Sunday, November 17, 2024
More
    Home Blog Page 1010

    8 દિવસ બાદ અંકિતાના ઘરે પહોંચી ફોરેન્સિક ટીમ, SDPO નૂર મોહમ્મદ સામે કોઈ કેસ નથીઃ પૂર્વ સીએમએ કહ્યું- ઘટનામાં PFIનો હાથ

    ગત સપ્તાહે શાહરૂખ હુસૈને ઝારખંડના દુમકામાં અંકિતા સિંહની હત્યા કરી નાખી હતી. હવે અંકિતાને દાઝી ગયાના 8 દિવસ બાદ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે. CIDના DSP સંદીપ કુમાર ગુપ્તાના નેતૃત્વમાં તપાસ માટે 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. હવે તે ટીમ મંગળવારે (30 ઓગસ્ટ, 2022) ના રોજ 17 વર્ષીય મૃતકના ઘરે પહોંચી, જે 12માની વિદ્યાર્થીની હતી. આ ટીમમાં CIDના સભ્યો, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો અને ફિંગર પ્રિન્ટ બ્યુરોના લોકોનો સમાવેશ થાય છે.

    સીઆઈડીના ડીએસપી સંદીપ કુમાર ગુપ્તાએ કહ્યું કે તેઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા અહીં પહોંચ્યા છે. આ પુરાવાઓ બાદમાં કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. તેમને એક દિવસ પહેલા અહીં આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક SDPO નૂર મોહમ્મદને ઘટનાની તપાસમાંથી હટાવવામાં આવ્યા છે, જેમના પર આરોપીઓને બચાવવાનો આરોપ હતો. સ્થાનિક લોકો અને પીડિતાના પરિવારજનો પણ તેનો વિરોધ કરી રહ્યા હતા.

    જો કે નૂર મુસ્તફા સામે 8 દિવસ બાદ હજુ પણ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ પણ કેટલાક દસ્તાવેજો શેર કર્યા અને જણાવ્યું કે કેવી રીતે તેમણે એસટી એક્ટના આરોપી ઝુલ્ફીકારને બચાવ્યો હતો. અંકિતા સિંહની હત્યાની તપાસ હવે ઈન્સ્પેક્ટર રેન્કના પોલીસ અધિકારી કરશે. આ કેસનું મોનિટરિંગ એસપી કક્ષાના અધિકારીને આપવામાં આવશે. દુમકાના એસપી અંબર લાકરાએ આ અંગે માહિતી આપી છે.

    પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા રઘુબર દાસે કહ્યું છે કે આ ઘટના પાછળ કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI નો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે પોલીસ કસ્ટડીમાં હત્યારા શાહરૂખ હુસૈનનું હાસ્ય અને મૂછો દર્શાવે છે કે એક આખી ગેંગ છે, જે જેહાદી માનસિકતાના લોકો ચલાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે PFI નૂર મુસ્તફાના રક્ષણ હેઠળ કામ કરી રહી છે. તેમણે આ વિસ્તારમાં હિંદુઓને નિશાન બનાવવા અને ધર્મ પરિવર્તનની ગેંગ વિશે પણ જણાવ્યું.

    પીએફઆઈને હેમંત સોરેન સરકારની વોટ બેંક ગણાવતા તેમણે કહ્યું કે જ્યારે ભાજપ સરકાર આવશે ત્યારે આ બાબતોની વિગતવાર તપાસ કરવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે હાલની હેમંત સોરેન સરકારમાં દેશ વિરોધી શક્તિઓ મોટા પાયે સક્રિય છે. તેમણે કહ્યું કે આ શક્તિઓ સમાજને તોડવા માંગે છે. રઘુબર દાસે આરોપ લગાવ્યો કે જેહાદી માનસિકતાના આ લોકો છોકરીઓ સાથે ‘લવ જેહાદ‘ કરે છે અને જો અસફળ થાય તો તેમને જીવતી સળગાવી દેવાની ધમકી આપે છે.

    રાજ્યમાં સત્તા ઝંખતી આમ આદમી પાર્ટીના નેતા ગુજરાતદ્વેષી મેધા પાટકર અને તીસ્તા સેતલવાડને બચાવવા મેદાને પડ્યા

    આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવા જઈ રહી છે અને આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતના ચુનાવી મેદાનમાં ઉતરવાની છે. એક સમયના આમ આદમી પાર્ટીનો ગુજરાત મુખ્યમંત્રીનો ચહેરો ગણાતા ઈસુદાન ગઢવી એટલા અધીરા બન્યા છે કે રાજકીય લાભ માટે હવે તેઓ ગુજરાત વિરોધીઓનો બચાવ કરતા નથી થાકતા.

    મંગળવારે (30 ઓગસ્ટ) આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંઘે અન્ય એક આપ સમર્થકની ટ્વીટને, જેમાં તેણે જુદા જુદા ગુજરાતદ્વેષીઓનો બચાવ કરતો એક વિડીયો મુક્યો હતો, ક્વોટ કરીને એક ટ્વીટ કરી હતી.

    ટ્વીટ થયેલ વીડિયોમાં ડો.સુનીલમ કરીને એક વ્યક્તિ, કે જેણે ખેડૂત આંદોલનનું પ્રતીક બનેલ લીલો ગમછો પહેરેલો હતો, જુદા જુદા કારણો આપીને મેધા પાટકર અને તિસ્તા સેતલવાડનો બચાવ કરતો જોઈ શકાય છે.

    સંજય સિંહની આ જ ટ્વીટને ઈસુદાન ગઢવીએ પણ શેર કરીને પોતાની ટિપ્પણી ઉમેરી હતી એટલે કે આડકતરી રીતે તેમણે પણ મેધા પાટકર અને તિસ્તા સેતલવાડનું સમર્થન કરીને બચાવ કર્યો હતો.

    મેધા અને તિસ્તાનો ગુજરાતદ્વેષ

    ગુજરાત સાથે આ બંને મહિલાઓનો ખુબ જૂનો અને ખાસ સંબંધ છે. બંને જુદા જુદા કથિત NGOs સાથે જોડાયેલા છે અને સમાજસેવા કરવાનો ડોળ કરતા હોય છે. તથા બંનેએ પોતાની પુરી જિંદગી ગુજરાતને બદનામ કરવાના પ્રયત્નોમાં કાઢી દીધી છે.

    મેધા પાટકર એ એ જ મહિલા છે જેમણે દાયકાઓ સુધી સરદાર સરોવર યોજનામાં રોડા નાખીને અનેક ગુજરાતીઓને તરસ્યા રહેવા માટે મજબુર કર્યા હતા. મેધા પાટકરે સરદાર સરોવર બંધ અને કેનાલ પ્રોજેક્ટ વિરુદ્ધ શરૂ કરેલ ‘નર્મદા બચાવો આંદોલન’થી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. કેન્દ્રની યુપીએ સરકાર અને મેધા પાટકર જેવા એક્ટિવિસ્ટ દ્વારા નાના-નાના મુદ્દાઓને લઈને ઘણા લાંબા સમય સુધી સરદાર સરોવર પ્રોજેક્ટમાં વિલંબ થતો રહ્યો. આ બંધની પહેલી શિલા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા રાખવામાં આવી હતી પરંતુ વિરોધ, કેસ અને સરકારના વિલંબના કારણે કાર્યમાં વિલંબ થતો રહ્યો.

    ઉપરાંત હાલ આ ગુજરાતદ્વેષી મેધા પાટકર બીજી એક વાત માટે પણ ચર્ચામાં છે. ગુજરાત વિરોધી ઇતિહાસ ધરાવતાં મેધા પાટકર ‘આપ’નાં સીએમ ઉમેદવાર બનશે’ તેવી અટકળો મીડિયામાં વહેતી થઇ છે. અને જો આ સત્ય હોય હો તેનાથી ઈસુદાન ગઢવીની કથિત મુખ્યમંત્રી પદની દાવેદારી પર આ એક આઘાત ગણાશે.

    તિસ્તા સેતલવાડ એ મહિલા છે જેણે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોને લઈને ગુજરાત અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને હેરાન પરેશન કરીને બદનામ કરવાના અનેક પ્રયત્નો કાર્ય હતા. કોર્ટની પરવાનગી બાદ ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી.

    તેમના પર 2002ના ગોધરા રમખાણોમાં ગુજરાતની છબી ખરાબ કરવાનો પણ આરોપ હતો. આ સિવાય તેમના એનજીઓને મળેલા વિદેશી ફંડની પણ તપાસ કરવામાં આવી હતી.

    તો હવે આવા ગુજરાતદ્વેષી સાબિત થયેલ લોકો અને એમાંય જયારે એક તો મુખ્યમંત્રી પદની ઉમેદવારી માટે તેમના પ્રતિધ્વંધી હોય તેવાઓનું સમર્થન કરીને શું આપનેતા ઈસુદાન ગઢવી ગુજરાતીઓ અને સમગ્ર ગુજરાતનું અપમાન કરવા ઈચ્છે છે? શું તેમને એવું લાગે છે કે ગુજરાતની જનતા આ બધું ભૂલી જશે?

    આટલા વર્ષોમાં ગુજરાતીઓએ એક વાત ખુબ સ્પષ્ટ રીતે બતાવી છે કે ભલે રાજકીય વિચારસરણી ગમે તે હોય પરંતુ જો કોઈએ ગુજરાતનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો તો ગુજરાતીઓ તેમને તેમની જગ્યા જરૂર બતાવી દે છે. તો શું ઈસુદાન ગઢવી પોતાનું સ્થાન જોઈ લેવા આતુર બન્યા છે કે તેઓ આવા ગુજરાતદ્વેષીઓનું સમર્થન કરી રહ્યા છે.?

    સુપ્રીમકોર્ટે ગોધરાકાંડના તમામ કેસ પર સુનવણી બંધ કરી, ન્યાયપીઠે કહ્યું: ‘આટલા વર્ષો બાદ સુનવણીઓનું કોઈ ઔચિત્ય નથી’

    ગોધરાકાંડના 9 માંથી 8 કેસ બંધ કરવાના આદેશ આપીને સુપ્રીમકોર્ટે ગોધરાકાંડ સુનવણીઓ બંધ કરી છે, આ તમામ બાબતોને લગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે મંગળવારે (30 ઓગસ્ટ 2022) કહ્યું હતું કે આટલો વધારે સમય વીતી જવાપર ગોધરાકાંડ સુનવણીઓ કરવાનો કોઈ અર્થ નથી.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણો સંબંધિત 9માંથી 8 કેસમાં નીચલી અદાલતોએ પોતાનો ચુકાદો આપ્યો છે. નરોડા ગામ સંબંધિત કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, તેનાથી સંબંધિત કોઈ કેસની અલગથી સુનાવણી કરવાની જરૂર નથી.

    ગોધરાકાંડ બાદ રમખાણોના કેસ સીબીઆઈને મોકલવા માટેની 11 અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

    ભાજપ વિરોધી લોબી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 2002ના રમખાણોની ફાઈલો ફરીથી ખોલવાનું કાવતરું કરી રહી છે. ગુજરાત ગોધરા કાંડ રમખાણોની તપાસ માટે સીબીઆઈ માટે 11 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે તમામને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓ 2002-2003 થી પેન્ડિંગ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેની 9 સભ્યોની SITએ આ મામલામાં તપાસ અને કાર્યવાહી માટે 9 કેસ જોયા છે, તેથી આ અરજીઓનું કોઈ ઔચિત્ય નથી.

    9માંથી 8 કેસમાં ટ્રાયલ પણ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે નવમા કેસમાં આખરી દલીલો ચાલી રહી છે. આ મામલો ગુજરાતના નરોડા ગામનો છે. બાબરીની જેમ સુપ્રીમ કોર્ટે યાદ અપાવ્યું કે આમાં ઘણો સમય વીત્યો છે. એસઆઈટીને નવમા કેસની તપાસ પૂર્ણ કરવા પણ કહેવામાં આવ્યું છે. 2008-10 ની વચ્ચે પણ કેટલીક ટ્રાન્સફર અરજીઓ આવી હતી. તિસ્તા સેતલવાડ પર એક અલગ કેસ ચાલી રહ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન અંગે યોગ્ય સત્તાધિકારી નિર્ણય લેશે. તેના પર ગુજરાત રમખાણોમાં નિર્દોષોને ફસાવવાનો આરોપ છે.

    SCએ પીએમને આપેલી ક્લીનચીટને યથાવત રાખી

    આ સાથેજ સુપ્રીમ કોર્ટે 24 જૂને ઝાકિયા જાફરી તરફથી PM મોદી સામે કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002 ગુજરાત રમખાણમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે દાખલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવતા કહ્યું હતું કે, ‘ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.’

    સુપ્રીમ કોર્ટે બાબરી કેસમાં પણ તમામ અવમાનના આરોપોની સુનાવણી પર રોક લગાવી

    બાબરી મસ્જિદ તોડીને 30 વર્ષ થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે (30 ઓગસ્ટ, 2022) આ કેસ પછી શરૂ થયેલી તમામ સુનાવણી પર રોક લગાવી દીધી હતી. ઉત્તર પ્રદેશ સરકાર અને તેના અધિકારીઓ પર બાબરીને બચાવવા માટે કંઈ ન કરવાનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આટલો સમય વીતી ગયો અને 2019માં રામજન્મભૂમિ અયોધ્યા કેસનો મોટો ચુકાદો આવ્યા બાદ તેનું કોઈ ઔચિત્ય નથી.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાઓ હવે સુનાવણી લાયક નથી. મોહમ્મદ અસલમ ભૂરેએ 1991માં આ અંગે અરજી કરી હતી અને ત્યારબાદ 1992માં તિરસ્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમનું પણ 2010માં અવસાન થયું હતું. એડવોકેટ એમએમ કશ્યપ આ કેસને આગળ વધારવા માંગતા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. તે સમયે યુપીમાં કલ્યાણ સિંહ મુખ્યમંત્રી હતા, જેનું હવે નિધન થઈ ગયું છે. બાબરી કેસમાં લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ નેતાઓને ક્લીનચીટ મળી ચૂકી છે.

    તીસ્તા સેતલવાડ પર સુનવણી ચાલુ

    આ દરમિયાન સુપ્રીમ કોર્ટ તિસ્તા સેતલવાડની અરજી પર પણ સુનાવણી કરશે. તિસ્તા સેતલવાડની ગુજરાત રમખાણો સંબંધિત નકલી પુરાવા રજૂ કરવા અને નિર્દોષ લોકોને ફસાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત કેસમાં કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ યુયુ લલિતની બેંચને જણાવ્યું હતું કે સેતલવાડની અરજી તૈયાર છે પરંતુ તેમાં થોડો સુધારો કરવાની જરૂર છે.

    વડોદરાના પાણીગેટમાં શ્રીજી ગણપતિની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 13ની ધરપકડ: ગણેશ ઉત્સવ પહેલા કોમી માહોલ ડહોળવાનો પ્રયાસ

    વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સોમવારે (29 ઓગસ્ટ) મોદી રાતે નીકળી રહેલ શ્રીજી ગણપતિની શોભાયાત્રા પર મુસ્લિમ બહુલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે પથ્થરમારો થયો હતો. અસામાજિક તત્વોએ શોભાયાત્રા ઉપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થાન પાર પણ પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. સાથે જ કેટલીક દુકાનો અને લાગી ગલ્લાઓમાં પણ તોડફોડ કરાઈ હતી.

    હમણાં સુધી 13 તોફાનીઓની ધરપકડ

    આ બનાવની જાણ થતા જ ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તુરંત આ મામલે સધન કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઇને પોલીસ તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો.

    ભારે તંગદિલી વચ્ચે પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. આ અથડામણના મુદ્દે અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં વધુ અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોના કારણે હવે તંત્ર પણ એક્શનમાં સજ્જ થઇ ગયું છે.

    પોલીસે જણાવ્યું હતું કે વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં બે જૂથના લોકો વચ્ચે અથડામણ અને ગેરકાયદેસર રીતે એકઠા થવાના મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બંને સમુદાયના લોકો પર રમખાણ, ગેરકાયદેસર રીતે એકઠા થવાનો આરોપ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આઇપીસી કલમ 143 (ગેરકાયદેસર રીતે એકઠા થવું), 147 (રમખાણો), 336 (માનવ જીવન અથવા વ્યકતિગત સુરક્ષાને ખતરામાં મુકવી), 295 (પૂજા સ્થળને અપવિત્ર કરવું) સહિતની કલમો લગાવવામાં આવી છે.

    વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનારને છોડાશે નહીં: DCP ક્રાઇમ

    આ મામલે મોડી રાતે વડોદરાના DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આ સંબંધમાં બેની અટકાયત કરીને હાલમાં પૂછપરછ કરાઈ રહી છે. જે-તે વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. કાંકરીચાળો કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે.’ ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તો અગાઉ પણ આ જ રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

    ‘ઇસ્લામ સ્વીકાર અને નિકાહ કર..’: અંકિતા પર શાહરુખ હુસૈને કર્યું હતું ધર્માંતરણનું દબાણ, 16 વર્ષની હતી એ હિન્દૂ દીકરી જેને સળગાવીને મારી દીધી! – POSCO લાગશે

    ઝારખંડના દુમકામાં અંકિતા કુમારીની હત્યાથી વાતાવરણ હજુ પણ ગરમ છે. કેસની તપાસ કરી રહેલા દુમકા ડીએસપી નૂર મુસ્તુફા પર આરોપીઓને બચાવવાનો આરોપ લાગતા તેમને તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન અંકિતાના પિતાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે અંકિતા કેવી રીતે ડોક્ટર બનવાનું સપનું જોતી હતી, પરંતુ શાહરૂખ તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો.

    શાહરૂખ ઈચ્છતો હતો કે અંકિતા ઈસ્લામ અંગીકાર કરે

    શાહરૂખની હરકતો પર અંકિતાના પિતાનું નિવેદન ચોંકાવનારું છે. સ્વરાજ્ય પત્રકાર સ્વાતિ ગોયલ શર્માના અહેવાલ મુજબ, સંજીવ સિંહે કહ્યું કે,

    શાહરુખ હુસૈન મારી દીકરીને હેરાન કરતો રહ્યો. પુત્રીએ એમ પણ કહ્યું હતું કે શાહરૂખ તેને હેરાન કરે છે. તે તેને કહેતો – મારી સાથે દોસ્તી કર, મારી સાથે લગ્ન કર, ઈસ્લામ કબુલ કર, નહીં તો હું તારી જીંદગી નરક બનાવી દઈશ.

    અંકિતાના પિતા

    સુભી વિશ્વકર્માએ શેર કરેલા રેકોર્ડિંગમાં સંજીવ સિંહ કહે છે,

    હું ખાનગી નોકરી કરું છું. હું સવારે નીકળું છું અને રાત્રે ઘરે આવું છું. આવી સ્થિતિમાં 22 ઓગસ્ટે શાહરૂખે દીકરીને ઘણી ધમકી આપી હતી. જ્યારે હું રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે અંકિતાએ મને કહ્યું કે શાહરૂખ મને લાંબા સમયથી હેરાન કર્યા કરે છે અને હવે તેણે લગ્ન કરવાની, મિત્રતા કરવાની અને ઇસ્લામ સ્વીકારવાની ધમકી આપી છે. દીકરીએ તેને એમ પણ કહ્યું કે તેને આ બધી બાબતોમાં રસ નથી, તેને ડોક્ટર બનવા માટે ભણવું અને લખવું પડશે. પરંતુ શાહરૂખે કહ્યું કે હું તને ડોક્ટર નહીં પણ IPS ઓફિસર બનાવીશ.

    અંકિતાના પિતા

    અંકિતાનું નિવેદન

    ઉલ્લેખનીય છે કે અંકિતાના પિતાના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે શાહરૂખ અંકિતા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. અંકિતાના નામે રજૂ કરવામાં આવેલા નિવેદનમાં તેણે જો તે નહીં માને તો ધમકી આપી આપવાનો, તેનો પીછો કરી હેરાન કરવાનો, પેટ્રોલ છાંટીને આગ લગાડવાનનો ઉલ્લેખ છે. તે નિવેદનમાં અંકિતાની ઉંમર 19 વર્ષ લખવામાં આવી છે જે દસ્તાવેજોમાં માત્ર 16 છે. વધુમાં કહેવાય છે કે શાહરૂખે અંકિતાની મિત્ર પાસેથી તેનો નંબર લઈને તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પછી રસ્તા પર આવતી જતી વખતે પણ તે પરેશાન કરતો હતો.

    22 ઓગસ્ટે પણ તેણે ધમકી આપી હતી. આ અંગે અંકિતાએ ઘરમાં જણાવ્યું હતું અને બારી પાસેના તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. સવારે જ્યારે તે જાગી ત્યારે તેનું શરીર સળગી રહ્યું હતું અને શાહરૂખ અને નઇમ બારી બહાર ઉભા હતા. તેમની પાસે પેટ્રોલનું ખાલી ડબલું હતું. અંકિતાના કહેવા પ્રમાણે, તે જ ડબ્બો તેના પર રેડવામાં આવ્યો હતો, જેના કારણે તેના શરીરના ભાગો બળી ગયા હતા અને સારવારના સમય સુધી તેમાંથી પેટ્રોલની ગંધ આવતી હતી.

    16 વર્ષની અંકિતાને ડીએસપી નૂર મુસ્તુફાએ 19ની લખી: આરોપ

    નોંધનીય છે કે અંકિતાને ન્યાય અપાવવા માટે ડીએસપી નૂર મુસ્તુફાને કેસની તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. નૂર મુસ્તુફા એ જ પોલીસ અધિકારી છે જેણે હોસ્પિટલમાં બાળકીનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં લખવામાં આવ્યું હતું કે યુવતીએ પોતાની જાતને 19 વર્ષની ગણાવી છે. જ્યારે દસ્તાવેજો અનુસાર યુવતીની ઉંમર 16 વર્ષની હતી.

    નૂર મુસ્તફા પર વયની છેડછાડના કારણે આરોપીઓને બચાવવાનો આરોપ હતો. પ્રદર્શનકારીઓએ કહ્યું કે નૂર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા માટે કામ કરે છે. હવે આ કેસમાં POCSO એક્ટ લાગુ થશે.

    આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આ સામાન્ય વાત નથી. શાહરૂખ હુસૈનને બચાવવા માટે DAPએ આ કર્યું. છોટુ ખાનને છોકરીએ પહેલા જ કહી દીધું હતું. પરંતુ તેનું મૃત્યુ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ડીએસપીએ અગાઉ એસસી-એસટી પ્રિવેન્શન એક્ટમાં ફસાયેલા ઝુલ્ફીકાર ભુટ્ટોને બચાવવાનું કામ કર્યું હતું.

    સ્વઘોષિત બોલીવુડ ક્રીટીક કેઆરકેની મુંબઈ પોલીસે ધરપકડ કરી, ટ્વીટર પર ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ થઇ હતી ફરિયાદ

    સ્વઘોષિત બોલીવુડ ક્રીટીક કેઆરકેને ટ્વીટર પર બફાટ ભારે પડયો છે, આમતો અવારનવાર પોતાના નિવેદનોને લઈને કેઆરકે ટ્રોલ થતો રહે છે, સોસિયલ મીડિયામાં અનેક વાર તેને તેના બફાટના કરણે વિવાદોનો પણ સામનો કરવો પડ્યો છે, પરંતુ આ વખતે સ્વઘોષિત બોલીવુડ ક્રીટીક કેઆરકેને ટ્વીટર પર બફાટ ભારે પડી ગયો, કમાલ રાશીદ ખાનની વિવાદાસ્પદ ટ્વીટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, મલાડ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લીધો હતો.

    અગાઉ 2020માં મલાડ પોલીસે કમાલ આર ખાન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ પછી પોલીસ તેને બે વર્ષથી શોધી રહી હતી. ગઈકાલે તેના એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મલાડ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

    કેઆરકે વિરુદ્ધ આ કાર્યવાહી શિવસેના યુવા સેનાના સભ્ય રાહુલ કનાલની ફરિયાદ બાદ કરવામાં આવી છે. તેની ફરિયાદમાં તેણે તે ટ્વીટ્સ સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં તે ઋષિ કપૂર અને ઈરફાન ખાન વિશે વાત કરી રહ્યો હતો અને KRKના ટ્વિટરને હટાવવાની માંગ કરી રહ્યો હતો.

    આ ધરપકડ બાદ ફરિયાદી રાહુલ ખુશ છે . તેણે કહ્યું કે તે મુંબઈ પોલીસની કાર્યવાહીનું સ્વાગત કરે છે. KRK સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરતો હતો. તેણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. સમાજને આ સ્વીકાર્ય નથી. પોલીસે તેની ધરપકડ કરીને કડક સંદેશો આપ્યો છે.

    મળતી માહિતી મુજબ કેઆરકેને હવે બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    KRKએ શું ટ્વિટ કર્યું હતું?

    વર્ષ 2020 માં જ્યારે 30 એપ્રિલે ઋષિ કપૂર અને 29 એપ્રિલના રોજ ઇરફાન ખાનના મૃત્યુએ બોલિવૂડ જગતને હચમચાવી દીધું હતું, તે સમયે કેઆરકેએ ટ્વીટ કર્યું હતું કે, “મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે કોરોના કેટલાક પ્રખ્યાત લોકોનો લીધા વગર નહિ જાય, મેં તેમના નામ એટલા માટે નથી લખ્યા કારણ કે પછી લોકો મને ગાળો આપવા લાગે છે. પરંતુ, મને ખબર હતી કે ઈરફાન અને ઋષિ કપૂર જશે. મને એ પણ ખબર છે કે આગળ કોનો નંબર છે.”

    ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરતી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ સામે 300 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ: પત્ની અને પુત્ર સહીત 6 વ્યક્તિઓ સંમેલિત

    AAPના અમદાવાદ શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલોલ નિવાસી વિરલ ગિરી ગૌસ્વામીએ મોડાસા કોર્ડમાં ફરિયાદ દાખલ કરી છે. શહેર પ્રમુખ જયંતિલાલ મેવાડા સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જયંતિલાલ મેવાડાએ ફરજ દરમિયાન 300 કરોડનો ભ્રસ્ટાચાર કરી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 મિલકતો ખરીદી છે.

    AAPના અમદાવાદ શહેર પ્રમુખ જયંતિલાલ મેવાડા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત કર્મચારી છે. મોડાસા કોર્ટમાં જયંતિલાલ સહિત તેમની પત્ની, પુત્ર અને પુત્રી સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જયંતિલાલા મેવાડા હાલ આપના અસારવા વિધાનસભાના જાહેર થયેલા ઉમેદવાર છે. આરોપ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં દાણીલીમડા બેઠક પરથી ઓછી મિલકત દર્શાવી ખોટું સોગંધનામું કર્યું હતું.

    પોતાના ઉપર રૂપિયા 300 કરોડની અપ્રમાણસરની મિલકતના થયેલા આક્ષેપ અંગે જયંતિલાલ મેવાડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “રૂપિયા 300 કરોડની મિલકતની વાત ગળા નીચે ઊતરતી નથી. હું લોકસભાની ચુંટણી લડ્યો ત્યારે પણ આવી ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે પોલીસે તપાસ કરી લીધી હતી અને તેમાં હકીકત જણાઈ ન હતી. ભાજપ દ્વારા મને ચૂંટણી લડતા રોકવા માટે આવી અરજી કરાવવામાં આવી છે. હું ચૂંટણી ન લડું કે ફોર્મ ન ભરું તે માટે આવું કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે એટલે ભાજપ કાવતરા કરે છે.”

    વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આપ માટે કપરા દિવસો

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીકમાં આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનની તકલીફો વધી રહી છે. હમણાં થોડા સમય પહેલા જ OpIndiaએ AAP ગુજરાતના એક બનાવટી પોલનો પર્દાફાશ કર્યો હતો. અમારી તપાસમાં સામે આવ્યું હતું કે જમીન પર ખાસ પ્રતિસાદ ન મળતાં હવે આમ આદમી પાર્ટીએ માહોલ ઉભો કરવા માટે આવા સરવે ફરી શરૂ કર્યા છે. અને એ પણ સરવે માટે એપ્લિકેશનનો સહારો લેવામાં આવી રહ્યો છે. જોકે, ‘આપ’ના પોલની પોલ ખુલી જતાં નેતાઓએ શૅર કરેલી પોસ્ટ ડીલીટ કરી નાંખવી પડી હતી.

    એ ઉપરાંત થોડા સમય પહેલા જ પત્રકારમાંથી રાજકારણી બનેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો એક જૂનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જેમાં ઈસુદાને હાલના તેમની પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને લઈને કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારને લઈને સૌ કોઈને પ્રશ્નો પૂછતા રહે છે પરંતુ હવે તેઓ જ ફસાઈ ગયા હતા.

    અને એકદમ તાજેતરમાં જયારે એવી ચર્ચા વહેતી થઇ કે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા મેધા પાટકર આમ આદમી પાર્ટી તરફથી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે. ત્યારથી પણ આપ માટે કોઈ સારા સમાચાર દેખાઈ નથી રહ્યા.

    ભાગોળે ચૂંટણી અને ગુજરાત કોંગ્રેસના પગ પર કુહાડી પડી: વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ નરેન્દ્ર મોદીને કહ્યા ‘રાજા રાવણ’

    દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ કોંગ્રેસના મોટા નેતાઓ તેમની વિરુદ્ધ અયોગ્ય શબ્દો અને નામો વાપરતા આવ્યા છે, જેમ કે ‘ચા વાળો’ અને ‘મોતનો સોદાગર’ વગેરે. હવે આમાં વધુ એક નામ ઉમેરાયું છે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, જેમણે એક પ્રેસવાર્તામાં પ્રધાનમંત્રી મોદીને ‘રાવણ’ સાથે સરખાવ્યા છે.

    લલિત કગથરા કોંગ્રેસના ટંકારાના ધારાસભ્ય છે અને ગત મહિને જ એમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે. પોતાની એક પ્રેસવાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અસભ્ય ભાષાનો ઉપયોગ કરીને હાલ તેઓ વિવાદમાં સપડાયા છે.

    આગામી 10 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા બંધની એલાન કરવામાં આવ્યું છે. તે વિષયમાં મીડિયા સામે વાત કરતા કગથરાએ આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ મોદી સાહેબને રાજા રાવણની જેમ અભિમાન ચડી ગયું છે.” આ અભિમાન ઉતારવા માટે સૌને વિનંતી કરતા તેઓ 10 સપ્ટેમ્બરના ભારત બંધમાં જોડાવાની હાકલ કરતા નજરે પડ્યા હતા.

    કગથરાએ આ પહેલા કર્યા હતા આ ભાજપ નેતાના વખાણ

    થોડા સમય પહેલા જ ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા હતા. રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા હતા. ત્યારે પણ રાજેન્દ્ર ત્રિવેદીના કામકાજને લઈ કોંગ્રેસ નેતાએ તેમના વખાણ કર્યા હતા.

    કગથરાએ કહ્યું હતું કે નાયકની જેમ રાજેન્દ્ર ત્રિવેદી કામ કરતા હતા. આ સાથે સરકાર પર કટાક્ષ કર્યો હતો કે “ભાજપને પ્રજાના કામ કરે તેવા પ્રધાનો કે નેતા ગમતા નથી, કમલમનાં ઓર્ડરને ફોલો કરનાર પ્રધાન જ ભાજપને ગમે છે. ભૂતકાળમાં મહેસૂલ વિભાગમાં આવી સારી કામગીરી કોઇએ નથી કરી.”

    અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા જ એવા સમાચાર મીડિયામાં વહેતા થયા હતા કે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અન્ય નેતાઓની સાથે ભાજપમાં જોડાવાના છે. જે બાદ પણ તેમને મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું અને તે વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.

    રામ પર પ્રશ્ન ઉઠાવનારી કોંગ્રેસના ગુજરાતના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને લાગે છે નરેન્દ્ર મોદી ‘રાજા રાવણ’ જેવા

    મોંઘવારી, લૉન માફી, ગરબા પર ટેક્સ, નવી શાળાઓ, ઓપરેશન લોટસ…: દિલ્હી વિધાનસભામાં જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલ

    વિધાનસભામાં ઉભા રહી ખુલ્લેઆમ જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલ દ્વારા કેટલાક દાવાઓ કરવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં ‘વિશ્વાસનો મત’ રજુ કરતી વખતે ગૃહમાં તેમના સંબોધન દરમિયાન તેમણે અનેક જારી કરાયેલા મુદ્દાઓ વિશે વાત કરી અને ખોટી માહિતી અને જૂઠાણાનો ઉપયોગ કરીને તેમના પક્ષનું વલણ રજૂ કર્યું હતું.

    ઘઉં, છાસ વગેરે પર ટેક્સ મોંઘવારીનું કારણ બને છે

    પોતાના સંબોધનની શરૂઆતમાં જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે મોંઘવારીને કારણે લોકોએ એક ટંકનું શાકભાજી ખરીદવાનું બંધ કરી દીધું છે અને દૂધ અને દૂધની બનાવટોનો વપરાશ ઓછો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દહીં, મધ, ઘઉં, ચોખા અને અન્ય ઉત્પાદનો પર કર લાદવામાં આવ્યો હોય. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે આઝાદી પહેલા બ્રિટિશ સરકારે પણ ખાદ્ય વસ્તુઓ પર ટેક્સ લગાવ્યો ન હતો.

    દહીં, ઘઉં વગેરે સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ પરના ટેક્સની બાબતને કેન્દ્રીય નાણામંત્રીએ જુલાઈ મહિનામાં મંજૂરી આપી હતી જ્યારે એવા અહેવાલો આવ્યા હતા કે જીએસટીના કારણે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં નિર્મલા સીતારમણે ધ્યાન દોર્યું હતું કે GST લાગુ થયા પહેલાં રાજ્યો એક ટકાથી છ ટકા સુધી બદલાતા અનાજ પર વેટ અથવા મૂલ્ય વર્ધિત કર વસૂલતા હતા.

    GSTના અમલ પછી બ્રાન્ડેડ અને નોન-બ્રાન્ડેડ પેક્ડ વસ્તુઓ માટે નોન-યુનિફોર્મ ટેક્સેશન સિસ્ટમને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સ્ટોકહોલ્ડર્સની વિનંતીને આધારે, તમામ રાજ્યના પ્રતિનિધિઓની હાજરીમાં માત્ર પેક કરેલી વસ્તુઓ પર એકસમાન ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો આ વસ્તુઓ છૂટક વેચવામાં આવે તો કોઈ GST લાગુ કરવામાં આવતો નથી. છુટક અનાજ તેમજ અન્ય વસ્તુઓને કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી તેમાં કઠોળ, ઘઉં, ઓટ્સ, મકાઈ, ચોખા, દહીં, છાસ, બેસન, પફ્ડ રાઇસ વગેરેનો સમાવેશ થાય છે.

    સીએમ કેજરીવાલનો દાવો: ‘સરકારે ગરબા પર ટેક્સ લગાવ્યો’

    જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં બીજુ જુઠ્ઠાણું ગરબા પર ટેક્સ લાદવા પર ચલાવ્યું હતું. કેજરીવાલે વિધાનસભામાં આપેલું આ અધૂરું અને ખોટી માહિતીવાળું નિવેદન થોડા અઠવાડિયાઓ પહેલાં જ ઝડપાઈ ગયું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, “ગુજરાત ગરબા માટે જાણીતું છે. નવરાત્રી દરમિયાન લોકો દેવી માની પૂજા કરે છે અને ભક્તિભાવથી ગરબા કરે છે. પરંતુ હવે સરકારે ગરબા પર પણ ટેક્સ લાદ્યો છે.”

    4 ઓગસ્ટના રોજ, ઑપઇન્ડિયાએ ગરબા ઈવેન્ટ્સ પરના ટેક્સ અંગે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા દાવાઓની હકીકત તપાસી હતી. કોંગ્રેસ અને AAP ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા કે ગરબા ઈવેન્ટમાં GST લાગુ કરવામાં આવ્યો હતો. જો કે હકીકત એવી છે કે રાજ્ય સરકારે ગરબા કે આવી કોઈ ઈવેન્ટ પર કોઈ નવો GST લાદ્યો નથી. મૂળભૂત રીતે આવા કાર્યક્રમોના આયોજન માટે GSTના અમલ પહેલા વ્યક્તિદીઠ ટિકિટની કિંમત રૂ. 500 કરતા વધારે હોય તો આવા કાર્યક્રમોના પ્રવેશદ્વાર પર 15%ના દરે સર્વિસ ટેક્સ લાદવામાં આવતો હતો. સર્વિસ ટેક્સ ઉપરાંત ઉપયોગમાં લેવાતા સામાન પર વેટ પણ વસૂલવામાં આવતો હતો.

    ઉલ્લેખનીય છે કે, જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 1 જુલાઈ 2017 ના રોજ અમલમાં આવ્યો, ત્યારે સરકારની ‘એક રાષ્ટ્ર, એક કર’ નીતિ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા 17 મોટા કર અને 13 સેસ જેમ કે વેટ, ઓક્ટ્રોય, લક્ઝરી ટેક્સ, પરચેઝ ટેક્સ અને સેન્ટ્રલ ટેક્સ જેવા કે કસ્ટમ ડ્યૂટી, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સ.

    ગરબા કે આવી કોઈ ઈવેન્ટની પ્રવેશ ટિકિટ પર 18% GST જો પ્રવેશની કિંમત વ્યક્તિદીઠ રૂ. 500 થી વધુ હોય તો 1 જાન્યુઆરી, 2018 થી લાગુ કરવામાં આવી છે, આ વર્ષે રજૂ કરવામાં આવી નથી, કેટલાક મીડિયા ગૃહો અને વિરોધ પક્ષો દ્વારા અફવા ઉપજાવી કાઢવામાં આવી હતી.

    નોંધનીય છે કે, પાર્ટી સાઇટ્સ, ક્લબ અને સ્ટેડિયમમાં આયોજિત પ્રોફેશનલ ગરબા ઈવેન્ટ માટે રૂ. 500 થી વધુ કિંમત ધરાવતી ટિકિટ પર જ GST વસૂલવામાં આવે છે. રેસિડેન્શિયલ સોસાયટીઓ
    અને શેરી ગરબા ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ લાદવામાં આવ્યો નથી.

    લોન માફી વિશે જુઠ્ઠાણાં

    આગળ જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલે લોન માફી વિશે વાત કરી જે ક્યારેય થઈ જ નથી. તેમણે કહ્યું હતું કે, “આ સરકારના કેટલાક મિત્રો છે જે અબજોપતિ છે. તેઓએ બેંકો પાસેથી હજારો કરોડની લોન લીધી હતી. લોન લીધા પછી પરત કરવાનો તે લોકોનો ઈરાદો નહતો. તેઓએ સરકારનો સંપર્ક કર્યો અને લોન માફીની માંગ કરી. સરકારે ખાદ્યપદાર્થો પર ટેક્સ લાદ્યો અને તે નાણાંનો ઉપયોગ તેમની લોન માફ કરવા માટે કર્યો.

    માત્ર કેજરીવાલ જ નહીં પરંતુ અન્ય ઘણા વિપક્ષી નેતાઓ લોન માફી અને લોન રાઈટ-ઓફ વચ્ચેની ગૂંચવણનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના નેતા વરુણ ગાંધી કે જેઓ બળવાના સંકેતો આપી રહ્યાછે તેમણે હમણાં જ યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાને લોન માફીના જુઠ્ઠાણા ફેલાવતા સુચીબદ્ધ કર્યા હતા.

    ઑગસ્ટ 7ના રોજ, ઑપઇન્ડિયાએ લોન માફી અને લોન રાઈટ-ઓફ પર એક ખુલાસો કર્યો હતો કે કેવી રીતે આ નેતાઓએ સંસદમાં સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડેટાને ખોટી રીતે રજૂ કરવામાં હતો. તેમની ખોટી માહિતીવાળી ટ્વીટ્સ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર આધારિત હતી. ઉપરાંત, કેજરીવાલ જેવા લોકોએ અખબારોના કટિંગ્સનો ઉપયોગ લોન માફીના જુઠ્ઠાણા ફેલાવવા કર્યો હતો.

    2 ઓગસ્ટના રોજ, નાણા મંત્રાલયના રાજ્ય મંત્રી ડો. ભગવત કરડે લોકસભામાં માહિતી આપી હતી કે પાછલા પાંચ નાણાકીય વર્ષોમાં, વાણિજ્યિક બેંકોએ રૂ. 9,91,640 કરોડની બેડ લોન રાઈટ ઓફ કરી છે.

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઇન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC) ડેટાબેઝ દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા મુજબ, 2019માં 2,207 વિલફુલ ડિફોલ્ટર્સ હતા જેમની કુલ ક્રેડિટ એક્સપોઝર રૂ. 5 કરોડ અને તેથી વધુ હતી. 2020 માં, સંખ્યા વધીને 2,469 થઈ ગઈ, ત્યારબાદ વર્ષ 2021 માં 2,840 અને વર્ષ 2022 માં કુલ 2,790 વિલફુલ ડિફોલ્ટર્સ થયા.

    બેડ લોનની વસૂલાત પર બોલતા MoS કરાડે ઉલ્લેખ કર્યો હતો કે SBI એ તે સમયગાળા દરમિયાન માફ કરાયેલી 41,006.94 કરોડની બેડ લોન વસૂલ કરી હતી, અને બાકીની બેડ લોનની વસૂલાતની પ્રક્રિયા બેંક દ્વારા ચાલી રહી છે. એ જ રીતે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. 6,955.12 કરોડ, પંજાબ નેશનલ બેન્કે 11,821.37 કરોડ, બેન્ક ઓફ બરોડાએ રૂ. 9,540.04 કરોડ અને કેનેરા બેન્કે રૂ. 7,348.52 કરોડની વસૂલાત કરી હતી. ભારત સરકાર બેડ લોનની વસૂલાત માટે તમામ સંભવિત માધ્યમોનો ઉપયોગ કરી રહી છે અને તેના પરિણામો આંકડામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તાજેતરના વર્ષોમાં પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા અને ગતિ વધી છે અને વર્ષ મુજબ, લગભગ તમામ વ્યાપારી બેંકો માટે વસૂલાતમાં વધારો થયો છે.

    નોંધનીય છે કે ફેબ્રુઆરી 2022 માં અહેવાલ આવ્યો હતો કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત ત્રણ ડિફોલ્ટર્સ પાસેથી 18,000 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

    સીએમ કેજરીવાલ દ્વારા “માફ કરાયેલી લોન” તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ, બેંકોએ નાણાકીય વર્ષ 2017-18 અને 2021-22 વચ્ચે 1,32,035.78 કરોડની વસૂલાત કરી હતી. કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા દાવાઓથી વિપરીત, માફ કરાયેલી લોન સંબંધિત એજન્સીઓની મદદથી વસૂલવામાં આવી રહી છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીના કેસની જેમ આરોપીઓ ભારત છોડીને ભાગી ગયા હોય તો પણ, સરકારી એજન્સીઓ અને ન્યાયતંત્ર પૈસા વસૂલવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

    ‘ઓપરેશન કમળમાં ઈંધણ વેરો વપરાયો’

    જુઠ્ઠાણાં ફેલાવતા અરવિંદ કેજરીવાલે સંબોધનમાં આગળ દાવો કર્યો હતો કે ભારત સરકાર “ઓપરેશન લોટસ”ના ભંડોળ માટે ઇંધણ પર એકત્રિત કરાયેલા કરનો ઉપયોગ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી કેન્દ્ર સરકાર જે નાણાં એકત્ર કરે છે તેનો ઉપયોગ રાજ્યોમાં “ધારાસભ્યોની ખરીદી” માટે કરવામાં આવે છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે ભાજપે તેમના 12 ધારાસભ્યોને 20 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ તેઓએ AAP છોડીને ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, “જો તેઓ તાજેતરના વર્ષોમાં ખરીદેલા તમામ ધારાસભ્યોને 20 કરોડ રૂપિયાની ઑફર કરી રહ્યા છે, તો તેઓએ અલગ-અલગ રાજ્યોમાં 277 ધારાસભ્યોને ખરીદવા માટે 5,540 કરોડ રૂપિયા ખર્ચ્યા હશે.”

    સૌ પ્રથમ, કેજરીવાલે સહેલાઇથી એ હકીકત ધ્યાને નથી લીધી કે તેમની સરકાર પણ ઇંધણ પર પણ ટેક્સ વસૂલે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના 28 એપ્રિલના અહેવાલ મુજબ, દિલ્હીએ પેટ્રોલ પર 17.13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 14.12 રૂપિયા પ્રતિ લીટરનો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) લાદ્યો છે. પેટ્રોલની મૂળ કિંમત રૂ. 56.32 પ્રતિ લીટર, નૂર ચાર્જ રૂ. 0.20, કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી રૂ. 27.90 અને પેટ્રોલના કિસ્સામાં ડીલરનું કમિશન રૂ. 3.86 પ્રતિ લીટર હતું.

    ડીઝલના કિસ્સામાં, મૂળ કિંમત રૂ. 57.94, નૂર ચાર્જ રૂ. 0.22, એક્સાઇઝ ડ્યુટી રૂ. 21.80 અને ડીલરનું કમિશન રૂ. 2.59 હતું. અહેવાલ મુજબ એપ્રિલ 2021 થી ડિસેમ્બર 2021 સુધીમાં, દિલ્હીએ ઇંધણ પર વેટ અને સેલ્સ ટેક્સમાંથી 2713 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. સૌથી નાનું રાજ્ય હોવા છતાં, દિલ્હીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ અને મિઝોરમ સહિત નવ કરતાં વધુ રાજ્યોમાંથી વેટ એકત્રિત કર્યો છે.

    ઓપરેશન લોટસ આવવું એ AAPની કલ્પનાની માત્ર છે. સંભવતઃ તેમના ધારાસભ્યો અને મંત્રીઓ પર લાગેલા ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવા માટેનું કારસ્તાન હોઈ શકે. જ્યારે તેમના એક મંત્રી સત્યેન્દ્ર જૈન કસ્ટડીમાં છે અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂની નીતિમાં કૌભાંડના આરોપોનો સામનો કરી રહ્યા છે ત્યારે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવો એ સીએમ કેજરીવાલ માટે હાસ્યાસ્પદ છે.

    અમે આટલી બધી શાળાઓ બનાવી હોવાથી ભાજપ ગુસ્સે છે: કેજરીવાલ

    સંબોધન દરમિયાન સીએમ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમની સરકારે દિલ્હીમાં ઘણી શાળાઓ બનાવી છે. જોકે, જ્યારે પણ સવાલ થાય છે કે દિલ્હી સરકારે કેટલી શાળાઓ બનાવી છે, ત્યારે કેજરીવાલ સરકાર દ્વારા કોઈ ડેટા રજૂ કરવામાં આવતો નથી. કેજરીવાલે તાજેતરમાં આસામના સીએમ હેમંતા બિસ્વા સરમાના પ્રશ્નને ટાળી દીધો હતો જ્યાં તેમણે કેજરીવાલને તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી શાળાઓ વિશે પૂછ્યું હતું. તેઓએ વર્ગખંડોને અપગ્રેડ કર્યા છે અને ઉમેર્યા છે પરંતુ તે સ્પષ્ટ નથી કે તેનાથી કેટલો તફાવત આવ્યો છે. મુખ્ય શિક્ષકો વિના શાળાઓ ચાલતી હોવાના તાજેતરના અહેવાલો અને 60 ટકાથી વધુ શાળાઓમાં વિજ્ઞાનના વર્ગો ન હોવાના કારણે દિલ્હી સરકારની શિક્ષણ નીતિ પર લાલ ઝંડો ઉમેરાયો છે.

    આસામ: મદ્રેસામાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવતા અકબર અલી અને અબુલ કલામ પકડાયા, મદ્રેસા પણ તોડી પડાઈ

    આસામમાંથી આતંકવાદીઓની ધરપકડ સતત ચાલુ જ છે. હવે રાજ્યની પોલીસે બારપેટા જિલ્લામાંથી વધુ બે સંદિગ્ધ આતંવાદીઓની ધરપકડ કરી લીધી છે. અકબર અલી અને અબુલ કલામ આઝાદ આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તપાસ અભિયાન ચલાવ્યું હતું અને બંનેને ઝડપી લીધા હતા. ઉપરાંત, બંને જેમાં આતંકી ગતિવિધિઓ ચલાવતા તે મદ્રેસા પણ ધ્વસ્ત કરી દેવાઈ છે.

    બંને આતંકવાદીઓની શનિવારે રાત્રેથી પૂછપરછ ચાલી રહી હતી. જે બાદ રવિવારે પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલા બંને આતંકવાદીઓ અલ-કાયદા અને અંસારુલ્લાહ બાંગ્લા ટીમ સાથે સબંધ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બે આતંકવાદી સંગઠનો છે. અંસારુલ્લાહ બાંગ્લા ટીમ એ અલ-કાયદાની જ એક પાંખ છે, જે બાંગ્લાદેશમાં સક્રિય છે. ત્યાંની સરકારે તેને પ્રતિબંધિત પણ કર્યું છે. 

    આ બંને આતંકવાદીઓની ધરપકડ બાદ પોલીસે સ્થાનિક જિલ્લા તંત્રને સાથે રાખીને બારપેટા જિલ્લામાં આવેલી મદ્રેસા ધ્વસ્ત કરી દીધી હતી. આ મદ્રેસા અકબર અલી અને તેના ભાઈ અબુલ કલામ આઝાદ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મદ્રેસા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવી હતી. આખરે પોલીસે તેને ધ્વસ્ત કરી નાંખી હતી. 

    બારપેટાના એડિશનલ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, આ સંસ્થા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને જેહાદી પ્રવૃતિઓમાં લિપ્ત હતી. અમે તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને ખરાઈ કરી તો જાણવા મળ્યું કે સંપત્તિ સરકારી જમીન પર બની છે. અમને કોઈ માલિક મળ્યો ન હતો. જેથી અમે તાત્કાલિક તેને તોડી પાડવાનું નક્કી કર્યું. 

    એક રિપોર્ટ અનુસાર, આ મદ્રેસામાં માર્ચમાં પકડાયેલા એક આતંકવાદી સુમન ઉર્ફ સૈફુલ ઇસ્લામ રહી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત તેના સાથીઓ પણ અહીં રહ્યા હતા. તેઓ હાલ ફરાર છે. જેને હાલ પકડાયેલા આતંકવાદીઓએ પણ મદદ કરી હતી. 

    બારપેટાના એસપી અમિતાવ સિન્હાએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી અને ઉમેર્યું હતું કે, પકડાયેલા સંદિગ્ધ આતંકવાદી આ મદ્રેસા સાથે સબંધ ધરાવતા હતા અને તે સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવી હતી. તંત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને UAPA એક્ટ હેઠળ મદ્રેસા તોડી પાડી છે. 

    આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ આ કાર્યવાહીની જાણકારી આપતાં કહ્યું કે, આ બીજી મદ્રેસા છે, જે તોડી પાડવામાં આવી છે. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, પકડાયેલા આરોપીઓ તેમાં કોઈ સંસ્થા નહીં પરંતુ આતંકવાદી ઠેકાણું ચલાવતા હતા. તેમણે કહ્યું કે, દરેક મદ્રેસાઓ આમ ચાલતી હશે તેમ નથી પરંતુ કટ્ટરતાની ફરિયાદ મળશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે આસામની સરકાર રાજ્યમાંથી એક પછી એક જેહાદી મોડ્યુલ પકડી રહી છે અને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આસામમાં આતંકવાદી સંગઠનો સાથે સબંધ ધરાવતા કુલ 37 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જેમાંની મોટાભાગની ધરપકડ છેલ્લા એક મહિનામાં થઇ છે.