Wednesday, April 24, 2024
More
    હોમપેજક્રાઈમશાહરૂખ હુસૈને હિંદુ યુવતીને જીવતી સળગાવ્યા બાદ ઝારખંડના દુમકામાં ભારેલા અગ્નિ જેવી...

    શાહરૂખ હુસૈને હિંદુ યુવતીને જીવતી સળગાવ્યા બાદ ઝારખંડના દુમકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: પોલીસ કસ્ટડીમાં રાક્ષસની જેમ હસતા આરોપીનો વિડીયો વાયરલ

    જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરતી પીડિતાએ અંતે 27 ઓગસ્ટે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

    - Advertisement -

    દુમકા અંકિતા હત્યાકાંડનો આરોપી શાહરૂખ હુસૈન યુવતીને જીવતી સળગાવ્યા બાદ પોલીસ કસ્ટડીમાં રાક્ષસની જેમ હસતો જોવા મળ્યો હતો. ગત 23 ઓગસ્ટે 16 વર્ષીય અંકિતા કુમારી જયારે ઊંઘી રહી હતી ત્યારે વિકૃત અને સનકી શાહરૂખ હુસૈને પેટ્રોલ નાખીને યુવતીને જીવતી સળગાવી દીધી હતી. જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરતી પીડિતાએ અંતે 27 ઓગસ્ટે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. દુમકા અંકિતા હત્યાકાંડનો આરોપી શાહરૂખ હુસૈન હાલ પોલીસ કસ્ટડીમાં છે.

    યુવતીની મોત બાદ ઝારખંડના દુમકામાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકિતા હત્યાકાંડ બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આટલી ક્રુરતાથી એક માસુમને જીવતી સળગાવ્યા બાદ પણ આરોપીના ચહેરા પર અફસોસ જોવા મળ્યો ન હતો અને સનકી શાહરૂખ હુસૈને યુવતીને જીવતી સળગાવ્યા બાદ પોલીસ કસ્ટડીમાં રાક્ષસની જેમ હસી રહ્યો હતો.

    અંકિતાના મોત બાદ દુમકામાં પ્રદર્શન

    - Advertisement -

    અંકિતાના મોત બાદ ભાજપ, VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે સામાન્ય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેખાવો કરીને દુમકાની બજાર બંધ કરાવી હતી. આ ઘટનાની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવા અને હત્યારાને ફાંસીની સજા આપવા સાથે જ લોકો પીડિતાના પરિવારને વળતર આપવાની માંગ કરી રહ્યા છે. દુમકા એસપી રવિવારે સાંજે (28 ઓગસ્ટ 2022) અંકિતાના ઘરે પહોંચ્યા હતા. તેમણે પરિવારને ખાતરી આપી હતી કે આ મામલાની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે.

    અંકિતાના મોત બાદ દુમકામાં વિરોધ વધુ ઉગ્ર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને SDO મહેશ્વર મહતોએ કલમ 144 હેઠળ આગામી આદેશો સુધી પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આ અંતર્ગત 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પરવાનગી વિના કોઈપણ પ્રકારના ધરણા-પ્રદર્શન, જાહેર મેળાવડા, સરઘસ અને રેલી કરવી પ્રતિબંધિત રહેશે.

    માસુમને જીવતી સળગાવીને રાક્ષસની જેમ હસી રહ્યો હતો શાહરૂખ

    માસુમ અંકિતાને જીવતી સળગાવીને ક્રુરતાથી હત્યા કરનાર આરોપી શાહરૂખ હાલ પોલીસની કસ્ટડીમાં છે. પરંતુ તેના ચહેરા પર તેણે કરેલી ક્રૂરતાનો સહેજ પણ પસ્તાવો નજરે પડ્યો નહતો. પોલીસ કસ્ટડીમાં આરોપી માસૂમ અંકિતાના મોત પર અફસોસ કરવાને બદલે રાક્ષસની જેમ હસતો જોવા મળ્યો હતો. તેમની બેશરમીનો વિડીયો સામે આવ્યા બાદ લોકોનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો અને ત્યારબાદ દુમકામાં સ્થિતિ બગડવા લાગી હતી.

    શું હતી આખી ઘટના?

    અંકિતા પર હુમલો મંગળવારે (23 ઓગસ્ટ) સવારે થયો હતો. અંકિતાએ ગંભીર હાલતમાં પોલીસને જાણ કરી હતી કે તેની બાજુમાં રહેતો શાહરૂખ તેને રોજ હેરાન કરતો હતો. શાહરૂખ છેલ્લા 2 વર્ષથી તેને હેરાન કરીને મિત્રતા માટે વારંવાર પૂછતો હતો. પરંતુ અંકિતાએ તેને ઠપકો આપતા શાહરૂખે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    અંકિતાએ સોમવારે તેના પિતાને આ ઘટના અંગે જણાવ્યા બાદ તે ઊંઘી ગઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે તે જાગી ત્યારે તેણે જોયું કે તેની પીઠ સળગી રહી હતી. તે સળગતી હાલતમાં તેના પિતાના રૂમમાં દોડી ગઈ અને બધાએ ખૂબ જ મુશ્કેલીથી આગ ઓલવીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

    હોસ્પિટલમાં જાણવા મળ્યું હતું કે અંકિતા 90 ટકા દાઝી ગઈ હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે તેના હાથ અને પગ ભયંકર રીતે દાઝી ગયા હતા. અધિકારીઓએ અંકિતા અને તેના પરિવારના સભ્યોના નિવેદન લીધા બાદ તે જ દિવસે શાહરૂખની ધરપકડ કરી હતી. પરિવારજનોને આશા હતી કે અંકિતા કદાચ બચી જશે. પરંતુ વધુ પડતી દાઝી જવાને કારણે તે સ્વસ્થ થઈ શકી ન હતી અને અંતે ગત દિવસે 2:30 વાગ્યે તેનું કરુણ મોત નીપજ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં