ પઢી માનસિકતા છતી કરી છે, તેનો બજરંગ દળ સખત શબ્દોમાં વિરોધ કરે છે.” સાથે જ બજરંગ દળે બુધવારે (18 ઓક્ટોબરે) સાંજે 6 કલાકે ઉપરકોટમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવા હાંકલ કરી છે.

  જૂનાગઢમાં મુસ્લિમોએ આચરી હતી હિંસા

  ઉલ્લેખનીય છે કે ગત 16 જૂનના રોજ જૂનાગઢમાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે 500થી વધુ મુસ્લિમોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. વાસ્તવમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ નજીક આવેલી દરગાહ સહિત કુલ આઠ ધાર્મિક-મઝહબી સ્થળોને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં મંદિરો પણ સામેલ હતાં. મજેવડી ગેટ નજીકની ગેબનશાહ દરગાહને નોટિસ મળતાં સાંજથી જ મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં.

  16મીએ સાંજે વધુ ટોળાં એકઠાં થઈ જતાં પોલીસે તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા અને વાટાઘાટો દ્વારા મામલાનો ઉકેલ લાવવા સમજાવ્યા હતા, પરંતુ રાત્રે 10 વાગ્યે અચાનક ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો તો આસપાસનાં વાહનોને પણ નિશાન બનાવ્યાં હતાં. ટોળાએ આ ઉપરાંત બસ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જૂનાગઢ હિંસાનું ઑપઇન્ડિયાનું સંપૂર્ણ કવરેજ અહીંથી વાંચી શકાશે.

  MSUમાં અનેકવાર બની હતી નમાજની ઘટનાઓ

  નોંધવા જેવુ છે કે જૂનાગઢમાં જે રીતે જાહેરમાં નમાજ પઢી હોવાના ફોટા વાયરલ થયા છે તેવી જ રીતે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માંથી પણ અવારનવાર આવા વિડીયો સામે આવતા રહ્યા છે. જેમાં મુસ્લિમો શૈક્ષણિક સંસ્થામાં જાહેરમાં નમાજ પઢતા જોવા મળે છે.

  MSUમાંથી થોડા સમય પહેલાં જ આવી ઘટના નોંધાઈ હતી, જેમાં ત્રણ મુસ્લિમ યુવાનો જાળીદાર ટોપી પહેરીને શિવમંદિર પાસે જાહેરમાં નમાજ અદા કરી રહ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.

  આ પહેલાં જાન્યુઆરી મહિનામાં એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં એક મુસ્લિમ યુવતી જાહેરમાં ચાદર પાથરીને નમાજ પઢતી હતી. તેના પણ થોડા સમય પહેલા આ જ યુનિવર્સિટીની સંસ્કૃત ફેકલ્ટી બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાજ પઢી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો હતો.

  આ અગાઉ ડિસેમ્બર 2022માં યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બહાર બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ નમાજ પઢી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે પણ તપાસમાં સામે આવ્યું હતું કે તે બંને એ ફેકલ્ટીમાં જ ભણતા હતા.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં