Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશઝારખંડથી પકડાયું હતું જે અલ-કાયદા મોડ્યુલ, તેના બે આતંકવાદીઓએ પીએમ કિસાન યોજનામાં...

    ઝારખંડથી પકડાયું હતું જે અલ-કાયદા મોડ્યુલ, તેના બે આતંકવાદીઓએ પીએમ કિસાન યોજનામાં ભર્યું હતું ફોર્મ: જેહાદ માટે એકઠું કરતા હતા ફંડ, પૈસા વાપરતા હતા હથિયાર ખરીદવા

    22 ઑગસ્ટના રોજ પોલીસે ઝારખંડથી 11 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પોલીસને ઇનપુટ્સ મળ્યા હતા કે ઝારખંડમાં સક્રિય એક કટ્ટરપંથી જૂથ અને તેના સભ્યો દિલ્હીમાં આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં છે.

    - Advertisement -

    ઑગસ્ટ, 2024માં દિલ્હી પોલીસે દેશમાં સક્રિય અલ-કાયદા મોડ્યુલ (Terror Module) પકડી પાડીને કુલ 11 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. હવે આ તમામ સામે ચાલતા કેસમાં પોલીસે કોર્ટને જણાવ્યું છે કે બે આતંકીઓ પીએમ કિસાન (PM Kisan) યોજનાના લાભાર્થી હતા અને તેમણે આતંકી ગતિવિધિઓ માટે હથિયારો ખરીદવા માટે પૈસા આપ્યા હતા. 

    22 ઑગસ્ટના રોજ પોલીસે ઝારખંડથી 11 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પોલીસને ઇનપુટ્સ મળ્યા હતા કે ઝારખંડમાં સક્રિય એક કટ્ટરપંથી જૂથ અને તેના સભ્યો દિલ્હીમાં આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં છે. ત્યારબાદ પોલીસે ઑપરેશન પાર પાડીને આખું મોડ્યુલ પકડી પાડ્યું હતું. 

    ધરપકડ બાદ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ આતંકીઓની પૂછપરછ હાથ ધરી હતી અને ત્યારબાદ તિહાડ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ નવા પુરાવાઓ હાથ લાગતાં પોલીસે આઠ આરોપીઓની 6 દિવસની કસ્ટડી ફરી મેળવી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. 

    - Advertisement -

    કોર્ટમાં પોલીસે કસ્ટડીની માંગ કરતાં જણાવ્યું હતું કે, સાક્ષીઓની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પીએમ કિસાન યોજના થકી જેહાદ માટે ફંડ એકઠું કરવાની ફિરાકમાં હતા. જોકે તેમનાં આ યોજના માટે ફોર્મ કોણે ભર્યાં હતાં, તે હજુ તપાસનો વિષય છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

    પોલીસે જેમની ધરપકડ કરી હતી તેમની ઓળખ અનામૂલ અન્સારી, શાહબાઝ અંસારી, અલ્તાફ અંસારી, હસન અન્સારી, અર્શદ ખાન અને ઉમર ફારૂક તરીકે થઈ છે. આ તમામને 22 ઑગસ્ટના રોજ પકડવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ રાજસ્થાનના ભિવંડીમાં હથિયારની તાલીમ લઈ રહ્યા હતા. પછીથી પોલીસે રાંચીમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી બીજા પાંચ પકડાયા હતા. જેમની ઓળખ ડો. ઈશ્તિયાક અહેમદ, મોહમ્મદ રિઝવાન, મોતી ઉર રહમાન, મોહમ્મદ રહમાનતુલ્લાહ અને ફૈઝાન અહમદ તરીકે થઈ હતી. 

    પોલીસે પછીથી જણાવ્યું હતું કે, આ સમગ્ર મોડ્યુલનું સંચાલન ઇશ્તિયાક અહેમદ કરતો હતો અને આતંકવાદીઓને રાજસ્થાનમાં હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ઈશ્તિયાક વ્યવસાયે ડોક્ટર હતો, પણ કામ આતંકવાદીઓ તૈયાર કરવાનું કરતો હતો. તે સમયે ઘટસ્ફોટ થયા હતા કે તે અન્ય આતંકવાદીઓના સંપર્કમાં હતો અને ભારતમાં શરિયા લાવવાના મકસદ સાથે આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં હતો. 

    આતંકવાદીઓ પાસેથી મળેલા અનેક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, જેહાદીઓ ભારત અને પાડોશી દેશોમાં અલ-કાયદાનો વિસ્તાર કરવા માટે કામ કરી રહ્યા હતા. જેમનો ઉદ્દેશ્ય વધુમાં વધુ યુવાનોની ભરતી કરીને તેમનું બ્રેનવૉશ કરીને આતંકી ગતિવિધિઓમાં સામેલ કરવાનો હતો. ઉપરાંત, ભારતમાં ‘શરિયા કાનૂન’ સ્થાપવાનાં સપનાં લઈને પણ આ ટોળકી કામ કરી રહી હતી. ઉપરાંત, તેઓ તક જોઈને નવી દિલ્હી સહિતનાં દેશનાં મોટાં શહેરોમાં આતંકવાદી હુમલાઓ કરવાની ફિરાકમાં હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં