Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનૂંહ હિંસાનો વિરોધ કરતા 3 હિંદુ યુવાનોને ગોળી મારી: ‘અલ્લાહુ અકબર’ના નારા...

    નૂંહ હિંસાનો વિરોધ કરતા 3 હિંદુ યુવાનોને ગોળી મારી: ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી હાકમ-અકરમ સહિત 20-25ના ટોળાએ કર્યો હતો હુમલો

    પાડોશીએ જણાવ્યું, સૌથી પહેલાં પથ્થરો હાકમના ઘરેથી આવ્યા હતા. હાકમ, વસીમ, અકરમ અને તેની સાથે 20-25 અન્ય લોકો પથ્થર મારી રહ્યા હતા અને અલ્લાહ-હૂ-અકબરના નારા લગાવી રહ્યા હતા.

    - Advertisement -

    બ્રિજમંડલ જળાભિષેક યાત્રા દરમિયાન 31 જુલાઈ, 2023ના રોજ નૂંહમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા હિંદુઓ પર ચારેતરફથી હુમલાઓ કરવામાં આવ્યા હતા. રોડથી લઈને હોસ્પિટલ સુધી અને એટલું જ નહીં, શિવ મંદિરમાં ભેગા થયેલા લોકો પર પણ ગોળી વરસાવવામાં આવી હતી. આ હુમલા માટે લોકોને ઉશ્કેરવામાં જાવેદ અહમદ, મમ્મન ખાઁ અને આફતાબ જેવા AAP અને કોંગ્રેસના નેતાઓનાં નામ સામે આવી રહ્યાં છે.

    આ સાથે એ જાણકારી પણ મળી છે કે ગુરુગ્રામની નજીક આવેલા સોહનામાં જ્યારે હિંદુ સમુદાયના લોકો હુમલાનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં 3 હિંદુ યુવકોને ગોળી વાગી હતી. જેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

    નૂંહ હિંસાના વિરોધમાં પ્રદર્શન કરવા પર જે લોકોને ગોળી મારવામાં આવી હતી તેમની ઓળખ વીરેન્દ્ર ગુજ્જર અને મુનેશ ગુજ્જર તરીકે થઇ છે. આ સિવાય તેમનો અન્ય એક સાથી પણ છે. જે લોકોએ ગોળીઓ વરસાવી હતી તેમનાં નામ છે- હાકમ, વસીમ, અકરમ, યાસીન અને તેમના અન્ય સાથી.

    - Advertisement -

    પીડિતોના પાડોશીએ ઑપઇન્ડિયાને વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારા સોહના શહેરના અમુક વેપારીઓ અને વૃદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. એ દરમિયાન ત્યાં છત પરથી પથ્થરો ફેંકવામાં આવ્યા, ગોળીઓ ચલાવવામાં આવી. ત્યારબાદ ત્યાં અફરાતરફી મચી ગઈ.” તેમણે કહ્યું કે, આ બધુ જાવેદ અહમદ, મમ્મન ખાઁ અને આફતાબે કરાવ્યું હતું.

    સ્થાનિક બદમાશ હાકમનું નામ લઈને પાડોશીએ કહ્યું હતું કે, “સૌથી પહેલાં પથ્થરો હાકમના ઘરેથી આવ્યા હતા. હાકમ, વસીમ, અકરમ અને તેની સાથે 20-25 અન્ય લોકો પથ્થર મારી રહ્યા હતા અને અલ્લાહ-હૂ-અકબરના નારા લગાવી રહ્યા હતા. હાકમ નેતાગીરી અને દાદાગીરી કરતો રહે છે. તેના પર પહેલાથી જ કેસ ચાલી રહ્યા છે.”

    પીડિતોના પાડોશીએ વધુ જણાવતાં કહ્યું હતું કે, “જ્યાં અમે પ્રદર્શન કરી રહ્યા હતા તે બોર્ડર વિસ્તાર છે. ત્યાંથી એક તરફ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર મેવાત છે તો બીજી તરફ હિંદુ વિસ્તાર છે. આ સોહનાનો આંબેડકર ચોકનો વિસ્તાર છે, અહીં જ હાકમના ઘરેથી ગોળીઓ વરસાવવામાં આવી હતી, જે અમારાં બાળકોના પગમાં વાગી હતી.”

    પાડોશીએ આગળ કહ્યું કે, પીડિતોને આર્ટમિજ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ડૉક્ટરોએ યુવકોને સ્વસ્થ અને જોખમની બહાર હોવાનું જણાવ્યું હતું. પીડિતોની આર્થિક સ્થિતિ વિશે વાત કરતી વખતે તેમણે જણાવ્યું કે, તેમના પરિજનો ખૂબ જ ગરીબ છે અને પિતા ખેતીમાં મજૂરી કામ કરે છે.

    પીડિત હિંદુનું કહેવું છે કે, આટલું બધુ થયું હોવા છતાં પોલીસ હિંદુ યુવકોને જ ઉઠાવીને લઈ ગઈ હતી. પોલીસે આરોપીઓમાંથી કોઈના પર કાર્યવાહી નહોતી કરી. જોકે તેમણે કહ્યું હતું કે, પૂછપરછ બાદ યુવકોને છોડી મૂકવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં