મંગળવાર (12 સપ્ટેમ્બર, 2023) ના રોજ સવારના 11 વાગ્યા સુધીમાં સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. નોંધનીય છે કે સોમવારે (11 સપ્ટેમ્બર) અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય નેતાઓના નવા નામોની યાદી જાહેર થઈ હતી.
તો અહીં જાણો કઈ મનપામાં કયા હોદ્દા માટે કોના નામ પર મહોર લાગી છે.
સુરત મહાનગરપાલિકા
અહેવાલો અનુસાર સુરત મહાનગરપાલિકે દ્વારા નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય જવાબદારીઓની ઘોષણા કરવામાં આવી છે. જેમાં સુરત મહાનગરના 38મા મેયર તરીકે દક્ષેશ માવાણીને જવાબદારી સોંપાઈ છે.
સુરત મહાનગર પાલિકાના 4 પદાધિકારીઓના નામો જાહેર: સુરત મનપાના 38માં મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરવામાં આવ્યું#Surat #Mayor #DaxeshMavani #SuratMahanagarpalika #deputymayor #Nareshpatil #Breakingnews #navgujaratsamay #gujarat #india pic.twitter.com/iJoEVLE5mL
— NavGujarat Samay (@navgujaratsamay) September 12, 2023
આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણયાવાળા અને શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા
સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે નયનાબેન પેઢડિયાના નામ પર મહોર લાગી છે.
રાજકોટ શહેરને મળ્યા નવા મેયર. નયનાબેન પેઢડિયાની મેયર તરીકે વરણી, ડે.મેયર તરીકે નરેન્દ્ર સિંહ જાડેજાનું નામ જાહેર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈમીન ઠાકરની વરણી #gujaratnews #rajkotnews #rmc #mahanagarpalika #mayor #vtvgujarati pic.twitter.com/C8W6eNayyA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 12, 2023
ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની વરણી કરવામાં આવી છે.
ભાવનગર મહાનગરપાલિકા
આ જ સમયે ગુજરાતની ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની પણ ઘોષણા કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ભરતભાઈ બારડના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
🔸ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજુ રબાડિયા, શાસક પક્ષ નેતા કિશોર ગુરુમુખણી, દંડક તરીકે ઉષાબેન બધેકાની વરણી#Bhavnagarnews #Bhavnagarmayor pic.twitter.com/56fBhpjbru
— DD News Gujarati (@DDNewsGujarati) September 12, 2023
ભાવનગરના ડેપ્યુટી મેયર ત્રિકે મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્રિકે રાજુભાઈ રાબડીયા, શાસક પક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણી તથા દંડક તરીકે ઉષાબેન બધેકાના નામોની જાહેરાત થઈ છે.
જામનગર મહાનગરપાલિકા
આ સાથે જ સૌરાષ્ટ્રની જામનગર મહાનગરપાલિકામાં મેયર તરીકે વિનોદ ખીમસુરીયાનું વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે.
જામનગરના નવા મેયર વિનોદ ખીમસુરીયા બન્યા
— Sandesh (@sandeshnews) September 12, 2023
ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત#Jamnagar #Mayor #Gujarat #SandeshNews pic.twitter.com/SzYt0oQ1zF
જામનગર મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોષીના નામ પર મહોર લાગી છે.
અમદાવાદ અને વડોદરાના નામ થઈ ચૂક્યા છે જાહેર
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મેયર સહિતની પ્રમુખ જવાબદારીઓની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવા હોદ્દેદારોના નામ જાહેર થઇ રહ્યા છે. તેવી જ રીતે અમદાવાદ, વડોદરાના નવનિયુક્ત પ્રમુખ હોદેદારોની વરણી થઇ ચુકી છે. તે જ શ્રેણીમાં હવે સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના પ્રમુખ હોદેદારોની વરણી 12 સપ્ટેમ્બરના રોજ થવા પામી છે.
શાહીબાગના ભાજપ કોર્પોરેટર પ્રતિભા જૈનને અમદાવાદના નવા મેયર બનાવવામાં આવ્યા છે. હાલમાં તેઓ AMCની મહિલા અને બાળવિકાસ કમિટીના ચેરમેન છે. તેઓ સતત ૩ ટર્મથી આ જ વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે. મેયર સિવાયના હોદ્દેદારોમાં ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયાના ભાજપ કોર્પોરેટર જતીન પટેલની વરણી કરવામાં આવી છે. અતિમહત્વપૂર્ણ એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બોડકદેવ વોર્ડના ભાજપ કોર્પોરેટર દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે ભાજપ કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરના નવા મેયરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની વરણી કરવામાં આવી છે.